Abtak Media Google News

 જામનગર સમાચાર

જામનગર ખાતે આગામી તા.13 ઓક્ટોબરના રોજ વાઇબ્રન્ટ ગુજરાત, વાઇબ્રન્ટ જામનગર કાર્યક્રમ યોજાનાર છે. જેનો તા.13 ઓક્ટોબરના રોજ સવારે 10 કલાકે શ્રી કેશવજી અરજણ લેઉવા પટેલ સમાજ, રણજીતનગર ખાતે જામનગરના પ્રભારીમંત્રી મુળુભાઈ બેરા શુભારંભ કરાવશે.
હાલ સમગ્ર રાજ્યમાં ગ્લોબલ સમિટ અન્વયે વાઇબ્રન્ટ ગુજરાત કાર્યક્રમના ભાગરૂપે વિવિધ જિલ્લાઓમાં વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ ડીસ્ટ્રીક્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે જામનગર ખાતે આગામી 13 ઓક્ટોબરના રોજ વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ જામનગર કાર્યક્રમ યોજાનાર છે.

Advertisement

કાર્યક્રમ અંતર્ગત યોજવામાં આવેલ એક્ઝિબિશન તા.13 અને 14 ઓક્ટોબર સુધી સવારે 9.30 સાંજે 6 કલાક સુધી નાગરિકો માટે ખુલ્લું રહેશે.આ ઉપરાંત કાર્યક્રમ અંતર્ગત 25 જેટલા ઔદ્યોગિક સ્ટોલ, વિવિધ એકઝીબિશન, એક્સપર્ટ સેમિનાર, ઓ.ડી.ઓ.પી. બઝાર સહિતના આકર્ષણોનું પણ જિલ્લા વહીવટી તંત્ર તથા જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર જામનગર દ્વારા આયોજન કરાયુ છે.કાર્યક્રમના સુચારૂ આયોજન માટેની બેઠક જિલ્લા કલેકટર બી.એ.શાહની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે યોજવામાં આવી હતી.જેમાં વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ, જામનગર કાર્યક્રમ અંતર્ગત કાયદો અને વ્યવસ્થા, સ્ટેજ-સ્ટોલ અંગેની વ્યવસ્થા, પ્રચાર પ્રસારની કામગીરી, સહિત યોજાનાર સેમિનાર અને એક્ઝિબિશન અંગે કલેકટર દ્વારા સંબધિત વિભાગોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ બેઠકમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર પી.બી.પટેલ દ્વારા યોજાનાર કાર્યક્રમની રૂપરેખા અંગે ઉપસ્થિત સૌને માહિતગાર કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં અધિક કલેક્ટર બી.એન.ખેર, પ્રાંત અધિકારીઓ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, નાયબ પોલીસ અધિક્ષક, સહિત વિવિધ અમલીકરણ સમિતિઓના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સાગર સંઘાણી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.