Abtak Media Google News

ભારતીય રેલ્વે દ્વારા મુસાફરી કરો છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ વિશેષ છે. ખરેખર, ટ્રેનની ટિકિટોને લઈને ભારતીય રેલ્વે મોટો ફેરફાર કરવા જઈ રહી છે. રેલ્વે 1 એપ્રિલથી મુસાફરો માટે નવી સુવિધા શરુ કરવા જઈ રહી છે. હવે તમને એરલાઈન્સની જેમ રેલવેમાં પણ સંયુક્ત પેસેન્જર નામ રેકોર્ડ (PNR) જારી કરશે. ટ્રેન દ્વારા મુસાફરી કરતા દરેક નાગરિકને તેનો લાભ મળશે. ભારતીય રેલ્વેએ નવી યોજના શરૂ કરી

1 એપ્રિલથી રેલ્વેએ તેના મુસાફરો માટે નવી યોજના શરુ કરવાની તૈયારી કરી લીધી છે. આ નવી યોજના હેઠળ તમને એરલાઇન્સની જેમ એક જ મુસાફરી દરમિયાન એક પછી બીજી ટ્રેનો દ્વારા મુસાફરીની સ્થિતિમાં હવે સંયુક્ત પેસેન્જર નામ રેકોર્ડ (PNR) મળશે. આની મદદથી પ્રથમ ટ્રેનના વિલંબને લીધે, જો બીજી ટ્રેન છૂટવાની સ્થિતિ બને તો તમે કોઈપણ ચાર્જ વિના તમે તમારી ટિકિટ કેન્સલ કરી શકો છો.

જાણો શું છે ફેરફાર?

નવા નિયમો બધા ક્લાસ માટે લાગુ પડશે. એક જ પીએનઆર હોવા પર, તમે એક પીએનઆરને કેન્સલ કરી તમારી બીજી ટ્રેનનું રિફંડ કોઈપણ ચાર્જ વિના મેળવી શકો છો. બીજી ટ્રેનનું રિફંડ મેળવવું પણ સરળ થઇ જશે. જો તમે 2 ટ્રેન બુક કરો છો, તો તમારા નામ પર 2 પીએનઆર જનરેટ થશે. પરંતુ 1 એપ્રિલથી ભારતીય રેલવેએ નિયમોમાં ફેરફાર કરવાની સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. જેના હેઠળ 2 પીએનઆરને લિંક કરવું સહેલું કરી દીધું છે, પછી તમે ઓનલાઇન ટિકિટ બુક કરાવી હોય કે કાઉન્ટર પરથી લીધી હોય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.