Abtak Media Google News

ગોંડલ વિદ્યામંદિર હાઈસ્કૂલ ખાતે ધોરણ 9-10-11 અને 12 ના વિદ્યાર્થીઓ,વાલી ઓ અને ટીચર્સ માટે કોરોના મહામારી ની સંભવિત ત્રીજી લહેર થી પરિવાર અને પોતાની જાત ને કેમ સુરક્ષિત રાખવી તે અંગે ના સેમિનાર નું આયોજન કરવામાં આવતા પ્રકૃતિપ્રેમી અને યોગ કોચ હિતેશભાઈ દવે,ડો.દિપક લંગાલિયા,મનિષભાઇ જહાટકીયા  શહેર સાઇકલ મેયર અને શાળા ના ટ્રસ્ટી ના વાર્તાલાપ નું આયોજન શાળા ના પ્રિન્સીપાલ  ઉકાણી  અને રજનીભાઇ પંડ્યા દ્વારા કરવામાં આવેલ હતુ.

ઉપસ્થિત વિદ્યાર્થીઓને, તેમના વાલીઓને તેમજ શાળા ના શિક્ષકોને કોરોના મહામારી ની ત્રીજી લહેર થી પરિવાર અને પોતાની જાત ને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા માટે ડો.દિપક લંગાલીયા  એ જણા વેલ કે ઘરની બહાર નીકળીએ ત્યારે માસ્ક ફરજીયાતપણે પહેરવાની તકેદારી રાખો,વ્યક્તિ વચ્ચે બે ફુટ નું અંતર જાળવો મેંદો અને બહાર ના જંક ફૂડ ખાવાનું બંધ કરો અને બહાર થી ઘરે પરત આવો ત્યારે હાથ યોગ્ય રીતે ધોવાની કાળજી રાખશો તો કોરોના મહામારી માં સુરક્ષિત રહી શકશો.

રાજકોટ જિલ્લા યોગ કોચ અને પ્રકૃતિપ્રેમી હિતેશભાઈ દવે એ યુવા ભાઈ બહેનો અને પરિવારજનો ને રોગ પ્રતિકારક શક્તિ વધારવા અને તંદુરસ્ત શરીર જાળવી રાખવા યોગ અને પ્રાણાયામ કેવી રીતે અને કેમ જરૂરી છે તેનું માર્ગદર્શન આપવા સાથે પ્રત્યેક યુવાન દર વર્ષે એક વૃક્ષ નું વાવેતર અને ઉછેર કરવો જોઈએ.ઘર આંગણું અને શેરી રાખો સ્વચ્છ જીવન બનશે તંદુરસ્ત.

ગોંડલ સાઇકલ મેયર અને શાળા ના ટ્રસ્ટી  મનીષભાઈ જહાટકીયા એ જણાવેલ કે યુવા ભાઈ બહેનોએ તેમના જીવનમાં રોજીંદા કાર્યો માં સાઈકલિંગ ની આદત કેળવવાની જરૂર છે. નિયમિત સાઈકલિંગ થી તન મન તંદુરસ્ત,પેટ્રોલિયમ ની બચત,પ્રદુષણ નિવારણ અને પર્યાવરણની ઉમદા સેવા કરી દેશસેવા કરી શકો છો.

અંતે હિતેશભાઈ દવે દ્વારા તમામ વિદ્યાર્થીઓને સંકલ્પ લેવડાવેલ કે અમો રોજિંદા જીવનમાં સાઈકલિંગ કરીશું અને મિત્રો ને સાઈકલિંગ કરવા પ્રોત્સાહિત કરીશું,કોવિડ મહામારી ને રોકવા આરોગ્ય નિયમોનું પાલન કરીશું અને પરીવારજનો ને સમજાવીશું,બોર્ડર ઉપર આપણા સૈનિકો દેશ અને આપણી સુરક્ષા કરે છે,અમે જીવનમાં સારી આદતો કેળવીશું,વૃક્ષો નો ઉછેર કરીશું,સફાઈ જાળવીશું અને તે રીતે દેશસેવા કરીશું અને કોરોના વોરિયર બનીશું.

શાળા ના શિક્ષકશ્રી એ સફળ સંચાલન કરતા વિધાર્થીઓને ઉપયોગી માર્ગદર્શન આપવા બદલ મહેમાનો ને આવકારેલ અને શાળા ની ધોરણ 11 ની વિદ્યાર્થીની ક્રિશા ઠાકર એ તમામ વિધાર્થીઓ વતી ખૂબ સુંદર પ્રતિભાવ આપતા જણાવેલ કે આજનો આ સેમીનાર અમને ખૂબ ઉપયોગી અને જ્ઞાનવર્ધક બની રહ્યો. આચાર્ય  ઉકાણી  એ શાળા વતી તમામ મહેમાનો ના ઉપયોગી માર્ગદર્શન બદલ આભાર વ્યક્ત કરેલ હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.