Abtak Media Google News

‘જગત જમાદાર’ની ફરી એક વખત નાગડદાય

નવેમ્બર બાદ ઈરાન પાસેથી ક્રુડ આયાત કરતી ભારતીય કંપનીઓ પર પ્રતિબંધ લાદવાની ટ્રમ્પની ધમકી

જગત જમાદારે ફરી એક વખત નાગડદાઈ કરવાનું શરૂ કર્યું છે. અમેરિકાને ઈરાન સાથે સંબંધો વણસતા હવે અમેરિકાએ ભારત પર દબાણ લાવવાનું શરૂ કરી ઈરાનની આર્થિક કરોડરજ્જુ તોડી પાડવાનો ખેલ રચી ભારતને ઈરાન પાસેથી ક્રુડ ખરીદવાનું બંધ કરવા દબાણ આપવાનું શરૂ કરી ફરજીયાતપણે અમેરિકા પાસેથી ક્રુડની ખરીદી કરવા ખેલ પાડી જો ભારત ઈરાન પાસેીથી ક્રુડની ખરીદી બંધ ન કરે તો ભારતીય કંપનીઓ પર પ્રતિબંધ લાદવા સુધીના પગલા ભરવાની પણ આડકતરી ચિમકી ઉચ્ચારવામાં આવી છે.

ઈરાન સોની પરમાણુ સંધી રદ્દ કરી દીધા બાદ જગત જમાદાર અમેરિકા ધુંધવાયું છે અને ભારત-ચીન સહિતના વિશ્ર્વભરના તમામ દેશોને ઈરાનમાંથી ક્રુડની આયાત બંધ કરી દેવા ચેતવણી આપી છે. જગત જમાદારની આ ચેતવણી પાછળનો મુખ્ય ઉદ્દેશ ઈરાનની ર્આકિ સ્થિતિ નબળી પાડવાનો છે. હાલમાં ભારત ઈરાની સસ્તુ ક્રુડ ઓઈલ મંગાવી રહ્યું છે. જો કે, અમેરિકાની અવળચંડાઈને કારણે વર્ષ ૨૦૧૭માં ભારતની ક્રુડની આયાતનું પ્રમાણ ઘટયું છે અને જુદા જુદા અંતરાયના કારણે આગામી સમયમાં ભારતને ફરજિયાતપણે જગત જમાદાર અમેરિકા પાસેથી કે અન્ય દેશો પાસેથી મોંઘુ ક્રુડ ઓઈલ ખરીદવું પડે તેવી પરિસ્થિતિ નિર્માણ કરી છે.

અમેરિકા સમગ્ર વિશ્ર્વ પર પોતાનો દબદબો જાળવી રાખવા માટે દબાણો લાવી રહ્યું છે. આ અગાઉ ઈરાક, ઉત્તર કોરીયા, દ.કોરીયા સહિતના દેશો પર દબાણ લાવી ઘુંટણીયે પાડયા બાદ ઈરાન સાથે પરમાણુ સંધી તોડી નાખી ઈરાનને આર્થિક રીતે તોડી પાડવા માટે ક્રુડ ઓઈલના વેપાર પર પ્રતિબંધ મુકવા કારસો ઘડયો છે અને ભારત, ચીન સહિતના દેશોને ઈરાન પાસેથી ક્રુડ નહીં ખરીદવા અલ્ટીમેટમ આપ્યું છે. આ ઉપરાંત જો ભારત ઈરાન સાથે વેપાર ચાલુ રાખે તો ભારતીય કંપની પર પ્રતિબંધ લાદવાની પણ જગત જમાદારે ચિમકી ઉચ્ચારી છે.

હાલમાં ભારતના વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ અને ડિફેન્સ મીનીસ્ટર નિર્મલા સીતારામન અમેરિકા સાથે દ્વિપક્ષીય વાટાઘાટોમાં ભાગ લઈ રહ્યાં છે તે સમયે પણ અમેરિકાને માઈકપોંપેઓ અને જેમ્સ મેટીસે સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે, ભારત ઈરાન સોના વેપાર સંબંધો તોડી નાખે.

ઉલ્લેખનીય છે કે, હાલમાં ચાલી રહેલી ટ્રેડ વોરમાં ભારતે અમેરિકાી આયાત થતી અનેક ચીજો પર આયાત ડયૂટીમાં વધારો કર્યો છે. જેના કારણે પણ અમેરિકા ભડકયું છે અને ભારતને ઈરાન પાસેથી ક્રુડ ઓઈલની ખરીદી બંધ કરી અમેરિકાથી થતી આયાતો પર ડયૂટી ઘટાડવા પણ દબાણ લાવી રહયું હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.