Abtak Media Google News

બી.એલ.સંતોષ રાજકોટની મુલાકાત દરમ્યાન વજુભાઈ વાળાને મળ્યા હોવાની ચર્ચા: છેલ્લા ઘણા સમયથી વજુભાઈ પક્ષના તમામ કાર્યક્રમોમાં પ્રથમ હરોળમાં  થાય છે  સામેલ

કર્ણાટકના  પૂર્વ  રાજયપાલ  અને ગુજરાતના  પીઢ રાજકારણી વજુભાઈ વાળા ગુજરાત વિધાનસભાની  આગામી ચૂંટણીમાં ફરી રાજનીતિમાં  સક્રિય  થાય તેવા  સંકેતો મળીરહ્યા છે.  તેઓ છેલ્લા ઘણા સમયથી  પક્ષના  તમામ  કાર્યક્રમોમાં પ્રથમ હરોળમાં  સ્થાન મેળવી રહ્યા છે.  સાથોસાથ  સક્રિયતાથી  તમામકાર્યક્રમોમાં જોડાઈ રહ્યા છે. ગઈકાલે  રાજકોટ ખાતે  ભાજપના  રાષ્ટ્રીય મહામંત્રી  બી.એલ. સંતોષની  અધ્યક્ષતામાં  સૌરાષ્ટ્ર ઝોનની  બેઠક  મળી હતી   આ બેઠક પૂર્ણ થયા બાદ તેઓ  વજુભાઈ વાળાને મળ્યા હોવાનુંજાણવા મળી રહ્યું છે. બંને  વચ્ચે  લાંબી  વાતચીત  થઈ હતી આ બેઠકમાં  સાંસદ અને પ્રદેશ ભાજપના મહામંત્રી વિનોદ ચાવડા  પણ સામેલ થયા હોવાનું  ચર્ચાઈ રહ્યું છે.

કર્ણાટકના રાજયપાલ તરીકે નિવૃત થયા બાદ  વજુભાઈ વાળા કેટલાક સમય માટે  રાજનીતિથી અલીપ્ત થઈ ગયા હતા.  પરંતુ  ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા  વજુભાઈ ફરી  લાઈમલાઈટમાં આવી ગયા છે. તેઓ  પક્ષના  તમામ  કાર્યક્રમોમાં  દેખાઈ રહ્યા છે.  તાજેતરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં  રાજકોટ ખાતે યોજાયેલ તિરંગા યાત્રામાં તેઓ સામેલ થયા હતા.  ભાજપ હવે જુના જોગીઓને  ગુજરાતના રાજકારણમાં જાણે ફરી સક્રિય કરવા ઈચ્છી રહયું હોય તેવું લાગી રહ્યું છે.

ગઈકાલે  બી.એલ. સંતોષ સાથેની  વજુભાઈની બેઠક  ઘણી  સૂચક મનાઈ રહી છે. સામાન્ય રીતે  રાજયપાલનું પદ ભોગવ્યા બાદ કોઈ પણ નેતા ચૂંટણી લડતા હોતા નથી. પરંતુ  વજુભાઈ  આ  વ્યાખ્યામાંન આવે તેવું લાગી રહ્યું છે. જો પક્ષ દ્વારા તેઓને ચૂંટણી લડવા માટે  દબાણ કરવામાં આવશે તો  બની શકે છે. કે  તેઓ રાજકોટ પશ્ર્ચીમ  વિધાનસભાની બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે વધુ એક વાર મેદાનમાં ઉતરે એક સમયે  ગુજરાતના  રાજકારણમાં  શંકરસિંહ વાઘેલા અને વજુભાઈ વાળાની જોડી હોટફેવરીટ મનાતી હતી  બાપુ નવા પક્ષ સાથે  વિધાનસભાની ચૂંટણીમાં  જંપલાવે તેવી પ્રબળ સંભાવના છે. તો બીજી તરફ  વજુભાઈ પણ  વધતી જતી  ઉંમરને  લઈ  રાજકીય નિવૃત લેવાના બદલે  પક્ષને   હવે   જરૂરીયાત ઉભી થઈ છે ત્યારે મજબુતાઈ સાથે ફરી સક્રિય થાય તેવા  સ્પ્ષ્ટ એંધાણો   વર્તાઈ રહ્યા છે. જે રીતે  તેઓ છેલ્લા ઘણા સમયથી  રાજનીતિમાં સક્રિય થઈ રહ્યા છે. તે પણ   એક  પ્રકારની સૂચકતા  મનાઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.