Abtak Media Google News

કોઈ પણ વસ્તુ – પ્રોડક્ટ્સને બજારમાં ઓળખ આપવામાં મહત્વપૂર્ણ ભાગ જાહેરખબર આપતી હોય છે. હાલના સમયમાં  ડિજિટલ મીડિયા તેમજ નામાંકિત વ્યક્તિઓ પાસે તેમની પ્રોડક્ટ્સની જાહેરાત કરાવતા હોય છે. સિક્કાની બે પાસાની જેમ જાહેરખબરના ફાયદાની સાથે ગેરફાયદો પણ છે. અમુક લોકો લોભામણી જાહેરાતો આપીને પ્રજાને ગેરમાર્ગે દોરવાનું ષડયંત્ર કરતા હોય છે. જેને ડામવા સરકારે ગેરમાર્ગે દોરનારા અવાસ્તવિક દાવાઓ કરતી જાહેરખબરો માટે સ્પષ્ટ માર્ગદર્શિકા જારી કરી છે.

માર્ગદર્શિકા મુજબ અમુક જાહેરખબરોમાં ખૂબ નાના અક્ષરોમાં માહિતીઓ મુકવામાં આવતી હોય છે જેને હવે ધ્યાને લેવામાં આવશે. તેમજ જાહેર ખબરમાં ઉલ્લેખ કરાયેલી તમામ બાબતોમાં પ્રશ્નો કરી શકાશે તેમજ આ તમામ બાબતો માટે જાહેરખબર આપનારથી માંડી જાહેરખબરના એમ્બેસેડર પણ જવાબદાર રહેશે. જેથી કોઈ પણ વ્યક્તિએ હવે જાહેરખબર આપ્યા પૂર્વે તેને લગતી તમામ બાબતોની ખરાઈ કરવી અતિ આવશ્યક બનશે.

સરકાર દ્વારા જાહેરખબર સંહિતાનો મુસદ્દો જારી કરવામાં આવ્યો છે કોઈ સેલિબ્રિટી દ્વારા વ્યકિતગત ટવીટ બ્લોગ, પોસ્ટ કે અન્ય પ્રર્યાપ્ત માધ્યમો દ્વારા કોઈપણ વસ્તુઓના સમર્થનમાં પોતાને અનુભવ કે વસ્તુની સેવાને સમર્થન જારી કર્યું હોય તો તેના માટે તે વાસ્તવિક હોવુ જોઈએ. સરકારે જાહેરખબર માટેની એક આદર્શસંહિતા જારી કરી છે. કોઈપણ દાવેદાર જાહેરખબરમાં નાના અક્ષર અને સ્પર્ધાત્મક જાહેરાતોમાં અવાસ્તવિક સ્થિતિને ગેરમાર્ગે દોરનારી જાહેરાત ગણીને તેને દંડપાત્ર ગણવામાં આવી છે. સરકારના જાહેરખબર આચારસંહિતાના પ્રથમ મુસદામાં જ આ જોગવાઈ કરવામાં આવી છે.

ગ્રાહક બાબતોના મંત્રાલય દ્વારા ગ્રાહક સુરક્ષા ધારા અંતર્ગત આ માર્ગદર્શિકા તૈયાર કરીને તેને પ્રજા માટે અને પક્ષકારોના પ્રતિભાવોની સત્યતા માટે મુકવામાં આવી છે. સરકારે તૈયાર કરેલી આ જાહેરખબરની સંહિતાની પ્રસ્તાવિત માર્ગદર્શિકામાં આકર્ષક જાહોરાત, સ્પર્ધાત્મક જાહેરાતો અને તમામ પ્રકારની જાહેર ખબરમાં પારદર્શકતાનો આગ્રહ રાખવામાં આવ્યો છે. જાહેર ખબરોમાં બ્રાન્ડ એમ્બેસેડર, જાહેર ખબર કરનારાઓ અને તેમની સંસ્થાએ આચારસંહિતાનો કયાંય ભંગ ન થાય તેની તાકિદ રાખવાનું આ માર્ગદર્શિકામાં જણાવાયું છે. એચ.પી. ઈન્કના એશિયાના માર્કેટીંગ હેડ લોઈડ મેથ્યુસે જણાવ્યું હતું કે, હવે જાહેર ખબર ક્ષેત્ર પર એક નિયંત્રણ લાગુ પડશે તેમ છતાં આ નવી માર્ગદર્શિકામાં હજુ ઘણી સ્પષ્ટતા અને ખાસ કરીને સોશિયલ મીડિયા પરના માર્કેટીંગ માટે આ ગાઈડલાઈન લાગુ કરવા માટે ઘણુ કરવાનું રહેશે તેમ ૮૨.૫ કોમ્યુનિકેશનના સીઈઓ કપિલ અરોરાએ જણાવ્યું હતું. જાહેરાતમાં કોઈપણ વસ્તુ લખાયેલી હશે તો તેના માટે પ્રશ્ર્ન ઉઠાવી શકાશે અને ખોટું અર્થઘટન કરનારા લખાણોને પડકારી શકાશે તેમ પ્રતાપ સુલ્તાને જણાવ્યું હતું. જાહેરખબર માટેની આ નવી આચારસંહિતાના મુસદ્દો કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા સંસ્થાન દ્વારા ગ્રાહક સુરક્ષા ધારા ૨૦૧૯ અંતર્ગત તૈયાર કરવામાં આવ્યો છે. આ જાહેર ખબરો દ્વારા ગેરમાર્ગે દોરીને ગ્રાહકોને ન છેતરી અવેધ ધંધો કરનારાઓ પર નિયંત્રણ લાવવાનો છે. આ નવી માર્ગદર્શિકા ઉત્પાદકો, પ્રોવાઈડર, જાહેરખબર સંસ્થાનો સાથે સાથે બ્રાન્ડ એમ્બેસેડરોને પણ ગેરમાર્ગે દોરનારી જાહેરખબરો માટે જવાબદાર ગણવામાં આવશે. એક પરીપત્રથી આ આચારસંહિતા તમામ પ્રકારની જાહેર ખબરો એડવર્ટાઈઝીંગ માર્કેટીંગ, કોમ્યુનિકેશન અને તમામ પ્રકારના માધ્યમોના પ્રકાર, રૂપ અને તેના માધ્યમને લાગુ પડી જશે.

તમામ પ્રકારની જાહેરાતોમાં પારદર્શિતા લાવવા સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય

ગ્રાહક સુરક્ષા ધારા અંતર્ગત જાહેરખબર માટેની આદર્શસંહિતા જારી કરાઈ છે. જે મુજબ કોઈ પણ દાવેદાર સ્પર્ધાત્મક જાહેરખબરમાં અવાસ્તવિક સ્થિતિને ગેરમાર્ગે દોરનારી જાહેરાત ગણીને તેને દંડપાત્ર ગણવામાં આવી છે. સરકારના જાહેરખબર આદર્શસંહિતાના પ્રથમ મુસદ્દામાં જ આ જોગવાઈનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. માર્ગદર્શિકામાં આકર્ષક જાહેરાતો, સ્પર્ધાત્મક જાહેરાતો અને તમામ પ્રકારની જાહેરખબરમાં પારદર્શિતા લાવવા સરકારે પ્રયત્ન કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.