Abtak Media Google News

‘હીલિંગ ધ ઈકોનોમીઃ એસ્ટીમેટીંગ ધ ઈકોનોમિક ઓફ ઈન્ડિયાઝ વેક્સિનેશન એન્ડ રિલેટેડ મેઝર્સ’: સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના અહેવાલમાં અનેક મુદ્દે પ્રસંશા

કોરોના સમયગાળા દરમિયાન ભારતના અભૂતપૂર્વ પ્રયાસો આખી દુનિયાએ જોયા છે. ભારત સરકારે તેના દેશના લોકોના જીવની સાથે સાથે અન્ય ઘણા દેશોના લોકોના જીવ બચાવ્યા છે. સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસને રોકવામાં ભારતીય રસીઓએ મહત્વની ભૂમિકા ભજવી છે. આ દિશામાં ભારત સરકારના નિર્ણયોને લઈને એક રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં સરકારના પગલાંને યોગ્ય ઠેરવવામાં આવ્યા છે.  ભારતમાં રસીકરણ અભિયાન ચલાવીને ૩૪ લાખથી વધુ લોકોના જીવન સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યા છે તેવો રિપોર્ટ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીએ જાહેર કર્યો છે. આ સિવાય સમયાંતરે લેવામાં આવેલા અન્ય પગલાઓને કારણે પણ દેશને ૧૮.૩ બિલિયન ડોલરના નુકસાનથી બચાવી લેવામાં આવ્યો છે.

સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના અહેવાલ ‘હીલિંગ ધ ઈકોનોમીઃ એસ્ટીમેટીંગ ધ ઈકોનોમિક ઓફ ઈન્ડિયાઝ વેક્સિનેશન એન્ડ રિલેટેડ મેઝર્સ’માં આ હકીકત બહાર આવી છે.  શુક્રવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ વીડિયો કોન્ફરન્સ દ્વારા સ્ટેનફોર્ડમાં આયોજિત ‘ધ ઈન્ડિયા ડાયલોગ’ કોન્ફરન્સમાં ભાગ લઈને આ રિપોર્ટ જાહેર કર્યો હતો. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના રિપોર્ટમાં પ્રથમ લોકડાઉનથી લઈને રસીકરણ સુધી અને તે દરમિયાન, કૃષિ, એમએસસમઇ, ગરીબ, મજૂરો અને લોકોના અન્ય વર્ગો માટે સમયાંતરે જાહેર કરાયેલા પેકેજની અસરોનું વિગતવાર વિશ્લેષણ કરવામાં આવ્યું છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે રિપોર્ટમાં કોરોનાને લઈને ભારતની રણનીતિની સમીક્ષા કરવામાં આવી છે. આમાં, ભારતમાં યોગ્ય સમયે લાદવામાં આવેલા લોકડાઉનની પ્રશંસા કરવામાં આવી છે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ૧૧ એપ્રિલ ૨૦૨૦ સુધી ભારતમાં કોરોના કેસની સંખ્યા માત્ર ૭૫૦૦ પર પહોંચી હતી પરંતુ લોકડાઉન ન હોત તો આ સંખ્યા ૨ લાખની આસપાસ પહોંચી ગઈ હોત. લોકડાઉન લાગુ થયા પછી પણ બે લાખ લોકો મોતના મુખમાંથી બચી ગયા છે તેવું રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યું છે.

આ સિવાય રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે લોકડાઉનને કારણે એક લાખ લોકોના જીવ બચ્યા છે.  જો દેશમાં લોકડાઉન ન લાદવામાં આવ્યું હોત તો ૧૧ એપ્રિલ, ૨૦૨૦સુધીમાં કોરોના કેસની સંખ્યા ૨ લાખને આંબી જવાના એંધાણ હતા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ભારતને પ્રથમ લહેરમાં ટોચ પર પહોંચવામાં ૧૭૫ દિવસનો સમય લાગ્યો હતો. જ્યારે રશિયા, કેનેડા, ફ્રાન્સ, ઇટાલી અને જર્મનીમાં કોવિડના કેસ માત્ર ૫૦ દિવસમાં ટોચ પર પહોંચી ગયા છે.

આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારતે સક્રિય અને વર્ગીકૃત રીતે સમગ્ર-સરકાર અને સમગ્ર-સમાજનો અભિગમ અપનાવ્યો છે અને આ રીતે અસરકારક સંચાલન માટે સર્વગ્રાહી પ્રતિભાવ વ્યૂહરચના અપનાવી છે.

લોકડાઉન કોરોના સામે લડવા માટેનું અત્યંત મહત્વપૂર્ણ પગલું !!

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે રિપોર્ટમાં કોરોનાને લઈને ભારતની રણનીતિની સમીક્ષા કરવામાં આવી છે. આમાં, ભારતમાં યોગ્ય સમયે લાદવામાં આવેલા લોકડાઉનની પ્રશંસા કરવામાં આવી છે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ૧૧ એપ્રિલ ૨૦૨૦ સુધી ભારતમાં કોરોના કેસની સંખ્યા માત્ર ૭૫૦૦ પર પહોંચી હતી પરંતુ લોકડાઉન ન હોત તો આ સંખ્યા ૨ લાખની આસપાસ પહોંચી ગઈ હોત. લોકડાઉન લાગુ થયા પછી પણ બે લાખ લોકો મોતના મુખમાંથી બચી ગયા છે તેવું રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યું છે.

આ સિવાય રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે લોકડાઉનને કારણે એક લાખ લોકોના જીવ બચ્યા છે.  જો દેશમાં લોકડાઉન ન લાદવામાં આવ્યું હોત તો ૧૧ એપ્રિલ, ૨૦૨૦સુધીમાં કોરોના કેસની સંખ્યા ૨ લાખને આંબી જવાના એંધાણ હતા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ભારતને પ્રથમ લહેરમાં ટોચ પર પહોંચવામાં ૧૭૫ દિવસનો સમય લાગ્યો હતો. જ્યારે રશિયા, કેનેડા, ફ્રાન્સ, ઇટાલી અને જર્મનીમાં કોવિડના કેસ માત્ર ૫૦ દિવસમાં ટોચ પર પહોંચી ગયા છે.

કેન્દ્ર સરકારના રાહત પેકેજ કૃષિ, એમએસએમઇ, ગરીબ-મધ્યમ વર્ગ માટે બુસ્ટર ડોઝ સમાન !!

સમયાંતરે લેવામાં આવેલા અન્ય પગલાઓને કારણે પણ દેશને ૧૮.૩ બિલિયન ડોલરના નુકસાનથી બચાવી લેવામાં આવ્યો છે. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના અહેવાલ ‘હીલિંગ ધ ઈકોનોમીઃ એસ્ટીમેટીંગ ધ ઈકોનોમિક ઓફ ઈન્ડિયાઝ વેક્સિનેશન એન્ડ રિલેટેડ મેઝર્સ’માં આ હકીકત બહાર આવી છે.

શુક્રવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ વીડિયો કોન્ફરન્સ દ્વારા સ્ટેનફોર્ડમાં આયોજિત ‘ધ ઈન્ડિયા ડાયલોગ’ કોન્ફરન્સમાં ભાગ લઈને આ રિપોર્ટ જાહેર કર્યો હતો. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના રિપોર્ટમાં પ્રથમ લોકડાઉનથી લઈને રસીકરણ સુધી અને તે દરમિયાન, કૃષિ, એમએસસમઇ, ગરીબ, મજૂરો અને લોકોના અન્ય વર્ગો માટે સમયાંતરે જાહેર કરાયેલા પેકેજની અસરોનું વિગતવાર વિશ્લેષણ કરવામાં આવ્યું

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.