Abtak Media Google News

‘અબતક’ ની મુલાકાતમાં આયોજકો દ્વારા રકતદાતાઓને જોશભેર મહાદાનની અપીલ

રકતદાન મહાદાન પરોપકારી સૌરાષ્ટ્રવાસીઓ પારકાની પીડા સવિશેષ જાણે છે. ત્યારે થેલેસેમીયા બાળકો અને જરુરીયાત મંદ દર્દીઓ માટે ખરે ટાણે રકતની અછત ન સર્જાય તે માટે રકતદાન પ્રવૃતિઓનું સૌરાષ્ટ્રમાં ખુબ જ મહત્વ છે.રાષ્ટ્રીય અસ્મિતા સંઘ દ્વારા દર વર્ષની જેમ આવતીકાલે વિરાણી હાઇસ્કુલમાં રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

‘અબતક’ ની મુલાકાતમાં પંકજભાઇ બકોત્રા, જીતુભાઇ હુંબલ, વિરાણી સ્કુલના આચાર્ય ડોડીયાભાઇ બહાદુરભાઇ લાવડીયા, જીગ્નેશભાઇ પરમાર, વિજયભાઇ ચાવડીયા અને આશિષભાઇ ટાંકે રકતદાન કેમ્પની વિગત આપતા જણાવેલ કે સંસ્થા દ્વારા દર વર્ષે રકતદાન કેમ્પની પરંપરા શરુ કરી છે. સંસ્થા દ્વારા આગઉ બે કેમ્પ બાદ આવતીકાલે ત્રીજો કેમ્પ નું આયોજન કર્યુ છે.

સિવીલ હોસ્પિટલના થેલેસેમીયા ગ્રસ્ટ અને દર્દીના લાભાર્થે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવનાર છે. રાજકોટના ટાગોર રોડ ઉપર આવેલ વિરાણી હાઇસ્કુલમાં સવારે 8 થી 4 વાગ્યા સુધીમાં રાખવામાં આવશે. રાષ્ટ્રીય અસ્મિતા સંઘની સાથે આ વર્ષે શ્રી શા.વે. વિરાણી ટ્રસ્ટ સાથે સાથે અન્ય મંડળી ગ્રુપો તેમજ ઘણા બધા કાર્યકર્તા અને મિત્ર મંડળ સાથે મળી રકતદાન કેમ્પમાં વધુમાં વધુ રકત બોટલ થાય તે માટે જહેમત ઉઠાવી રહ્યાં છે. આ આયોજનમાં રાજકોટ સીવીલ હોસ્પિટલ માટે વધુમાં વધુ રકત બોટલ એકત્ર થાય તે માટે પ્રયત્ન કરવામાં આવશે. રાષ્ટ્રીય અસ્મિતા સંઘ દ્વારા દરેક સમાજના ભાઇઓના ભવિષ્યની હિતની ચિતા કરી રકતદાન ની અપીલ કરેલ છે. જેમાં રાષ્ટ્રીય અસ્મિતા સંઘના કાર્યકર્તા દ્વારા તમામ ભાઇઓ બહેનોને 17-5-2023 ને બુધવારે વિરાણી હાઇસ્કુલ એ રકતદાન કરવા અપીલ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.