Abtak Media Google News

દેશના ધાર્મિક સ્ળોમાં મેનેજમેન્ટ ઉપર નજર રાખવા કમિટી ગઠન કરવા કોર્ટનો આદેશ

વડી અદાલતે ધાર્મિક સ્ળોમાં શ્રધ્ધાળુઓની સવલતો અને વ્યવસ જાણવવા માટે કેન્દ્ર સરકારને ટકોર કરી છે. ઘણી વખત ધાર્મિક સ્ળોએ ગઠીયાઓ દ્વારા શ્રધ્ધાળુઓ સાથે છેતરપિંડી થઈ હોવાના કિસ્સા સામે આવતા હોય છે. માટે ધાર્મિક સનોમાં શ્રધ્ધાળુઓની સવલતો જાળવવા અદાલતે ચિંતા વ્યકત કરી છે.

તાજેતરમાં પુરીના જગન્ના મંદિરના શ્રધ્ધાળુઓએ અદાલતને પીઆઈએલ આપી હતી. જે મુદ્દે ન્યાયાધીશ એ.કે.ગોયલ અને અશોક ભુષણની વેકેશન ખંડપીઠે ધર્મસનોએ છેતરપિંડી ન થાય તેવું સુનિશ્ર્ચિત કરવા કેન્દ્ર સરકારને ટકોર કરી છે. કોમર્શીયલાઈઝન રોકવાનું પણ સુચન અદાલત દ્વારા કરવામાં આવ્યું છે. ખંડપીઠે કહ્યું હતું કે, ધર્મ સનોની મુલાકાત લેતા લાખો શ્રધ્ધાળુઓનો ગેરલાભ ના ઉઠાવાય. વિશ્ર્વાસઘાત ન થાય તા દાનનો દૂરઉપયોગ ન થાય તેવું સુનિશ્ર્ચિત કરવું જરૂરી છે. ખંડપીઠે અગત્યના ધર્મસ્ળોએ મેનેજમેન્ટ માટે કમિટિનું ગઠન કરવા કેન્દ્રને આદેશ આપ્યો છે. પરિણામે હવેથી ધાર્મિક સ્ળોએ શ્રધ્ધાળુઓ સાથે થતી છેતરપિંડીમાં ઘટાડો થશે તેવી અપેક્ષા સેવવામાં આવી રહી છે.

ખંડપીઠે વધુમાં ઉમેયું હતું કે, ધાર્મિક સ્ળોએ શ્રધ્ધાળુઓની સવલતો જાળવવી વિશાળ જનહીતમાં છે. ર્તિયાત્રાના કેન્દ્રો દ્વારા સામાજીક ઈતિહાસ અને આર્કીટેકચરલ મહત્વ જાળવવામાં આવે તેવું જરૂરી છે. લાખો લોકો ધર્મ સનોની મુલાકાત માત્ર હરવા-ફરવા માટે નહીં પણ અંતરસ્ફુરણા અને શાંતિ માટે લેતા હોય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.