Abtak Media Google News

ભારતીય જનતા પાર્ટીએ મારી સાથે અન્યાય કર્યો- વર્ષાબા 

સત્તામાં આવવાની તીવ્ર ઈચ્છા હોય, અને જીતની પણ લોકો અને પાર્ટી એમ બને પાસેથી મજબૂત આશા હોય, એવામાં “કાંચું” કંપાઈ જાય તો દુખ થાય એ સ્વભાવિક છે પરતું કોઈ મહિલા રાજકારણી કાર્યાલયની બહાર ધ્રુસકે ધ્રુસકે રડી પદ માટે માંગણી કરે એ જરૂર નવાઈ પમાડે. આવું જ કઈક આજરોજ ભાવનગરના ભાજપના મહિલા ઉમેદવાર વર્ષાબા સાથે બન્યું. 6 મહાનગર્પાલિકાઓના નવા પદાધિકારીઓની આજરોજ નિમણૂક કરવામા આવી છે. ત્યારે ભાવનગરના મેયર, ડે. મેયર જાહેર થતાં જ ભાવનગર ભાજપમાં હોબાળો મચી ગયો છે. મેયર પદના દાવેદાર વર્ષાબાનું નામ જહેર ન થતા જીતુ વાઘણી પર આક્ષેપો કર્યા છે. એટલું જ નહીં મીડિયાની સમક્ષ જાહેરમાં ભાવુક થતાં ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા.

રડતાં રડતાં વર્ષાબાએ મીડિયા સમક્ષ નિવેદન આપતા કહ્યું કે હું માત્ર ક્ષત્રિય નહીં પણ બધા સમાજની મહિલા છું. જીતુભાઈ વાઘાણીએ કીર્તિબેન દાણીધારીયાનું નામ જાહેર કર્યું છે. ભારતીય જનતા પાર્ટીએ મૈયર પદ માટે કીર્તિબેન દાણીધારીયાની નિમણૂક કરી મારી સાથે અન્યાય કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, છ મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં ભાજપે ભવ્ય વિજય મેળવ્યા બાદ આજે રાજકોટ, જામનગર, સુરત, ભાવનગર, વડોદરા અને અમદાવાદના મેયર, ડેપ્યુટી મેયર સહિત અન્ય હોદ્દેદારોની પસંદગી કરવામાં આવી છે. ત્યારે વાત કરીએ ભાવનગરના નવ નિયુકત પદાધિકારીઓની તો મેયર તરીકે કિર્તીબેન દાણીધારિયાની વરણી કરાઈ છે. જ્યારે ભાવનગરના ડેપ્યુટી મેયર તરીકે કૃણાલ શાહ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે ધીરુભાઈ ધામેલિયાની નિમણૂક થઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.