Abtak Media Google News

મેષ

આ સપ્તાહ દરમિયાન ધંધા વ્યવસાય હેતુ પ્રવાસ, હળવો પરિશ્રમ રહેવાના સંયોગો.  સર્વિસ બિઝનેસના જાતકો માટે પ્રવાસ એવમ પુષ્કળ ફાયદો થવાના સંયોગો. નાનાં ઔદ્યોગિક એકમ તથા મોટા વ્યાપાર- વાણિજ્ય એકમનાં જાતકો માટે  આ સપ્તાહ દરમ્યાન હળવાં સંઘર્ષ સાથે સાનુકૂળતા જણાશે. છૂટક વ્યાપારી માટે લાભકારી સાથે દોડધામ જણાશે.  ખાનગી શૈક્ષણિકના જાતકો માટે આ સપ્તાહ પણ સામાન્ય રહેવાના સંયોગો.  સરકારી ક્ષેત્રના કર્મચારીઓ તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે  આ સપ્તાહ અર્ધ લાભદાયક નીવડશે  કુટુંબ-પરિવારમાં સુખ-શાંતિ, યથાવત રહેશે. વિદ્યાર્થી, મહિલા કર્મીઓ, નિવૃત્ત તથા ગૃહિણી માટે આ સપ્તાહ પણ સાનુકૂળ રહેશે. 4 જૂન મધ્યમ રહેશે.

વૃષભ

બ્રાંડેડ ગામેંટ્સ  એવમ રેડીમેડ ગાર્મેન્ટ્સ નાં આઉટલેટના જાતકો, તથા ફેશન એસેસરીઝ, શુ વેર્સના ઉત્પાદક તથા વિક્રેતા તથા બ્યુટી પાર્લર ના જાતકો માટે આ સપ્તાહ ખૂબ લાભકારી નીવડશે.  વિચારકો, લેખકો, સાહિત્યકારો, પ્રોકલેમ સેલીબ્રીટી માટે આ સપ્તાહ હળવું પ્રતિકૂળ રહેશે.  ઔદ્યોગિક એકમના જાતકો માટે આ સપ્તાહ લાભકારી રહેશે. વ્યાપારી એકમના જાતકો માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. સરકારી ક્ષેત્રના કર્મચારીઓ એવમ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ બહુ લાભદાયક નીવડશે.  મિત્રો, સ્નેહીઓ તરફથી  સાથ સહકારના સંયોગો. વર્કીંગ વુમન, ગૃહિણી તથા વિદ્યાર્થી માટે આ સપ્તાહ આરામદાયી ને સુખદાયી નીવડશે. 4,5 જૂન સાધારણ રહેશે.

મિથુન

આ સપ્તાહ દરમિયાન ધંધા વ્યવસાય હેતુ ભાગદોડ તથા પ્રવાસ થવાની શકયતાઓ.  સરકારી ક્ષેત્રના તમામ કર્મચારીઓ માટે આ સપ્તાહ  હળવાં સંઘર્ષ વાળું તથા ચડાવ ઉતાર વાળું  રહેવાંના સંયોગો.  દરેક પ્રકારના ઔદ્યોગિક  એકમના જાતકો માટે આ સપ્તાહ પણ લાભકારી તથા સાનુકૂળ નીવડશે. કુટિર એવમ લઘુ ઉદ્યોગના જાતકો માટે આ સપ્તાહ  લાભકારી તથા નવી નવી તકો વાળું નીવડશે. વ્યાપાર વણિજ એકમના જાતકો માટે આ સપ્તાહ ભાગ દોડ વાળું રહેશે. છૂટક વ્યાપારી માટે ભાગદોડ વાળું પરંતુ લાભકારી સપ્તાહ. રહેશે. સગાં, સ્નેહી તરફથી સહકારનાં સંયોગો. છાત્રો, મહિલા કર્મી, ગૃહિણી, તથા નિવૃત્ત માટે આ સપ્તાહ આનંદમયી નીવડશે. 5, 6 જૂન સાવ મધ્યમ જણાશે.

