Abtak Media Google News

બિભત્સ ફોટો વાયરલ કરવાની ધમકી આપી માનેલા ભાઈએ મિત્રો પાસે બળાત્કાર કરાવ્યો

અમરેલીમાં રહેતી એક પરિણીતાને બિભસ્ત  ફોટો વાયરલ કરવાની ધમકી આપી  માનેલ ભાઈએ તેના  મિત્રો પાસે  મહિલા પર  બળાત્કાર  કરાવી ગર્ભ રાખી દીધાની ઘટના પોલીસ સ્ટેશને પહોચતા પોલીસે  બે સામેગુનો નોંધી ધરપકડ કરી છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે  અમરેલી ચક્કરગઢ પર ભાડાના મકાન મા રહેતી  24 વર્ષીય મહિલા  અમરેલીમાં જ રહેતી તેમની બહેન ના ઘરે આવતી હતી હોય અને તેમના બનેવી ના મિત્ર સાદિક અલ્લરખ ચૌહાણ પણ ત્યાં આવતો હોવાથી તેઓ ની અવાર નવાર વાત ચીત થતી હતી મહિલાના બનેવી ના મિત્ર હોવાને કારણે સાદિકે મહિલાને બહેન બનાવી હતી અને મહિલા સાદિક ને રાખડી પણ બાંધતી હતી  અને ભાઈ બહેન ના નાતે અવર જવર કરતો હતો એક દિવસ મહિલાના પતિ કામ પર ગયેલ હતા અનેબપોરે દોઢેક વાગ્યે સાદિક અને તેનો મિત્ર જેની ઓળખાણ અક્રમ રુસ્તમ ગોરી ના નામથી કરાવી ત્યાંથી ચાલ્યા ગયા હતા બાદ ત્રણ  ચાર દિવસ પછી  અક્રમ પાછો તેના ઘરે એકલો ગયો  હતો અને તારા ફોટા વાયરલ કરી દઈશ તેમ કહી  બીભષ્મ માંગણી કરી હતી.

ત્યારે મહિલાએ આજીજી કરતા ના કહી હતી પરંતુ હવસના પૂજારી અક્રમે બળજબરી પૂર્વક શરીર સંબંધ બાંધી ત્યાંથી નીકળી ગયો હતો અને ત્યાર પછી અવાર નવાર ફોટા વાયરલ કરી આપવાની ધમકી આપી બ્લેકમેઇલ કરી માસૂમ ને પીખતો રહ્યો હતો, બાદ માં  સતત આજીજી કરતા તે ઘરે આવતો બંધ થઈ ગયો હતો ત્યાર બાદ તેઓ મકાન ખાલી કરી બીજી જગ્યાએ જતા રહ્યા હતા જેનો સામાન પણ આ સાદિક ની છકડો રીક્ષા માંજ ફેરવ્યો હતો પછી છ એક મહિના પહેલા  માનેલોભાઈ સાદિક તેના બીજા એક મિત્ર ને લઈ તેના ઘરે ગયો જેની ઓળખાણ ઇરફાન યુનુસભાઈ પટેલ  રહે. બહારપરા  અમરેલી ના નામે કરી હતી તેઓ લગભગ સાંજે છ વાગ્યે આવ્યા હતા અને થોડીવાર બેસી ચાલ્યા ગયા હતા.

ત્યાર બાદ ત્રણ દિવસ પછી ફરીવાર સાદિક અને ઇરફાન બપોરે એક વાગ્યા ની આસ પાસ  મહિલાના ઘરે આવ્યા હતા અને સાદિક મહિલાના માનેલા ભાઈ ની હાજરીમાં શરીર સંબંધ બાંધવા માંગણી કરી હતી પરંતુ મહિલાએ ના પાડતા ત્યાંથી ચાલ્યા ગયેલ હતા બાદમાં  બે ત્રણ દિવસ પછી સાદિક એકલો મહિલાના ઘરે આવી ઈરફાનને શરીર સંબંધ બાંધવા દે નહિ તો અક્રમે પડેલા તારા ફોટા ઇરફાન પાસે છે તે વાયરલ કરી દઈશ તેવી ધમકી આપી હતી અને ત્યાર પછી રાત્રે તેના પતિ કામ પર ગયા હોય ત્યારે સફેદ કલર ની ક્રેટા કાર લઈને આવી તેઓને ઢિકા પાતું ના માર મારી છરી બતાવી  વારંવાર બળાત્કાર ગુજારતા હતા  અને એક માસૂમ ને  પીંખી નાખતા હતા અને જો કોઈને કહીશ કે ફરિયાદ કરીશ તો તને જાન થી મારી નાખીશું  તેવી ધમકીઓ પણ આપતા અને મહિલાને પોતાની હવસ નો શિકાર બનાવતા જ્યારે મહિલા ત્રાસી ગઈ ત્યારે તેના પતિને બધી વાત કરતા આજે અમરેલી પોલીસ સ્ટેશન માં  ત્રણ લોકો  સાદિક અલ્લરખ ચૌહાણ રહે અમરેલી  ,  અક્રમ રુસ્તમ ગોરી  રહે. અમરેલી , અને ઇરફાન યુનુસ પટેલ રહે અમરેલી ઉપર  ફરિયાદ નોંધાવી છે જેમાં સાદિક અલ્લારખ ચૌહાણ અને અક્રમ રુસ્તમ ગોરી આં બે આરોપીઓ ની ધરપકડ કરાઈ છે જ્યારે  ઇરફાન યુનુસ પટેલ ફરાર છે જેને પકડવા  માટે તાલુકા  પી.એસ આઈ.  ડી.સી.સાકરીયા દ્વારા ચક્રો ગતિમાન કરાયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.