Abtak Media Google News

દેશમાં ૬૬ ટકા વાહનોને થર્ડ પાર્ટી વિમો નથી

વડી અદાલતે આપેલા ચુકાદા બાદ સપ્ટેમ્બર મહિનાથી દેશમાં વાહનો થર્ડ પાર્ટી વિમા વગર વેંચી શકાશે નહીં

આગામી તા.૧લી સપ્ટેમ્બરી નવા વાહનો ખરીદનારને થર્ડ પાર્ટી વિમો લેવો ફરજીયાત છે. વડી અદાલતના આદેશ અનુસાર નવી ફોર વ્હીલર ખરીદનારને ૩ વર્ષ અને ૨ વ્હીલર ખરીદનારને ૫ વર્ષનો થર્ડ પાર્ટી વિમો ફરજીયાત લેવો પડશે.

સુપ્રીમ કોર્ટે ચુકાદામાં કહ્યું છે કે, થર્ડ પાર્ટી વિમા વગર વાહનો વેંચવા દેવાશે નહીં. અહીં ઉલ્લેખનીય છે કે, હાલ વાહન ખરીદતી વખતે માત્ર એક વર્ષનો થર્ડ પાર્ટી વિમો લેવાનો હોય છે. ત્યારબાદ તેને વાર્ષિક પધ્ધતિથી રિન્યુ કરવામાં આવે છે. થર્ડ પાર્ટી વિમા વગર વાહન ચલાવવું ગેરકાયદે છે.

હાલ વડી અદાલતનો ચુકાદો થર્ડ પાર્ટી વિમા કવચ પુરતો જ છે. ૧લી સપ્ટેમ્બરી દેશમાં કાર અને દ્વિચક્રિય વાહન થર્ડ પાર્ટી વિમા વીના વેંચી કે ખરીદી શકાશે નહીં. મોટાભાગે વાહન ખરીદવાય ત્યારે થર્ડ પાર્ટી વિમો આપવામાં આવતો હોય છે. પરંતુ ત્યારબાદના વર્ષોમાં થર્ડ પાર્ટી વિમો રિન્યુ કરાતો નથી. દેશમાં હાલ ૧૮ કરોડ વાહનો રજિસ્ટર્ડ છે જેમાંથી માત્ર ૬ કરોડ વાહનો જ વીમા કવચ ધરાવે છે.

અગાઉ વડી અદાલતે ગઠીત કરેલી સમીતીએ વાહન સુરક્ષા બાબતે ફરજીયાત વિમાની ભલામણ કરી હતી. વાહન ખરીદ્યાના પ્રથમ વર્ષ બાદ મહત્તમ વાહન માલીકો વિમો રિન્યો કરાવતા નથી. આ ભલામણને ન્યાયાધીશ મદન લોકુર અને દિપક ગુપ્તાની ખંડપીઠે માન્ય રાખી છે.

આ સુનાવણી સમયે કેન્દ્ર સરકારે દલીલ કરી હતી કે, લોકો સામાન્ય રીતે થર્ડ પાર્ટી વિમો લેવા ઉત્સાહી રહેતા ની. કેમ કે તેનાી વાહનના વિમાનું પ્રિમીયમ વધી જાય છે. બીજી તરફ વિમા કંપનીએ કહ્યું હતું કે, થર્ડ પાર્ટી વિમો એક સાથે ૩ અને ૫ વર્ષ માટે આપી શકાય છે.

વડી અદાલતના ચુકાદાના કારણે આગામી તા.૧લી સપ્ટેમ્બરી દ્વિચક્રીય વાહનો માટે ૫ વર્ષ અને ફોર વ્હીલર માટે ત્રણ વર્ષનો થર્ડ પાર્ટી વિમો ફરજીયાત બની જશે. પરિણામે વાહન ખરીદતી સમયે નાણાનો ખર્ચ પણ વધશે અને વિમાનું પ્રિમીયમ પણ વધશે. એકંદરે કુલ ખર્ચમાં મહદઅંશે વધારો થશે તેવું માનવામાં આવી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.