Abtak Media Google News

વર્ષ ૨૦૧૮માં ૧,૨૫,૫૨૮ ભારતીયોને મળ્યા H-૧B વિઝા

લોકસભામાં વિપક્ષો દ્વારા વિદેશમંત્રી એસ. જયશંકર સામે H-૧B વિઝા માટેનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો તેનાં જવાબમાં વિદેશમંત્રી એસ.જયશંકરે માહિતી આપતાં જણાવ્યું હતું કે, ગત ૫ વર્ષમાં ભારતીયો કે જેઓને H-૧B વિઝા મળેલા છે તેમાં ૬૭ ટકાથી ૭૨ ટકાનો વધારો જોવા મળ્યો છે. વધુમાં વિદેશમંત્રીએ લોકસભામાં ઉઠાવેલા પ્રશ્નનાં જવાબમાં જણાવ્યું હતું કે, H-૧B વિઝાનાં કાર્યક્રમ અને તેનાં પ્રવિધાનમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી.

૨૬ જુન ૨૦૧૯નાં રોજ યુ.એસ. સેક્રેટરી માઈકલ પોમ્પીયો જયારે ભારતીય પ્રવાસ આવ્યા હતા ત્યારે તેઓને H-૧B વિઝા માટે અવગત કરાવવામાં આવ્યા હતા અને તેમનાં દવારા આ મુદ્દાને ખુબ જ ગંભીરતાથી લઈ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, H-૧B વિઝા બંને દેશો વચ્ચેની પારસ્પરીક ભાગીદારી છે જેને સંભાળવી જોઈએ અને તેનું જતન પણ કરવું જોઈએ. લોકસભામાં H-૧B વિઝા માટે માહિતી આપતાં વિદેશમંત્રીએ જણાવ્યું હતું કે, ગત ૫ વર્ષોમાં ૭૨ ટકા ભારતીયોને H-૧B વિઝા આપવામાં આવ્યા છે.

૨૦૧૮ની વાત કરવામાં આવે તો ૧,૨૫,૫૨૮ ભારતીયોને H-૧B વિઝા આપવામાં આવ્યા હતા જયારે ૨૦૧૭માં ૧,૨૯,૦૯૭, ૨૦૧૬માં ૧,૨૬,૬૯૨ અને ૨૦૧૫માં ૧,૧૯,૯૫૨ ભારતીયોને વિઝા એનાયત કરવામાં આવ્યા હતા. H-૧B વિઝા મારફતે ભારતનાં તમામ પ્રોફેશનલો કે જેઓ ખુબ જ કુશળ છે તેઓને આ વિઝાથી ઘણો ખરો ફાયદો પણ થયો હોવાની વાત સામે આવે છે. H-૧B વિઝા ભારત અને અમેરિકા વચ્ચેનાં પરસ્પર સંબંધોને વધુ મજબુત બનાવવા માટે કાર્યરત કરી રહ્યું છે ત્યારે યુ.એસ. ગર્વમેન્ટ દ્વારા H-૧B વિઝા માટે અને તેને વધુને વધુ વેગ મળે તે માટે અનેકવિધ કાર્યો અને પ્રવિધાનો કરવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.