Abtak Media Google News

રાજુલા તાલુકાના પીપાવાવ પોર્ટની અંદર કન્ટેનર યાર્ડ પાસે બાવળની કાર નજીક ૩ સિંહો શિકાર ની શોધમાં આવી ચડતા ફફડાટ ફેલાયો હતો.

મળતી વિગત મુજબ રાજુલા તાલુકાના પીપાવાવ પોર્ટની અંદર કન્ટેનર યાર્ડ પાસે ૩ સિંહો કુતરાનો શિકાર કરવા આવી ચડયા હતા. જેમાં એક સિંહ બે શ્વાન પાછળ છુપાઇ ને શિકાર કરે તે પહેલા જ બન્ને શ્વાનએ છલાંગ લગાવી જીવ બચાવવા ભાગ્યા હતા. કુતરાઓ ડરી જઇ સિંહને જોતા જ નાસી છુટયા હતા. ત્યારબાદ સિંહોએ પીપાવાવ પોર્ટની અંદર કન્ટેનર પાર્ક નજીક અડિંગો જમાવતા લોકોમાં પણ ભય ફેલાયો છે. જો કે બનાવને પગલે સ્થાનીક વન વિભાગના ટ્રેકરો ઘટના સ્થળે પહોંચી જઇ લોકોને ડરમુકત કર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.