Abtak Media Google News
  • અનેક ગરીબ દર્દીઓને નવદ્રષ્ટી આપનાર ડો. કેશવાલા પર ચોમેરથી શુભેચ્છા વર્ષા

રાજય સરકાર દ્વારા વિવિધ ક્ષેત્રે ઉમદા અને નોંધપાત્ર કામગીરી કરનાર સરકાર  અધિકારીઓને વિવિધ મેડલોથી નવાજવામાં આવ્યા છે.  તેમાં 26મી જાન્યુ.એઉપલેટામાં યોજાયેલ જિલ્લા  કક્ષાના ધ્વજ વંદનમાં સિવિલ અધિક્ષક ડો.  ખ્યાતી કેશવાલા ગરેજાને ચાર ચાર મેડલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાજય મંત્રીના હસ્તે આપી નવાજવામાં આવ્યા હતા.

શહેરની સિવિલ હોસ્પિટલમાં અધિક્ષક તરીકે ફરજ બજાવતા અને આંખના જાણીતા સર્જન ડો. ખ્યાતી કેશવાલા ગરેજા સીવીલ હોસ્પિટલમાં સર્જન તરીકે સાત વર્ષ થયા ફરજ  દરમ્યાન  અનેક ગરીબ લોકોને નવી દ્રષ્ટી આપી ઉપલેટા પંથકમાં સેવાભાવી સર્જન તરીકેની સુવાસ મેળવી છે.

Upleta Civil Superintendent Dr. Khyati Keshwala Was Honored With An Award By The State Government
Upleta Civil Superintendent Dr. Khyati Keshwala was honored with an award by the state government

રાજય સરકાર વતી ગત 26મી જાન્યુઆરીએ ઉપલેટામાં જિલ્લા કક્ષાનાં ધ્વજ વંદન દરમ્યાન રાજય સરકારના કેબીનેટ મંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી  રાઘવજીભાઈ પટેલ તેમજ જિલ્લા કલેકટર પ્રભવ જોશીના હસ્તે બેસ્ટ કામગીરી અને સર્જન તરીકેની કામગીરીની નોંધ લઈ એવોર્ડ અર્પણ કરેલ જયારે જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા  જિલ્લામાં બેસ્ટ કામગીરી ટ્રોફી, તેમજ સીવીલ હોસ્પિટલના અધિક્ષક તરીકે નમુનેદાર કામગીરી અને પીએમજેએવાયની જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ કામગીરી તેમજ સમગ્ર તાલુકા લેવલે મેક્ષીમમ ડીલેવરી કરાવવા  સહિત કામગીરીની નોંધ લઈ આ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યા હતા. તાલુકા લેવલનું નામ ઉજળુ કરી ચાર ચાર એવોર્ડ મેળવનાર ડો. ખ્યાતી કેશવાલા ગરેજાને માજી ધારાસભ્ય છગનભાઈ સોજીત્રશ, પ્રવિણભાઈ માકડીયા, કડવા પટેલ સમાજના પ્રમુખ ગોપાલભાઈ ઝાલાવડીયા, ક્ષત્રીય સમાજના પ્રમુખ હરપાલસિંંહ જાડેજા,  સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ જીજ્ઞેશભાઈ વ્યાસ, કોળી સમાજના પ્રમુખ જગદીશભાઈ વિરમગામા મામલતદાર મહેશ ધનવાણી ચીફ ઓફીસર, નિલમ ઘેટીયા,  મધર્સ ઈન્ટરનેશનલ સ્કુલના રાજેન્દ્રસિંહ ઝાલા, એનીમલ હોસ્ટેલના પ્રમુખ પિયુષભાઈ માકડીયા, ચેમ્બરના પ્રમુખ રમેશભાઈ પાનેરા, ઉપપ્રમુખ હારૂનભાઈ માલવીયા, મેમણ જમાતના સેવા ભાવી અગ્રણી નઈમભાઈ થારા, પત્રકાર સંઘના મંત્રી ભરતભાઈ રાણપરીયા, માનવ સેવાના લાલજીભાઈ રાઠોડ, ભારત વિકાસ પરિષદના વિઠલભાઈ સોજીત્રા, ઉદ્યોગપતી ધરણાંતભાઈ સુવા, લોહાણા સમાજના જગદીશભાઈ ગણાતા નગર શેઠ અમિતભાઈ શેઠ, સોના ચાીં એસો.ના પ્રમુખ દેેનભાઈ ધોળકીયા સમસ્ત મેમણ જમાતના પ્રમુખ હાજીભાઈ શિવાણી, વિનુભાઈ ધેરવડા, કટલેરી બજાર એશો.ના પ્રમુખ નાથાભાઈ ચંદ્રવાડીયા સહિત વિવિધ સામાજીક  સંગઠનના  આગેવાનો ઉદ્યોગપતિઓ વેપારીઓએ આવકારી શુભેચ્છા પાઠવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.