Abtak Media Google News

Table of Contents

“કદમ અસ્થિર હોય જેના, તેને રસ્તો નથી જડતો, અડગ મનના માનવીને હિમાલય પણ નથી નડતો”

ઘરમાં વેલણ પકડતી મહિલા આજે દરેક ક્ષેત્રમાં ઉચ્ચત્તમ સ્થાન મેળવી સમાજમાં ગૌરવભેર જીવી રહી છે

કુદરતની અદ્વિતીય રચના એટલે નારી,
સ્ત્રીની વ્યાખ્યા તો થાય જ શી રીતે!
ચિત્રકાર ચિત્રી ન શકે, લેખની લખી ન શકે
કલ્પનાથી કલ્પી ન શકાય, શબ્દોના સાગરમાં
સમાવી ન શકાય
એ જ સ્ત્રી….

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તારીખ 8 માર્ચના રોજ ઉજવવામાં આવે છે. સ્ત્રી એટલે પ્રભુના રંગ મંચ પર એક પણ રીહસલ  વગર તમામ ભૂમિકાને સારી રીતે નિભાવતું કિરદાર  સામાજિક, રાજકારણ અને અર્થવ્યવસ્થાના ક્ષેત્રમાં મહિલાઓની ઉપલબ્ધિઓને માન આપવા માટે વૈશ્વિક સ્તરે ઉજવવામાં આવે છે ભારત દેશની અણનમ સંસ્કૃતિ માં સ્ત્રીનું પાયારૂપ યોગદાન છે. મહિલાઓના અસ્તિત્વને પ્રેરણા આપવા માટે ખાસ વૈશ્વિક સ્તર પર આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. એવું પણ કહેવાતું હોય છે કે દેશના વિકાસમાં મહિલા પોતાની આગવી ભૂમિકા ભજવે છે.

ખાસ મહિલાઓ પોતાની શક્તિઓ થી અવગત થાય અને પોતાના પ્રબળ અસ્તિત્વ માટે જાગ્રત થાય તેના માટે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ની ઉજવણી એ ખૂબ જરૂરી બાબત છે.  અત્યારે સ્ત્રીઓ દરેક ક્ષેત્રમાં પોતાની મહેનત અને લગનથી સીતારાની જેમ ચમકી રહી છે.  તમામ ક્ષેત્રોમાં પણ આજે સ્ત્રીઓ પોતાની આગવી ઓળખ ઊભી કરી રહી છે. ભારત દેશમાં અત્યારે 30 શક્તિકરણ માટે ઘણી કામગીરી કરવામાં આવી રહી છે.જેમાં અત્યારે સ્ત્રી સશક્ત થઈને માત્ર દેશમાં જ નહીં પરંતુ વિશ્વ ફલક પર ભારત દેશનું નામ ગુંજતું કર્યું છે. આજે જ્યારે મહિલા દિવસ છે ત્યારે એવી મહિલાઓની ગાથા અને સફર જોઈએ છે મુશ્કેલીઓની દીવાલને પોતાના દ્રઢ નિશ્ચય રૂપી વજ્ર શસ્ત્રથી તોડી છે અને આજે પોતાના સ્ત્રીત્વ માટે અડીખમ ઉભી છે.

 Screenshot 6 9 મારો ઉદેશ્ય ગ્રામીણ મહિલાઓને સશકિતકરણ કરવાનો છે:પાબીબેન રબારી

અબતક સાથેની વાતચીતમાં કચ્છના જાણીતા આર્ટીઝન પાબીબેન રબારીએ જણાવ્યું હતુકે હું કચ્છના અંજાર તાલુકાના  ભાદ્રોઈગામની વતની છું મેં નાનીઉંમરે  ભરતકામ શરૂ કર્યું મેં ધો.4 પછી શાળા છોડી દીધી હતી અને પછી એમ્બ્રોડરીનુંકામ શરૂ કર્યું અનેહરિ જરી નામની નવી ભરતકામની કલાની શોધ કરી. મનેપહેલેથી જ એમ્બ્રોડરી વર્કમાંરસ હતો. તેમાં નવું નવું શિખતી ગઈ અમારી સમુદાયની મોટાભાગની છોકરીઓ  ભરતકામ કરવામાં વધુ સમય પસાર કરતી હતી. અને ભરતકામ કરવામાં અમારા સમાજની છોકરીઓ મહિલાઓ  નિપુણ હોય છે.જેમને ભરતકામ  એમ્બ્રોડરીમાંરસ હોયતેને શિખવાડવાનો મને ખૂબજ આનંદ આવે છે કે આ કલા યુવાઓ પણ શીખે.મેં પાબીબેન નામની શોપીંગ બેગની લાઈન બનાવવા માટે એક કંપનીની રચના કરીજેનો ઉપયોગ  ઘણી બોલીવુડ અને હોલીવુડ ફિલ્મોમાં થાય છે. લક બાય ચાન્સ માટે મારી  ડિઝાઈન  પસંદ કરાઈ હાલમાં એન્ટરપ્રાઈઝમાં અંદાજીત 50 મહિલા કારીગરો સામેલછે.

Screenshot 7 9 સ્ત્રીઓએ અત્યારે અસત્ય વિરુદ્ધ અવાજ ઉપાડવી જોઈએ: સંગીતાબેન શાહ

સેવા પરમો ધર્મ આ વાક્ય માત્ર શબ્દો રૂપી લાગે પરંતુ સંગીતાબેન ની વાત સાંભળતા એ વાક્ય તમને જીવંત લાગશે કોરોના નો સમયગાળો કદાચ ઘણા બધા પરિવારો માટે કાળરૂપ સાબિત થયો છે તેમાં કોરોના દરમિયાન સંગીતાબેને પણ પોતાના ભરથાર ખોયા હતા પતિના અવસાન સમયે મનમાં ઘણી વિચારણાઓ ચાલી પરંતુ એ સમયે સેવા કરવી એ સંગીતાબેન એ દ્રઢ નિશ્ચય કર્યો હતો અને આજે તેઓ પોતાના પતિની યાદમાં ફ્રી એમ્બ્યુલન્સ સેવા ગરીબો માટે શરૂ કરી છે આ સેવા તમામ ગરીબ પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે સ્ત્રી સશક્તિકરણ ના ઉત્તમ ઉદાહરણ સાથે તેઓએ આજે સમાજ માટે સેવાનું પણ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે તેઓએ અબ તક સાથે વાતચીત દરમિયાન જણાવ્યું કે અત્યારે સ્ત્રીઓએ અસત્ય વિરુદ્ધ આવા જ ઉપાડવી જોઈએ સ્ત્રી એક શક્તિ છે આ વાત દરેક સ્ત્રીઓએ સમજવી જોઈએ.

Screenshot 8 9 ગરીબોની સેવા કરવી એ જ આ પરિવારનો પહેલો ધર્મ છે : ભાગ્યશ્રીબેન મહેતા-જેસરબેન મહેતા

દિવ્યાંગતા તેને કદાચ આપણે ઘણા લોકોના જીવન માટે શ્રાપ ગણી લેતા હોઈએ છીએ આપણે એવું માનતા હોઈએ છીએ કે દિવ્યાંગ વ્યક્તિ અન્યથા કોઈ કામ ન કરી શકે પરંતુ ભાગ્યશ્રીબેન મહેતા અને તેમની કામગીરીએ આપણને ખોટા સાબિત કર્યા છે. તેઓ ભાવનગર ખાતે અંતરંગ નામની કંપની ચલાવે છે જેમાં તેઓ સ્ત્રીઓને પહેલી નજરે ગમી જાય તેવી ખૂબ જ સુંદર કૃતિઓનું નિર્માણ કરાવે છે પરંતુ મહત્વની વાત એ છે કે આ તમામ કૃતિઓ એવી બહેનો નિર્માણ કરે છે કે જે બહેનો સાંભળી નથી શકતા અને બોલી નથી શકતા અને તેઓને આ અંગે કોઈ માહિતી પણ ન હતી પરંતુ ભાગ્યશ્રીબેન અને તેમના પરિવાર એ આ તમામ બહેનોને એક જૂથ કરી તેમને તાલીમ આપે આજે તેઓ તેમની કામગીરી થતી સમાજ વચ્ચે ગૌરવ ભર્યું જીવન જીવી રહ્યા છે સ્ત્રી શક્તિની મશાલ ક્યાંય શોધવી ન પડે જો સ્ત્રી પોતે જ આંતરિક શક્તિઓથી ઉજાગર થઈ આ દેશને આ સમાજને નવી રાહ ચિંધે ધન્ય છે તમામ સ્ત્રીઓને જેમણે સમાજમાં ઉદાહરણરૂપ કામગીરી કરી સ્ત્રીના અસ્તિત્વને અડીખમ કર્યું છે.

Screenshot 5 11 હિંમત હારવાને બદલે અન્ય બાળકો માટે સંસ્થા શરૂ  કરવાનો વિચાર કર્યો : પુજાબેન પટેલ

પ્રયાસ પેરેન્ટ્સ નામની સંસ્થા ચલાવનાર પૂજાબેન પટેલે અબતક સાથે વાતચીત દરમિયાન જણાવ્યું કે   તેઓ ખાસ આ સંસ્થા મનો દિવ્યાંગ બાળકો માટે ચલાવે છે. તેમને સ્ત્રી શક્તિ માટેનું ઉત્તમ ઉદાહરણ એટલે જણાવી શકાય કારણ કે કોઈપણ સ્ત્રી માટે માતા બનવું તે સૌથી મોટી વાત કહેવાય પરંતુ જો સંતાન હોય તો એ માતા પર આભ તૂટી પડે પરંતુ પૂજા બહેને એ સમયે હિંમત હારવા ને બદલે અન્ય બાળકો માટે સંસ્થા શરૂ કરવાનો વિચાર કર્યો અને આજે તેઓ એ દરેક બાળકો માટે માતા અને પરિવાર છે ઘણી મુશ્કેલીઓ બાદ આજે તેઓએ આ સંસ્થામાં બાળકો માટે તમામ સુવિધાઓ પૂરી પાડી છે અને પ્રયાસ પેરેન્ટ સંસ્થા આવા બાળકો માટે એક હૂંફાળો ઘર બનાવ્યું છે.

Screenshot 4 9 પિતાના અવસાન બાદ જાતે જ તમામ જવાબદારીઓ સંભાળી : હેતવીબેન હળવદિયા

આપણા મનમાં કદાચ સ્ત્રીઓ અને પુરુષો માટે રોજગારીમાં પણ વર્ગીકરણ કરતા હોઈએ છીએ આપણે સ્ત્રીઓને ઘણા ખરા કામો માટે અસક્ષમ ગણતા હોઈએ છીએ પરંતુ વાસ્તવિકતામાં સ્ત્રીએ શક્તિ છે કે જે ધારે એ કરી શકે તેમ છે અને આ વાક્યને સાર્થક કર્યું છે હેતવી બેને કે જેઓએ પોતાના પિતાના અવસાન બાદ હિંમત હાર્યા વગર પોતાના પિતાનો ધંધો ફરસાણનો આગળ ચલાવવાનો નિર્ણય કર્યો ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો સમાજે રચેલી ઘણી લક્ષ્મણ રેખાઓને ઓળંગીને આજે તેઓ પોતાના પિતાનો ફરસાણનો ધંધો સંભાળીને પોતાના ઘર પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે તેમને સમાજની દરેક સ્ત્રીઓ માટે એક ઉદાહરણ રૂપ દાખલો પૂરો પાડ્યો છે.

Screenshot 3 11 Screenshot 2 14 સ્ત્રીઓ કોઈપણ કામ માટે સક્ષમ હોય છે જેે ધારે તે કરી શકે તેમ છે: આશકા અને શ્રદ્વા ટાંક

કોઈપણ પરિવાર માટે પિતાની છત્રછાયા એ સૌથી મહત્વપૂર્ણ વાત કહી શકાય અને જ્યારે કોઈ દીકરીઓ પરથી પિતાની છત્ર છાયા છીનવાઈ જાય તો એ પરિવાર પર ઘણી મુશ્કેલીઓ વંટોળાઈ જતી હોય છે અને આવું જ કંઈક બન્યું આશ્કા અને શ્રદ્ધાના પરિવાર સાથે કે જેમના પિતા કોરોના દરમિયાન અવસાન પામ્યા ત્રણ દીકરીઓ કેમ સંભાળવી એ તેમની માતા માટે એક મોટો પ્રશ્ન થઈ પડ્યો હતો. સાથે જ દાદા અને પિતાનો એ પેઢીનો ધંધો કોણ સંભાળે એ પણ પ્રશ્ન થઈ બન્યો હતો

પરંતુ એ સમયે આ બંને દીકરીઓએ પોતાની માતાનો ખંભો બની અને તેમના પેઢીના ધંધાની એક કડી બની અવિરત શરૂ રાખ્યો અને આજે આ બંને દીકરીઓ ઘણી મુશ્કેલીઓને પર થઈ સમાજના એ બંધનોને તોડી તેમનો ધંધો સાધના ભેળ આજે પણ લોકો સમક્ષ અડીખમ રાખી અને લોકોની પહેલી પસંદ બનાવી અને મહિલા દિવસનું સૌથી ઉત્તમ ઉદાહરણ કહી શકાય. અને તમામને ખૂબજ સારૂ મહેનતાણું મળી રહ્યું છે. મારો ઉદેશ્ય એટલો છે કે ગ્રામીણ મહિલાઓને વધુમાં વધુ સશકત કરવું તેમને આત્મનિર્ભર બનાવવી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.