Abtak Media Google News

અકોટા મત વિસ્તારના યુવાનો માટે ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કર્યું: મંત્રી પરસોત્તમ ‚રુપાલા ઉદ્ઘાટન કરશે

વડોદરાના અકોટા મતવિસ્તારમાં ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ ભારતીય જનતા પાર્ટીના રાજકારણમાં સતત વિવાદોમાં રહેવાી મંત્રી મંડળમાં મહત્વનો મોભો ધરાવતા હોવા છતાં પડતાં મૂકાયેલા સૌરભ પટેલ (દલાલ) હવે વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવતાની સો વડોદરામાં પુન: સક્રિય ઇ ગયા છે. મંત્રી પદ જેવી રીતે છીનવી લેવામાં આવ્યુ છે તેવી જ રીતે ધારાસભ્ય તરીકેનું પદ પણ છીનવાઇ ન જાય તેની તકેદારીના ભાગરૂપે રાજકીય ધમપછાડા શરૂ કરી દીધા છે.

રાજકીય અસ્તિત્વ ટકાવવા માટે પૂર્વ મુખ્યમંત્રી આંનંદીબેન પટેલની નિકટમાં અચાનક પહોંચી ગયેલા સૌરભ પટેલ દ્વારા છેલ્લા ોડા સમયી વડોદરાના અકોટા મતવિસ્તારમાં ભજન, ડાયરાના જાહેર કાર્યક્રમો શરૂ કરી દીધા છે. તેમનાતોછડા સ્વભાવનો વડોદરાના કાર્યકરો અનેક વખત ભોગ બન્યા છે, તેમાં વિપરીત બદલાવ આવી ગયો છે. કાર્યકરોના નિવાસસને પહોંચીને તેમના પરિવારની સો ભોજન લેવાનું પણ શરૂ કરી દઇને કાર્યકરને મનાવવામાં કામે લાગી ગયા છે.

આ સંજોગોમાં યુવાનોની ટોળી પર વર્ચસ્વ જમાવવા માટે ફક્ત અકોટા વિધાનસભા મતવિસ્તારની અકોટા પ્રીમિયર લીગ નામે ક્રિકેટ ટુર્નામેન્ટનું પણ આયોજન કરી દીધુ છે. જેમાં વિધાનસભા મતવિસ્તારના જ લગભગ ૨૪૦૦ યુવા ખેલાડીઓ ભાગ લે તેવી ગણતરી મંડાઇ રહી છે. આ આયોજન ભારતીય જનતા પાર્ટી પરિવારનું કહેવામાં આવી રહ્યુ છે. જો કે, આ આખા આયોજનની પડદા પાછળની ભૂમિકામાં સૌરભ પટેલ વડોદરામાં જેમના કારણે બદનામ યા છે તે ઉદ્યોગકારોની ટોળકી જ કાર્યરત હોવાની કાર્યકરોની હજી પણ નારાજગી છે.

આ મામલે મંગળવારે સૌરભ પટેલે જણાવ્યુ હતુ કે, આગામી ૨૭મી એપ્રીલ ી ૧૭મી મે સુધી અકોટા સ્ટેડિયમ ખાતે ટુર્નામેન્ટ યોજાશે. જેમાં ૧૬૦ ટીમો ભાગ લેનાર છે. આ ટીમોમાં ભાગ લેનાર ખેલાડી માત્ર અકોટા મત વિસ્તારનો જ રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.