Abtak Media Google News

૧૯ દિવસ સુધી ભુલકાઓને ૧૨૫ થી વધુ ગેઇમ રમવા મળશે ગુજરાતમાં પ્રથમ વખત એડવેન્ચર રાઇડનું આકર્ષણ

આવતીકાલ તા.૧૦ને બુધવારથી ૧૫૦ ફુટ રીંગરોડ ઉપર સ્ટલીંગ હોસ્પિટલ પાસે આવેલા પારીજાત પાર્ટી પ્લોટમાં નોવા ક્રિએટર્સ દ્વારા વેકેશન વિસ્ટાનો પ્રારંભ થશે. આ એડવેન્ચર વિસ્ટાનું ઉદધાટન જીલ્લા કલેકટર ડો. વિક્રાંત પાંડે તથા શેઠ બિલ્ડર્સના ચંદ્રકાંતભાઇ શેઠના હસ્તે સાંજે ૭ વાગ્યે કરવામાં આવશે.

સતત ૧૯ દિવસ સુધી ચાલનાર આ વેકેશન વિસ્ટા અંગે પત્રકારોને માહીતી આપતા નોવા ક્રિએટર્સના સંચાલકો નરેન પંડયા, વીમલ પટેલ, તુષાર પતીરા અને સુનીલ નિમ્બાર્ક જણાવ્યું હતું કે ગુજરાતમાં સૌપ્રથમ વખત માત્ર બાળકો જ નહીં પરંતુ મોટેરાઓને આવરી લેતા એક યુનિક એકસ્પો અમે રાજકોટમાં લાવ્યા છીએ. આ વેકેશન વિસ્ટામાં ૧૨૫થી વધુ એકિટવીટીઝ જેવી કે વી.આર. મોશન, સેન્સર અને એડવેન્ચર રાઇડસ અને ગેઇમ રજુ કરવામાં આવશે.

તેમણે કહ્યું હતું કે વેકેશન વિસ્ટામાં ગેઇમ અને રાઇડસ ઉપરાંત પણ અન્ય આકર્ષણો ઉભા કરવામાં આવ્યા છે. જેમાં પારુલબેન દ્વારા હેલો કિટી નામનો લાઇવ પ્રોગ્રામ રજુ કરવામાં આવશે. આ ઉપરાંત કુકિગ વિધઆઉટ ફાયરનો શો ડિમ્પલ અને લીના શાહ રજુ કરશે. લાઇવ મ્યુઝીમ અને સિંગિંગ પ્રોગ્રામ પણ થશે જેમાં ચાર્મી, ગીતા અલ્કા સંઘવી અને ખુશ્બુ વગેરે પરર્ફોમન્સ આપશે. આ ઉપરાંત તા.૧૪મીએ વડોદરાના ધ્રુવેશ પટેલનો લાઇવ કોન્સર્ટ શો રાખવામાં આવ્યો છે. આ વેકેશન વિસ્ટામાં ડો. ખુશ્બુ ડોડીયા અને નીશા ભીમાણી દ્વારા કિડઝ અને લેડીઝ ફેશન શો પણ યોજાશે. આ ફેશન શોમાં સોલો ડાન્સ પણ રજુ થશે. ક્રિએટીવ હોલીઝોન દ્વારા કુલદીપ અને વિપુલ પારેખના સહયોગથી દરરોજ ગણેશસ્તુતિ તેમજ અન્ય પરર્ફોમન્સ રજુ કરવામાં આવશે. તા.૧૭મીએ રાજકોટમાં સૌપ્રથમ વખત અલ્પાબેન શાહ દ્વારા મીરર ગ્લેઝ કેકનો સ્ટેજ ઉપર બર્થ-ડે સેલિબ્રેશનનો વિશેષ કાર્યક્રમ રજુ કરવામાં આવશે. આ દિવસો દરમીયાન પાયોનિયર ગરબાના વિનર રિઘ્ધિ શાહ દ્વારા પ્રાચીન ગરબા પણ રજુ થશે.

વેકેશન વિસ્ટામાં આવનારા લોકોને સ્વાદિષ્ટ ભોજન મળી રહે તે માટે ફ્રુડ ઝોન ઉભો કરવામાં આવ્યો છે. જેમાં કાલાવડ રોડના જૂના અને જાણીતા કનૈયા રેસ્ટોરવાળા મચ્છાભાઇ ભરવાડ દ્વારા પ્યોર કાઠિયાવાડી ભોજન પીરસવામાં આવશે. આ ઉપરાંત થીમ બેઇઝ ફુડકોર્ટ મોકટેલ મોકટેલ જગ્લર્સ અને ફાયર શોનું આયોજન પણ છે. આ વેકેશન વિસ્ટામા દિવ્યાંગ બાળકો માટે સોશ્યલ વિઝિટ પણ ગોઠવવામાં આવશે.

તેમણે ઉમેર્યુ હતું કે આ વેકેશન વિસ્ટામાં આવનાર અને ગેઇમ રમનારા લોકોને ફ્રી ગીફટ વાઉચર્સ તેમજ દરેક ફીમેલ ટિકીટ ઉપર નીલય સ્પા તરફથી હેરકટના ફ્રી વાઉચર આપવામાં આવશે. આ વેકેશન વિસ્ટાને ભરપુર સફળતા મળશે તેવી આશા પણ આયોજકોએ વ્યકત કરી છે. આ સમગ્ર આયોજન પાછળ લીગલ એડવાઇઝર તરીકે અર્જુન પટેલ, અજય જોશી અને અજય ચૌહાણની નિમણુંક કરવામાં આવીછે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.