કર્ક

સરકારી વિભાગનાં તમામ ઊચ્ચાધિકારીઓ તેમજ કર્મચારીઓ વર્ગ માટે આ સપ્તાહ  હળવું ભાગદોડવાળું સાથે લાભકારી પણ નીવડશે. નાનાં, મોટા દરેક ઔદ્યોગિક એકમના જાતકો તથા મોટા વ્યાપાર- વાણિજ્ય એકમના જાતકો માટે આ સપ્તાહ સાનુકૂળ પરંતુ દોડ ધામ વાળું નીવડશે. સર્વિસ બિઝનેસ તથા ફાઈનાન્સ રીલેટેડ એકમ, એજન્સીઝ, શરાફી પેઢી એવમ છૂટક વ્યાપારી માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડવાના સંયોગો. ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ હળવું લાભકારી નીવડશે. કુટુંબ-પરિવાર તરફથી સુખ-શાંતિ, સહકાર યથાવત રહેશે. વિદ્યાર્થી, નિવૃત્ત તથા મહિલા કર્મી ગૃહિણી માટે સાનુકૂળ સપ્તાહ. 6 તથા 8 જૂન મધ્યમ જણાશે.

સિંહ

આભૂષણ ત્થા ઈમીટેશન્સ જવેલરીઝનાં એકમનાં જાતકો માટે આ લાભકારી સપ્તાહ. કોસ્મેટિક્સ સંબંધિત તમામ ઔદ્યોગિક કે વ્યાપારી એકમના જાતકો માટે ફાયદાકારક સપ્તાહ. ધંધા- વ્યવસાયના  અધૂરા રહેલા કામ કાજ  પૂરા થવાની શકયતાઓ. સંયોગો. સ્મોલ સ્કેલ મશીનરી ઉદ્યોગ, નાનાં ઉદ્યોગ તથા વ્યાપાર વણિજના જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાયી નીવડશે.   તમામ વર્ગના સરકારી કર્મચારી  માટે આ સપ્તાહ વધારે કામકાજ વાળું રહેશે.  ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે ચડાવઉતાર વાળું સપ્તાહ.  નજીકના સગા સ્નેહીઓ તથા મિત્રો દ્વારા સાથ સહકારનાં સંયોગો.  મહિલા કર્મી ગૃહિણી, નિવૃત્ત તથા વિદ્યાર્થી માટે આ સપ્તાહ પણ લાભદાયી.  7 જૂનનો દિવસ  જ મધ્યમ જણાશે.

કન્યા

ખાનગી શરાફી પેઢી, નોન બેંકીંગ, ત્થા બેન્કિંગ ફાઇનાન્સ કંપની સાથે સંકળાયેલ તમામ જાતકો  એવમ ખાનગી મેનેજમેન્ટ  ફર્મસના જાતકો માટે અર્ધ મધ્યમ સપ્તાહ.  માર્ગદર્શન પ્રદાન કરતાં તમામ સર્વિસ બિઝનેસના જાતકો માટે પુષ્કળ લાભદાયી સપ્તાહ. ઔદ્યોગિક તથા વ્યાપાર વણિજ એકમના જાતકો માટે આ હળવું લાભદાયી  સપ્તાહ.  છૂટક એવમ નાનાં વ્યાપારી માટે આ સપ્તાહ લાભદાયક રહેશે. સરકારી એવમ ખાનગી કર્મચારીઓ માટે લાભદાયી સપ્તાહ.  કુટુંબ પરિવાર તથા સ્નેહીઓ, મિત્રો સાથે પ્રવાસના સંયોગો.  કૌટુંબિક  સુખ શાંતિ વધારો થવાના સંયોગો.  વિદ્યાર્થી, નિવૃત્ત, ગૃહિણી, મહિલાકર્મી, સંતાનો, માટે આ સપ્તાહ લાભકારી રહેશે.  7 જૂન મધ્યમ જણાશે.

તુલા

નાનાં ઔદ્યોગિક એકમનાં જાતકો માટે લાભકારી સપ્તાહ. ઈલેક્ટ્રીસીટી રીલેટેડ પ્રોડકશન્સ ના ઔદ્યોગિક–વ્યાપારી એકમનાં જાતકો માટે લાભદાયી સપ્તાહ. ડેરી એકમના જાતકો માટે લાભદાયી સપ્તાહ. મોટા ઔદ્યોગિક એકમનાં જાતકો માટે હળવું લાભકર્તા સપ્તાહ. જથ્થાબંધ વ્યાપારી એકમનાં તમામ જાતકો માટે લાભકારી સપ્તાહ. પરિશ્રમી વ્યાપારીઓ માટે લાભદાયી સપ્તાહ. સરકારી ક્ષેત્ર તેમજ અર્ધ સરકારી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ મધ્યમ કે ