Abtak Media Google News
  • રાહુલ ગાંધીએ લોકો સમક્ષ જાતિગત વસ્તી ગણતરી, આર્થિક સર્વે, સામાજિક સમાનતા, અગ્નિવીર જેવા અનેક મુદ્દાઓ પર પોતાની વાત રજૂ કરી.
  • રાહુલ ગાંધીએ ભરૂચના લોકો સમક્ષ ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા માટે પ્રચાર કર્યો.

Gujarat News :  આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી ઇન્ડિયા ગઠબંધન હેઠળ ગુજરાતમાં લોકસભા ચૂંટણી લડવા જઈ રહી છે. હાલ કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા અને સાંસદ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ચાલી રહી છે. આજે 9 માર્ચના રોજ રાહુલ ગાંધી પોતાની ન્યાય યાત્રા સાથે ભરૂચ લોકસભાના નેત્રંગ ખાતે પહોંચ્યા હતા. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને ભરૂચ લોકસભા ઉમેદવાર ચૈતરભાઈ વસાવાના ધર્મપત્ની વર્ષાબેન અને શકુંતલાબેને રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું હતું.

Chaitar Vasava

ભારત જોડો યાત્રા

રાહુલ ગાંધી અને ચૈતર વસાવાએ સાથે મળીને ભારત જોડો ન્યાય યાત્રાને આગળ વધારી હતી. આ દરમિયાન રાહુલ ગાંધીએ લોકો સમક્ષ જાતિગત વસ્તી ગણતરી, આર્થિક સર્વે મુદ્દે, સામાજિક સમાનતા, અગ્નિ વીર જેવા અનેક મુદ્દાઓ પર પોતાની વાત રજૂ કરી હતી.

Bharat Jodo Yatra

નેત્રંગમાં આમ આદમી પાર્ટી દેડીયાપાડા ધારાસભ્ય અને ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર ચૈતર વસાવાના સમર્થનમાં જન સૈલાબ ઉમટ્યું.

નેત્રંગમાં આમ આદમી પાર્ટી દેડીયાપાડા ધારાસભ્ય અને ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર ચૈતર વસાવાના સમર્થનમાં જન સૈલાબ ઉમટ્યું

આ દરમિયાન આમ આદમી પાર્ટીના લોકપ્રિય નેતા અને ભરૂચ લોકસભા સીટના ઉમેદવાર ચૈતર વસાવાએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, હાલ ભાજપનું ભય, ભ્રમ અને ભ્રષ્ટાચારનું શાસન ચલાવી રહી છે અને તેના વિરોધમાં કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીજીએ ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત કરી છે. 28 વર્ષથી વધુ સમયથી લોકો ભાજપને મત આપી રહ્યા છે તેમ છતાં પણ ભાજપ સરકાર એક સારું શાસન ચલાવવામાં અને લોકોને ન્યાય આપવામાં નિષ્ફળ રહી છે. હાલ રાહુલ ગાંધીજીને ન્યાય યાત્રાના કારણે લોકોમાં ખૂબ જ ઉત્સાહ છે. આ લોકોનું સમર્થન જોઈને ચોક્કસપણે કહી શકીએ છીએ કે પરિવર્તનનો સમય આવી ગયો છે.

“હાલ ભાજપ ભય, ભ્રમ અને ભ્રષ્ટાચારનું શાસન ચલાવી રહી છે અને તેના વિરોધમાં રાહુલ ગાંધીજીએ ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત કરી છે” : ચૈતર વસાવા

“28 વર્ષથી વધુ સમયથી લોકો ભાજપને મત આપી રહ્યા છે તેમ છતાં પણ ભાજપ સરકાર એક સારું શાસન ચલાવવામાં નિષ્ફળ રહી છે” : ચૈતર વસાવા

“હાલ હું કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધનનો ઉમેદવાર છું. અને બંને પાર્ટી તરફથી મને ખૂબ જ સમર્થન મળી રહ્યું છે. આજે કોંગ્રેસના પ્રદેશના નેતાઓની સાથે સાથે સ્થાનિક નેતાઓ અને કાર્યકર્તાઓ પણ આ રેલી પણ જોડાયા છે. ઇન્ડિયા એલાયન્સની સમગ્ર ટીમ સાથે મળીને આ લોકસભા ચૂંટણી લડશે અને આ સીટ જીતીને સ્વર્ગસ્થ અહેમદ પટેલના ચરણોમાં અર્પણ કરીશું.” : ચૈતર વસાવા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.