Abtak Media Google News

વિશ્વ કપ જીતી લાવવા શુભકામના પાઠવી

અન્ડર-૧૯ ટીમના કેપ્ટન  પૃથ્વી શા અને તેની ટીમ સાથે ટીમ ઇન્ડીયાના કેપ્ટન વિરાટ કોહલીએ સેસન કર્યુ હતું.

જેમાં તેણે ખેલાડીઓને અણમોલ ટિપ્સ આપી હતી. આ સિવાય તેણે અન્ડર-૧૯ ના પોતાના અનુભવો વર્ણયા હતા.  વિરાટને પણ અન્ડર-૧૯ વર્લ્ડ કપ રમવાનો અનુભવ છે.

તેણે મુંબઇના પોતાના વેડિંગ સીસેપ્શનમાંથી ફી થતા વેંત જ અન્ડર-૧૯ ટીમના સભ્યોને મળવા માટે ટાઇમ કાઢી લીધો હતો.

અન્ડર-૧૯ ટીમના કોચ અને ટીમ ઇન્ડીયાના એક વખતના આધારભૂત બેટધર (ધ વોલ) રાહુલ દ્રવિડે રીસેપ્શન વખતે જ વિરાટ કોહલીને ટીમ વર્લ્ડ કપ રમવા જઇ રહ્યાનું જણાવ્યું હતું. ત્યારબાદ તેણે ફોન કરીને પણ ફરીથી આમંત્રણ આપ્યું હતું.

રાહુલને માન આપતા વિરોટ અન્ડર-૧૯ ના ખેલાડીઓ સાથે સેસન કરી ટિપ્સ આપી હતી વિશ્વ કપ જીતી લાવવા માટે શુભકામના પાઠવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.