Abtak Media Google News

પોરબંદર વહિવટી તંત્ર દ્વારા નવતર પ્રયોગ આકર્ષણનું કેન્દ્ર બન્યો

વધુને વધુ લોકો મતદાન કરવા માટે પ્રેરાય તે માટે પોરબંદર જીલ્લા વહીવટી તંત્ર દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે જે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. લીલા નાળીયેર અને તરબુચ પર અચૂક મતદાન કરો તેવા સ્ટીકર લગાવવામાં આવ્યા છે.

Advertisement

Img 20210211 Wa0022

પોરબંદર શહેરમાં સ્વેપ ટીમ દ્વારા મતદાન જાગૃતિ માટે વિવિધ પ્રયોગ કરવામાં આવી રહ્રાા છે. જેમાં હાલ લીલા નાળીયેર અને તરબુચ પર સ્ટીકરો લગાવી લોકોમાં મતદાન જાગૃતિ માટે પ્રયાસ કરવામાં આવ્યો છે.

Img 20210211 Wa0020

પોરબંદર શહેરના લોકોમાં મતદાન કરવાના વિશેષ્ા મહત્વ અંગે જાગૃતિ આવે તેવા હેતુસર સ્વેપ ટીમ દ્વારા મતદાન જાગૃતિના વિવિધ નવતર પ્રયોગ કરવામાં આવી રહ્રાા છે. જેમાં એક નવતર પ્રયોગમાં તરબુચ અને લીલા નાળીયેર જેવા ફળો પર મતદાન જાગૃતિ અંગેના સ્ટીકરો લગાવવામાં આવ્યા છે. જેને લઈને લોકોમાં મતદાન જાગૃતિ વિશે ખાસ પ્રકારનું આકષ્ર્ાણ જાગે અને જાગૃતિ આવે તે માટે આ નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો. જેમાં ફળના વેપારીઓએ ઉત્સાહભેર ભાગ લઈ લોકોને જાગૃત કરવા પ્રયાસ કરવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.