આદિવાસી વિસ્તારોની થશે કાયાપલટ, ડાંગ સહિતના વિસ્તારો માટે બજેટમાં થઈ આ મહત્વની જાહેરાત

ગુજરાત રાજયના સર્વાંગી વિકાસમાં આદિવાસી સમાજ અને આદિજાતી વિસ્તારના વિકાસને અગ્રતા આપવામાંઆવી છે. ઉંકાઈ જળાશય આધારીત સોનગઢ, ઉચ્છલ, નીજર, કુકરમુંડાના 27200 હેકટર વિસ્તારને સિંચાઈનો લાભ આપવા માટે 330 કરોડની જોગવાઈ સુરત પંથકના આદિવાસી વિસ્તારો પંચમહાલ જીલ્લાના સહેરા, ગોધરા, કલોલ, ઘોઘંભા, લુણાવાળામાં 185 કરોડના ખર્ચે સિંચાઈ યોજના અને સિંચાઈની સુવિધા આપવામાટે સરકારે કમર કસી છે.

ડાંગ જિલ્લાને સંપૂર્ણ રસાયણમૂકત ખેતી કરતો જિલ્લો બનાવાશે

ડાંગ જિલ્લાને સંપર્ણ પણે રસાયણ મૂકત ખેતી કરનાર જીલ્લો બનાવવા માટે પ્રાકૃતિ ખેતી કરનાર ખેડુતોને પ્રથમ વર્ષ 10, બીજા વર્ષે 6 હજારસહિત 32 કરોડ રૂપીયા ઓર્ગેનીક તેમજ પ્રાકૃતિ ખેતી આધારીત ફળ અને શાકભાજીના ઉત્પાદન અને વેચાણ માટે ઓર્ગેનીક અને એગ્રીકલ્ચર માર્કેટ માટે 20 કરોડ ફાળવવામાં આવ્યા છે. ઓટોમેટીક વેધર માટે 12 કરોડની ફાળવણી કરવામા આવી છે.

બંદરોનો વિકાસ થશે

નવાબંદર, માઢવાડ, વેરાવળ, પોરબંદર, સુત્રાપાડા જેવા બંદરોના વિકાસ કુદરતી આપદા સામે બોટો પાર્કિંગ જરૂરી સુવિધા માટે 97 કરોડ, પ્રોટીંગ જેટી માટે 25 કરોડ, પ્રાથમિક સુવિધા માટે 3 કરોડ, જળાશયના કેજકલ્ચર માટે 2 કરોડ જેવી જોગવાઈ કરવામાં આવી છે.