રકતદાન કેમ્પ, ગૌ આધારીત અમૃત આહાર અંગેનું માર્ગદર્શન સેશન, અંગદાન, જાગૃતિ, ઉર્જાજળ સરોવરના દાતાઓનું સન્માન સહિતની સેવાકીય પ્રવૃત્તિઓ સાથે ભોજન અને રાસગરબાનો કાર્યક્રમ પણ યોજાશે

રાજકોટ ગ્રામ્ય વિભાગીય કચેરીના કાર્યપાલક ઈજનેર ગોપાલભાઈ પટેલના વિદાય સમારોહનું    આવતીકાલે જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. આ વેળાએ રકતદાન કેમ્પ, ઓર્ગન ડોનેશન અવેરનેશ પ્રોગ્રામ, રાસ ગરબા અને ભોજન સમારંભ સહિતના કાર્યક્રમો યોજાનાર છે. જેની વિસ્તૃત સિવગતો આપવા પીજીવીસીએલ અને  જીબીઆના જીતુભાઈ ભટ્ટ અને ગોપાલભાઈ પટેલ સહિતનાએ અબતકની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

આવતીકાલે વય મર્યાદાને કારણે નિવૃત થતાં પ્રમાણીક , સેવાભાવી , કર્મનિષ્ઠ લોકપ્રિય કાર્યપાલક ઇજનેર ગોપાલભાઈ પટેલના ભવ્ય વિદાય કાર્યક્રમનું આયોજન કરેલ છે . જેના ઉપક્રમે  કાલે  રોજ રાત્રે 8 થી 11 વાગ્યા સુધી ડી – લાઇટ પાર્ટી પ્લોટ, 150 ફૂટ રિંગ રોડ ખાતે બહુવિધિ લોકસેવાના કાર્યક્રમો જેમાં ઉર્જાજળ સરોવરના દાતાઓનું સન્માન, ગૌ આધારીત અમૃત આહાર અંગે ડો. વલ્લભભાઈ કથીરીયાનું માર્ગદર્શન, અંગદાન અંગે ડો. વિરોજાની ટીમ દ્વારા જાગૃતિ અભિયાન, બ્લડ ડોનેશન કેમ્પ તથા ભોજન સાથે રાસ ગરબાનો ભવ્ય કાર્યક્રમ રાખેલ છે.

વધુમાં જણાવવાનું કે, લોધિકા, બાબરા, ધ્રોલ, રણછોડનગર પેટા વિભાગીય કચેરી તથા કોર્પોરેટ ઓફીસ અને જી.ઇ.આર.સી. અમદાવાદ ખાતે ફરજ બજાવેલી, તેમજ એચ.ટી. પેટા વિભાગીય કચેરીને ફરજ દરમ્યાન રાજકોટ સિટીને પોલ રહિત સારી સુવિધાનો સપ્લાય મળી રહે તે માટે ડીઆઈએસએસ સ્કીમ નીચે લોકોને નડતરરૂપ વીજપોલ 80 ફૂટ રોડ , ઢેબર રોડ , કેનાલ રોડ , જિલ્લા ગાર્ડન , સંત કબીર રોડ , આશ્રમ રોડ વિસ્તારને અન્ડર ગ્રાઉન્ડ લાઇનમાં ફેરવી કરેલ સુંદર કામગીરી બદલ આરએમસી દ્વારા પ્રસસ્તી પત્ર / સન્માન મેળવેલ તેમજ કુદરતી આપતી ભુજ ધરતીકંપ તથા સુરત પૂર હોનારત વખતે કરેલ સેવા કાર્યોની ફરજ બદલ જી.ઇ.બી. અને જી.યુ.વી.એન.એલ. દ્વારા પ્રસ્તી પત્ર પ્રાપ્ત કરેલ છે.

જી.એચ.પટેલે  જુનિયર ઇજનેરથી કાર્યપાલક ઇજનેર તરીકેની 32 વર્ષની સર્વિસમાં પરીવાર ભાવના દ્વારા ટીમવર્ક થી કરેલ કાર્યોથી ઉજ્જવળ સફળતાઓ પ્રાપ્ત કરેલ છે . જી.ઇ.બી. એન્જીનિયર એસોશીએશનના સંગઠન મંત્રી તરીકે કાર્યરત રહેલા છે . કાર્યક્રમને સફળ બનાવવા પી.જી.વી.સી.એલ.નો પરીવાર જહેમત ઉઠાવી રહ્યો છે.

32 વર્ષ પીજીવીસીએલનાં નેજા હેઠળ લોકોની સેવા કરી તેનો ખુબ આનંદ

આવતીકાલે વયમર્યાદાના લીધે નિવૃત થઈ રહેલા જી.એચ.પટેલે જણાવ્યું કે તેઓએપીજીવીસીએલના નેજા હેઠળ 32 વર્ષ લોકોનીસેવા કરીતેનો ખુબ આનંદ છે. વીજળી આજની જરૂરીયાત છે. લોકોને સાતત્યપૂર્ણ વીજ પુરવઠો પુરો પાડવા માટે થતી કામગીરી એ લોકોની સીધી સેવા જ છે.

વધુમાં તેઓએ યુવા અધિકારીઓ અને કર્મચારીઓને સંદેશ આપતા જણાવ્યું કે બસ નિષ્ઠશસાથે કામ કરો કંપની આગળ વધશે એટલે તમે પણ આગળ વધશો.

વિદાય ભેટ સ્વરૂપે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ 15 લાખના ખર્ચે બનાવશે તળાવ

DSC 0003

સૌરાષ્ટ્રમાં પાણીની તંગીને ધ્યાનમાં રાખીને ગોપાલભાઈ અને તેમના મિત્રોએ નિવૃત્તિ સાથે પ્રકૃતિ સેવાનું  ઉંમદા કાર્ય કરવાનું બીડુ ઝડપ્યું છે. એક પ્રકૃતિ પ્રેમીને વિદાય ની ભેટ  સ્વરૂપે મિત્રોદ્વારા રૂપીયા 15 લાખના ખર્ચે ઉર્જા નામનું તળાવ ઉંડ નદી પર વિભાગીયા ગામ પાસે ગીરગંગા પરિવારના  દ્વારા બનાવવાનું આહવાન કરેલ છે. તળાવ બનાવીને નિવૃત્તિના માધ્યમ મારફત એક નવો ચીલો પાડીને સમગ્ર સમાજને એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પુરૂ પાડવાની નેમ રાખી છે.

આજ રીતે આ વર્ષે ગીરગંગા પરિવાર દ્વારા ઘણા લોકોએ જન્મદિવસે, લગ્નની સલગીરા તેમજ સ્વજનોને પૂર્ણતિથિ રૂપે  આવા ઘણા ચેકડેમોના કામ કરેલ છે. પાણી બચાવવાના અભિયાનના આ કાર્યને ગીરગંગા પરિવારના પ્રમુખ દિલીપભાઈ સખીયા, દિનેશભાઈ વોરા, વિઠલભાઈ બાલધા,  રતીભાઈ ઠુંમ્મર, અશોકભાઈ મોલીયા, મનીષભાઈ માયાણી, માધુભાઈ પાંભર,  લક્ષ્મણભાઈ શીંગાળા,  રમેશભાઈ જેટાણી પાર પાડી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.