Abtak Media Google News

તા. ૭.૭.૨૦૨૩ શુક્રવાર, સંવંત ૨૦૭૯ અષાઢ વદ પાંચમ, શતતારા  નક્ષત્ર, આયુષ્ય  યોગ, કૌલવ કરણ આજે   જન્મેલાંની ચંદ્રરાશિ  કુંભ (ગ ,સ,શ) રહેશે.

મેષ (અ,લ,ઈ) : મનમાં અન્ય પ્રત્યે અભાવ આવી શકે છે પરંતુ નકારાત્મક વિચારો ટાળવા સલાહ છે,દિવસ મધ્યમ રહે.

વૃષભ (બ,વ,ઉ) : ઉતાવળે કાર્ય નહિ કરી શકો ધીમી પ્રગતિ જોવા મળે,કામકાજમાં સફળતા મળે.

મિથુન (ક,છ,ઘ) : સંઘર્ષ પછી સફળતા મળે, ધંધો રોજગાર શોધતા મિત્રો માટે શુભ,પ્રગતિકારક દિવસ.

કર્ક (ડ,હ) : તમે કરેલા કાર્યના સારા પરિણામ મેળવી શકશો, પોઝિટિવ વિચારોથી આગળ વધશો તો અવશ્ય કાર્યસિદ્ધિ મળશે.

સિંહ (મ,ટ) : અટવાયેલા કાર્ય પૂર્ણ થાય, કોર્ટ કચેરીમાં સારું રહે, ઘણા સમય થી રાહ જોઈ રહ્યા હોય તેવી બાબતો સામે આવે.

કન્યા (પ,ઠ,ણ) : લાગણીના સંબંધોમાં સારી અનુભૂતિ  થાય ,અંગત સંબંધોમાં સારું રહે, મનની વાત વ્યક્ત કરી શકો.

તુલા (ર,ત) : સવાર બાજુ દોડધામ રહે,સાંજ ખુશનુમા વીતે,ઈચ્છીત પરિણામ મેળવી શકો, શુભ દિન.

વૃશ્ચિક (ન,ય) : ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રોને સારી તક પ્રાપ્ત થાય, વિદેશ જવા માંગતા મિત્રોને પણ વાત આગળ વધે!.

ધન (ધ,ભ,ફ,ઢ): આધ્યાત્મિક ચિંતન થાય,મનોમંથન કરી શકો, સત્સંગથી સંશયો દૂર થાય , શુભ દિન.

મકર (ખ,જ) : વિલંબ થી પણ તમને કાર્ય માં સફળતા મળે,અંતરાય દૂર થાય,જીવનમાં નવો પ્રકાશ ફેલાતો લાગે .

કુંભ (ગ,સ,શ ) : તમે તમારી જાત સાથે રહી શકો,શોખ અને આનંદની બાબતો કરી શકો, મનોમંથન કરી શકો.

મીન (દ,ચ,ઝ,થ): સવાર બાજુ થોડી કામગીરી રહે,  તમારી પ્રગતિના દરવાજા ખુલતા જણાય,અંતરાયો દૂર થાય.

–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

–શુક્ર મહારાજ સિંહ રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે

આજરોજ તા. ૭.૭.૨૦૨૩ છે. તારીખ ૭, મહિનો ૭ અને વર્ષનો સરવાળો પણ ૭ આમ તારીખમાં ૩ વખત ૭ રિપીટ થાય છે. અંક ૭ પર કેતુનું આધિપત્ય છે. કેતુએ રહસ્યનો ગ્રહ છે જાસૂસીનો ગ્રહ છે કેતુ એ જીવનમાં અચાનક આવતા પરિવર્તન નો ગ્રહ છે કેતુ ઋણાનુબંધનનો ગ્રહ છે. કેતુ માથા રહિત છે અને પોતાની ધૂનમાં છે કેતુ જયારે પ્રભાવી બને ત્યારે અનેક રહસ્યમય બનાવોની હારમાળા જોવા મળે છે વળી કેતુ મુક્તિનો કારક છે તેથી મૃત્યુલોકમાં થી મુક્તિ અપાવનાર ગ્રહ છે માટે માયાને કેતુ પસંદ નથી કેતુ સાધુ છે કેતુ સ્વાન છે કેતુનું જીવન ઘણીવાર દિશાવિહીન જોવા મળે છે કેતુ ઘણા રહસ્યો લઈને ફરે છે અને સમય આવ્યે આ રહસ્યને સમાજની સામે લાવે પણ છે.

ગોચર ગ્રહોની વાત કરીએ તો કલા શૃંગાર અને ભોગ વિલાસના ગ્રહ શુક્ર મહારાજ સિંહ રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે શુક્ર ને રાજા સૂર્ય ના ઘર ની સિંહ રાશિ બહુ માફક નથી આવતી વળી અત્યારે તેઓ સિંહમાં મંગળ સાથે યુતિમાં આવશે જેથી સત્તા ના ગલિયારામાં મહિલાઓનો દમ પણ જોવા મળશે અને રાજનીતિ તથા ઉચ્ચ હોદ્દા પર મહિલાઓ બાબતે કેટલાક વિવાદ અને નવા સમીકરણો જોવા મળશે. જો કે આ સમયમાં શિક્ષણ ક્ષેત્રે ગર્લ્સ આગળ નીકળતી જોવા મળશે.

–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.