Abtak Media Google News

ભાયાવદર ગામમાં જનતા ચૌક, શાક માર્કેટમાં રહીએ છીએ, રહેણાંકના વિસ્તારમાં વોડાફોનનો ક્ષતિગ્રસ્ત ટાવર જે સાત વર્ષથી બંધ હાલતમાં છે આ અંગે  અગાઉ ચાર વખત જેમકે ચીફ ઓફીસર – ભાયાવદર, મામલતદાર – ઉપલેટા, કલેકટર – રાજકોટ, તેમજ ધારાસભ્ય – ઉપલેટા તથા સંસદસભ્યને રજુઆત કરેલ હતી પરંતુ કોઇ પણ જાતનો સંતોષકારક જવાબ મળેલ નથી કે કોઇ કાર્યવાહી કરેલ નથી.

Advertisement

બીપરજોય વાવાઝોડાની અસરના કારણે ટાવર ઉપરથી એક ટાવરનું ડ્રમ નીચે પડયુ હતું તો આ ટાવર નીચે આસપાસ 25 ઘરના સમાવેશ થાય છે. જે-તે સમયે કોઇ પણ જાનહાની થશે તો તેની જવાબદારી કોની રહેશે?

મુકુંદભાઇ માણાવદરીયા મો. 9274528824 પ્લાટના માલિક, વોડાફોન કંપની ટાવરના મેઇન અધિકાર, અમદાવાદ અમિતભાઇ તેઓના મો. 7069419494 છે. અને વોડાફોન કંપની ટાવરના ભાયાવદરના સુપર વાઇઝર પરેશભાઇ ચાવડા છે. તેઓના મો. 9601296378 છે.

વોડાફોન કંપનીનો ટાવર આશરે છેલ્લા છ વર્ષ થી બંધ પડેલ છે. અંદાજીત છ વર્ષ જેવા લાંબા સમયથી મેઇન્ટેનેસ કરવામા આવેલ નથી કે સમારકામ કરવામાં આવેલ નથી.

વહેલી તકે જાતે સ્થળ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરીને વોડાફોન કંપનીનો ટાવર તાત્કાલીક ધોરણે દુર કરવા જનતા ચોક શાકમાર્કેટ વિસ્તારના રહેવાસીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.