Abtak Media Google News

મોટર એકિસડન્ટ કલેઈમ ટ્રિબ્યુનલે ૧૧ વર્ષ જૂના કેસમાં આપ્યો ચુકાદો

વાહન ચાલકો સાવધાન, આકસ્મિક મોતના કેસમાં ૭૬ લાખ વળતર રૂપે ચૂકવવાનો આદેશ થયો છે. ૧૧ વર્ષ જૂના કેસમાં મોટર એકિસડન્ટ કલેઈમ ટ્રિબ્યૂનલે મૃતક એવા એક બિઝનેશમેનના પરિવારને અધધ વળતર આપવાનો આદેશ કર્યો છે.

આ કેસની વિગત એવી છે કે ૧૧ વર્ષ પહેલા એટલ કે વર્ષ ૨૦૦૬માં નવીદિલ્હીના ધનાઢય વેપારી દેવીન્દર કુમારના બાઈકને એક ટ્રક ચાલકે હડફેટે લીધું હતુ. આ બનાવમાં બાઈક ચાલક વેપારીનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજયું હતુ.

આ કેસમાં ઓરીયન્યલ ઈન્સ્યુરન્સ કંપની લીમીટેડને મોટર એકસીડન્ટ કલેમ ટ્રિબ્યુનલે મૃતક દેવીન્દર કુમારના પરિવારને ‚પીયા ૭૬ લાખનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે. વળતરની અસલ રકમ રૂપીયા ૭૬,૨૨,૭૭૦ છે. ટ્રિબ્યુનલે ચુકાદામાં નોંધ્યું હતુ કે ટ્રક ખૂબ જ જેટ ગતિથી અને બેદરકારીપૂર્વક ચલાવાતા વીમાધારક દેવીન્દરકુમારનું મૃત્યુ થયું હતુ તેમાં તેનો કોઈ વાંક કે કસૂર ન હતો. તેના વિ‚ધ્ધ કોઈ જ મામલો બનતો નથી માટે ઈન્સ્યુરન્સ કંપનીએ મૃતકના પરિવારને રૂપીયા ૭૬ લાખનું વળતર આપવું ઘટે.

ટ્રક ડ્રાઈવર અને ઈન્સ્યુરન્સ કંપનીએ એવી દલીલ કરી હતી કે મૃતક દેવીન્દર કુમાર મિશ્રા બેદરકારીથી બાઈક ચલાવી રહ્યા હતા એટલે અકસ્માતનો ભોગ બન્યા હતા પરંતુ અદાલતે તમામ દલીલો ફગાવી દીધી હતી અને ચોકકસ સમયમાં લાભાર્થી પક્ષકારને વીમાની (વળતર) રકમ રૂપીયા ૭૬,૨૨,૭૭૦ ચૂકવી દેવા ટ્રિબ્યુનલે આદેશ કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.