Abtak Media Google News

રાજકોટ સીટીમાં અધિક પોલીસ કમિશ્નર પદે સૌરભ તોલંબીયા, રાજકોટ રેન્જમાં અશોક યાદવ, જુનાગઢમાં મયંકસિંહ ચાવડા અને ભાવનગર ખાતે ગૌતમ પરમાર મુકાયા: સંદીપસિંઘને બરોડા રેન્જ, ખુરશીદ એહમદને વહીવટી વિભાગ, રાજકુમાર પાંડયેનને રેલવેમાં

વિધાનસભાની ચૂંટણીની જાહેરાત પૂર્વે રાજ્યના ગૃહવિભાગ દ્વારા વરીષ્ઠ આઈપીએસ અમલદારોની બદલીઓનો હુકમ કરવામાં આવ્યો છે. જેમાં એકંદરે રાજ્યના મોટાભાગની 6 રેન્જના વડાઓને બદલી ઉપરાંત ચારેય મહાનગરના પોલીસ અધિક કમિશનરો બદલાયા છે. નીરજ બડગુજરને બઢતી આપી અમદાવાદ શહેરમાં અધિક પોલીસ કમિશ્નર તરીકે પોસ્ટીંગ આપવામાં આવેલુ છે.વધુ વિગત મુજબ દિવાળીના પુર્વે અને ચુંટણીની ગણાતી ઘડીઓ વચ્ચે ગૃહવિભાગ દ્વારા 17 વરીષ્ઠ આઈ.પી.એસ. અમલદારોની બદલીના હુકમો કરવામાં આવ્યા જેમાં રાજકોટ શહેરના સંયુકત પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદને ગાંધીનગર, રાજકોટ રેન્જના સંદિપસિંહને  વડોદરા, સુરત રેન્જના પાંડીયનને રેલ્વેમાં, હથીયારધારી એકમના પીયુષ પટેલને સુરત રેન્જ, અમદાવાદ શહેરના વહિવટી વડા અજય ચૌધરીને અમદાવાદ શહેર સ્પેશીયલ બ્રાંચમાં, અમદાવાદ ટ્રાફીકના મયંકરસિંહ ચાવડાને જુનાગઢ રેન્જમાં, ભાવનગર રેન્જના અશોક યાદવને રાજકોટ રેન્જમાં, ગાંધીનગર સી.આઈ.ડી. ક્રાઈમના ડી.આઈ.જી. સૌરભ તોલંબીયાને રાજકોટ શહેર અધિક પોલીસ કમિશ્નર પદે નિયુકત કરાયા છે.

Advertisement

03 1104 13

અમદાવાદ શહેરના જોઈન્ટ પોલીસ કમિશનર ગૌતમ પરમારને ભાવનગર રેન્જમાં, ગાંધીનગર પોલીસ ભવનના ડી.એચ.પરમારને સુરત ટ્રાફીકમાં, ગોધરા રેન્જના એમ.એસ.ભરાડાને અમદાવાદ જોઈન્ટ પોલીસ કમિશનર પદે, વડોદરાના જે.સી.પી. ચીરાગ કોરડીયાને ગોધરા રેન્જમાં, મનોજ નીનામાને વડોદરા સંયુકત પોલીસ કમિશનર પદે, અમદાવાદ રેલ્વેના એ.જી.ચૌહાણને અમદાવાદ અધિક પોલીસ કમિશ્નર તરીકે, અમદાવાદના અધિક પોલીસ કમિશનર આર.વી.અંસારીને ગાંધીનગર ઈન્ટેલીજન્સ બ્યુરો, ગાંધીનગર સી.આઈ.ડી. ક્રાઈમના કે.એન.ડામોરને સુરત સીટી અને નિરજકુમાર બડગુજરને બઢતી આપી અમદાવાદ શહેરમાં નિમણુંક આપવામાં આવી છે.

  • નવા વર્ષે, રાજકોટ રેન્જનો ચાર્જ સાંભળતા અશોક કુમાર યાદવ
  • સૌરાષ્ટ્રના દરિયાકાંઠે થતી દેશ વિરોધી પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી માટે પોલીસ સજજ

Screenshot 7 8

રાજકોટ રેન્જ આઈ જી સંદીપસિંઘની વડોદરા ખાતે બદલી થતા તેમના સ્થાને ભાવનગર  રેન્જ આઈજી  અશોકકુમાર યાદવની નિમણુક થતા  નવા વર્ષના પ્રારંભે જ અશોક કુમાર યાદવે 46 માં આઈજી તરીકે ચાર્જ સંભાળ્યો છે. પોલીસ સન્માન સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું.જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. દિવાળીના દિવસે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા  સિનિયર 17 આઈપીએસની બદલી કરવામાં આવી છે.જેમાં રાજકોટ રેન્જના આઈજી સંદિપસિંઘને વડોદરા રેન્જના આઈજીપી તરીકે મૂકવામાં આવ્યા છે,તેમના સ્થાને ભાવનગરથી રેન્જ આઈજી તર્રીકે અશોક કુમાર યાદવની નિમણુક થતા.બેસતા વર્ષના દિવસે જ તેમને ચાર્જ સાંભળી લીધો હતો.

તેમણે આ તકે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજકોટ રેન્જના પાંચ જિલ્લામા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેમજ મહિલાઓ અને બાળકોની સુરક્ષાને પ્રાધાન્ય આપવામાં આવશે. તેમજ આગામી  વિધાનસભાની ચૂંટણીને લઈને રેન્જના પાંચ જિલ્લાઓમાં પોલીસ તકેદારીના ભાગરૂપે સધન કાર્યવાહી કરવામાં આવશે જેમાં  સૌરાષ્ટ્રના દરિયાકાંઠે થતી માદક પદાર્થોની હેરાફેરી બાબતે પોલીસ હંમેશા સતર્ક રહી છે અને આગામી દિવસોમાં પણ એલર્ટ રહેશે દેશ વિરોધી પ્રવૃત્તિ કરનાર કોઈપણ તત્વોને છોડવામાં નહીં આવે અને પોલીસ આવી પ્રવૃત્તિ કરનાર શખ્સો તેમજ તેની સાથે જોડાયેલા અને મદદગારી કરનાર તમામ સામે કડક કાર્યવાહી કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.