Abtak Media Google News

મુંબઈથી ગોવા જનારી પ્રસિદ્ધ જન શતાબ્દી ટ્રેનમાં વિસ્ટાડોમ કોચની સવારી શરૂ થઈ રહી છે. ભારતીય રેલવેમાં વિસ્ટાડોમ કોચ એ પહેલો કોચ છે, જેમાં કાચની મોટી મોટી બારી છે અને આ બારીઓ છત પર પણ ગોઠવવામાં આવી છે. આ કોચમાં મુસાફરોને માટે એલસીડી સ્ક્રિનની પણ સુવિધા છે. તો સાથે જ રિવોલ્વિંગ ચેરની પણ સુવિધાઓ છે. 40 સીટ વાળો આ કોચ 3.38 લાખના ખર્ચે બન્યો છે. તેમાં રહેલી ખુરશીઓ 360 ડિગ્રી સુધી ફરી શકે છે. આ સેવા દાદરથી મડગાંવ રૂટ પર ઉપલબ્ધ થશે. આ સિવાય ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ છે.જેમાં ફિલ્મો જોઈ શકાય છે.

Advertisement

આ કોચનું બુકિંગ તમામ કમ્પ્યૂટરાઇઝ્ડ રિઝર્વેશન સેન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર શરૂ કરવામાં આવ્યુ છે. ઉલ્લેખનીય છે કે, મૉનસૂનમાં આ ટ્રેન અઠવાડિયામાં 3 દિવસ ચાલશે જ્યારે મૉનસૂન પૂરું થતા અઠવાડિયામાં 5 દિવસ આ ટ્રેન ચાલશે. જન શતાબ્દી એક્સપ્રેસ દાદરથી સવારે 5.25 વાગે ઉપડશે જે તે જ દિવસે સાંજે 4 વાગ્યા સુધીમાં મડગાંવ પહોંચાડી દેશે.

એપ્રિલ 2017માં આ કોચ પહેલા વિશાખા પટનમ- કિરાંદુલ ટ્રેનમાં લગાવવામાં આવ્યો હતો.જેનુ ઉદ્ધઘાટન તત્કાલીન રેલવે પ્રધાન સુરેશ પ્રભુએ કર્યુ હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.