Abtak Media Google News

કૈલાસ માનસરોવર યાત્રામાં ફસાયેલા ૧૦૦ ગુજરાતીઓને હવાઈ માર્ગે સુરક્ષીત કરાયા

ભારે વરસાદ અને ભૂસ્ખલને લઈ ત્રણ અમરના યાત્રીકોના મૃત્યુ નિપજયા બાદ હાલ તૂર્ત ખરાબ હવામાનને કારણે અમરના યાત્રેને અનિશ્ર્ચિત મુદત માટે અટકાવી દેવામાં આવી છે. તો બીજી તરફ કૈલાશ માનસરોવર યાત્રશમાં પણ ખરાબ હવામાનને કારણે ૧૦૦ ગુજરાતી યાત્રીકોને હવાઈ માર્ગે સુરક્ષીત સ્થળે ખસેડાયા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદ બાદ અમરના યાત્રા રૂટ ઉપર ભૂસ્ખલન તથા હાલ તૂર્ત બાલતાલ અને પહેલગાંવ રૂટ પરી અનિશ્ર્ચિત મુદત માટે અમરના યાત્રા અટકાવી દેવામાં આવી છે.

વધુમાં ભૂસ્ખલનને કારણે ત્રણ અમરના યાત્રીકોના મોત થયા છે અને એક યાત્રિકને ગંભીર ઈજાઓ પહોંચતા શ્રીનગરની હોસ્પિટલમાં ખસેડાયા છે. ખરાબ હવામાનને કારણે અમરના યાત્રામાં વિઘ્ન આવતાની સાથે ત્રણ-ત્રણ યાત્રિકોના મોત થતા જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના અબ્દુલાહે ટવીટ કરી ઘટના અંગે શોક વ્યકત કરી ભોગ બનનાર પરિવારોને સહાનૂભૂતિ પાઠવી હતી. બીજી તરફ અમરના યાત્રાની જેમ જ કૈલાશ માનસરોવર યાત્રામાં પણ ભારે વરસાદને કારણે ૧૫૦૦ જેટલા યાત્રાળુઓ ફસાઈ ગયા છે અને સતાધિશો દ્વારા ૧૦૦ જેટલા ગુજરાતી યાત્રાળુઓને હવાઈ માર્ગે સુરક્ષીત કરાયા હોવાનું સૂત્રોએ અંતમાં જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.