Abtak Media Google News

લાલુ-રાબડી ઉપરાંત પુત્ર તેજસ્વી યાદવની પણ સંડોવણી

રેલ્વે કૌભાંડમાં સીબીઆઇએ ગઇકાલે આરજેડી અઘ્યક્ષ લાલુ યાદવ, બિહારના પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી અને તેમના પુત્ર તેજસ્વી યાદવ સહીતના ૧૧ લોકો વિરુઘ્ધ ચાર્જ શીટ ફાઇલ  કરતા લાલુ પરિવાર ઉપર કાનુની સકંજો ફસાયો છે.

સીબીઆઇના સુત્રોમાં જણાવ્યા મુજબ યુપીએ શાસન કાળમાં લાલુપ્રસાદ યાદવ રેલવે મંત્રી હોવાના નાતે બે હોટલોને રેલવે સામે કોન્ટ્રાકટ અપાવ્યો હતો જેમાં બદલામાં કિંમતી જમીન મેળવી હોવાના આરોપ લાગતા આ મામલે સીબીઆઇએ તપાસ નો અંતે લાલુપ્રસાદ યાદવ, તેમના પત્ની અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી તેમજ તેમના પુત્ર અને વિપક્ષી નેતા તેજસ્વી યાદવ વિરુઘ્ધ દસ્તાવેજી પુરાવા એકતીત કરી ચાર્જ શીટ ફાઇલ કરી છે.

ઉલ્લેખનીય વે કે લાલુપ્રસાદ યાદવ વિરુઘ્ધ અગાઉ ઘાસચારા કૌભાંડમાં સજા પડી ચૂકી છે ત્યારે લાલુ પુત્ર તેજસ્વી યાદવ પહેલી વખત જ સીબીઆઇની ઝપટે ચડયા છે.

આઇઆરસીટીલીના આ ચકાસણી કેસમાં લાલુ પરિવાર ઉપરાંત રેલવે ગ્રુણ જનરલ મેનેજર બી.કે. અગ્રવાલ, પૂર્વ મેનેજીંગ ડીરેકટર પી.કે.યોગલ, આઇઆરસીટીસીનો ડીરેકટર  રાકેશ સકસેના, ભૂતપૂર્વ જી.જે.એમ આર.કે. ગોગીયા, તેમજ લાલુના નજીકના લગાવો સહીત ૧૧ લોકો સામે ચાર્જ શીટ ફાઇનલ થયું છે. અને તપાસ વિરુઘ્ધ પુરતા પુરાતા હોય રેલવે કૌભાંગમાં લાલુ અને તેમના પરિવાર સહીતના અન્ય લોકો ફરતે કાનુની ગાળીયો મજબુત બન્યો છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.