Abtak Media Google News

આવતીકાલ તા. 10 મી જુન ગુરૂવારે વિશ્વના દેશો-પ્રદેશોમાં ખંડગ્રાસ-કંકણાકૃતિ સૂર્યગ્રહણનો અભુત અવકાશી નજારો બનવાનો છે. પાંચ કલાકનો નજારો નિહાળવામાં લોકો, વૈજ્ઞાનિકો, ખગોળપ્રેમીઓમાં જબરી ઉત્કંઠા છે. ભારતમાં ક્યાંય આ ગ્રહણ જોવા મળશે નહિ. જયારે ઉ. કેનેડા, ગ્રીનલેન્ડ, રશિયામાં કંકણાકૃતિ, અમેરિકા, યુરોપ આસપાસ વિસ્તારોમાં ખંડગ્રાસ સૂર્યગ્રહણનો નજારો જોવા મળશે. રાજયમાં વિજ્ઞાન જાથા ગ્રહણ સંબંધી વૈજ્ઞાનિક સમજ આપશે. ટી.વી. માં સૂર્યગ્રહણની એકએક પળની ગતિવિધી જોવા મળશે.

રાજયમાં વિજ્ઞાન જાથા ગ્રહણ સંબંધી વૈજ્ઞાનિક સમજ આપશે

પાંચ કલાકનો નજારો નિહાળવામાં લોકો, વૈજ્ઞાનિકો ખગોળ પ્રેમીઓમાં ઉત્કંઠા

જાથાના ચેરમેન – એડવોકેટ જયંત પંડયા જણાવે છે કે ભારતીય સમય મુજબ ભૂમંડલે ગ્રહણ સ્પર્શ : 13 કલાક 4ર મિનિટ રર સેકન્ડ અને ગ્રહણ મોક્ષ્ા સાંજના 18 કલાક 41 મિનિટ રર સેકન્ડ છે. ભારતનું ર0ર1 વર્ષનું આખરી ગ્રહણ છે. હવે પછીના બે ગ્રહણો દેશવાસીઓને જોવા મળશે નહિ. ગ્રીનલેન્ડ, રશિયામાં વૈજ્ઞાનિકોએ સ્થળની પસંદગી કરી સંશોધનો કરશે. સૂર્યનો વ્યાસ પૃથ્વીથી 109 ગણો વધુ 13,9ર,000 કિલોમીટર, ક્ષ્ોત્રફળ પૃથ્વીથી લગભગ 13,00,000 ગણુ વધુ, સૂર્યની ચારેય બાજુ પૃથ્વી સહિત ગ્રહો પિરભ્રમણ કરે છે, ઊર્જાના કિરણો સાત રંગ મળીને બનેલા છે. ગ્રહણ સમયે વૈજ્ઞાનિકો માનવ કલ્યાણકારી સંશોધનો કરશે. વિજ્ઞાનથી માનવી સમૃદ્ઘ, સુખમય જીવન સાથે દૈનિક ક્રિયાઓમાં લાભ મેળવે છે. જે દેશોએ વૈજ્ઞાનિક અભિગમ-ષ્ટિકોણ સાથે તર્કને પ્રાધાન્ય આપ્યું તેઓએ હરણફાળ પ્રગતિ કરી છે, જીવનનો આનંદ મેળવે છે.

 

જે જે દેશોએ વિજ્ઞાનને કોરાણે મુકી, વૈજ્ઞાનિક અભિગમ અપનાવ્યો નથી તેઓની પ્રગતિ સામાન્ય જોવા મળે છે. ભારતમાં સદીઓથી ગ્રહણ સંબંધી અંધમાન્યતા, અંધશ્રદ્ઘા, કુરિવાજો, ગેરમાન્યતા, વૈધાદિ નિયમો સામે ભારત જન વિજ્ઞાન જાથાની રાષ્ટ્રીય કચેરી ગામેગામ જાગૃતિ સાથે વૈજ્ઞાનિક સમજ શ્ય-શ્રાવ્ય સાથે સમજાવી લોકોને રસપ્રદ માહિતી આપે છે.

રાજયના રાજકોટ, અમદાવાદ, જુનાગઢ, પોરબંદર, જામનગર, મોરબી, સુરેન્નગર, ભાવનગર, બોટાદ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, મહેસાણા, પાટણ, પાલનપુર વિગેરે જિલ્લા મથકોએ કાર્યક્રમનું આયોજન ગોઠવવામાં આવ્યું છે.

રાજયમાં ગ્રહણ સંબંધી વૈજ્ઞાનિક સમજ જિલ્લા-તાલુકા મથકે આપવાનું નક્કી થયું છે. મર્યાદિત સંખ્યામાં આયોજનો ગોઠવવામાં આવ્યા છે. વિશેષ માહિતી માટે મો. 98રપર 16689 ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.