Abtak Media Google News

વાહનો સહીત ૨.૪૪ લાખનો મુદામાલ કબ્જે કરતી અમરેલી એલસીબી

અમરેલી એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી.ડી.કે.વાઘેલા અને એલ.સી.બી.ટીમ* દ્વારા જુગાર અંગે ચોક્કસ બાતમી મેળવી *બાબરા તાલુકાના તાઇવદર ગામની આડીધાર તરીકે ઓળખાતી સીમમાં* જાહેરમાં જુગાર રમતાં ઇસમો ઉપર રેઇડ કરતાં કુલ આઠ ઇસમો પૈકી બે ઇસમોને પકડી પાડેલ અને છ ઇસમો નાસી ગયેલ હોય તમામ સામે જુગારધારા તળે ધોરણસર કાર્યવાહી કરી પકડાયેલ જુગારીઓને બાબરા પોલીસ સ્ટેેશનમાં સોંપી આપેલ છે. અને નાસી ગયેલ ઇસમોને પકડી પાડવા ચક્રો ગતિમાન કરેલ છે.

જુગાર રમતાં રેઇડ દરમ્યાન પકડાયેલ ઇસમો હિતેશભાઇ ઉર્ફે હિતો કાળુભાઇ સરવૈયા, ઉં.વ.૩૦, રહે.બાબરા, કરિયાણા રોડ,૨ૅ વિક્રમભાઇ ઉર્ફે વિક્કો રમેશભાઇ રાઠોડ, ઉં.વ.૨૮, રહે.ઢસા, ગઢડા રોડ, તા.ગઢડા *રેઇડ દરમ્યાન નાસી જનાર ઇસમો,  નરેશભાઇ લક્ષ્મણભાઇ મારૂ, રહે.બાબરા, સુરેશભાઇ ધનજીભાઇ મકવાણા, રહે.બાબરા  , ક્રિપાલસિંહ નટુભા ગોહિલ, રહે.ઢસા, દરબારગઢ  , પપ્પુ ઉર્ફે પોલાર્ડ જસુભાઇ રબારી, રહે.ઢસા, પ્રાથમિક શાળાની પાછળ.,  ગઢો દિલુભાઇ સાથળીયા, રહે.ઢસા, અવેડા સામે, ઇકો ફોરવ્હીલનો અજાણ્યો ચાલક નામ સરનામું જણાયેલ નથી.

દરોડા દરમ્યાન રોકડા રૂ.૧૩,૯૫૦/- તથા ગંજી પત્તાના પાના નંગ-પર કિં.રૂ.૦/૦૦ તથા પાથરણું-૧, કિં.રૂ.૦/૦૦ તથા ઇકો ફોરવ્હીલ ગાડી રજી.નં.જી.જે.૦૨. સીએલ.૬૭૪૬, કિં.રૂ.ર,૦૦,૦૦૦/- તથા હીરો સ્પ્લેન્ડર મો.સા. રજી.નં. જી.જે.૩૩.એ.૪૫૮૧, કિં.રૂ.૩૦,૦૦૦/- મળી *કુલ રૂ.૨,૪૩,૯૫૦/-* નો મુદ્દામાલ કબ્જે કરાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.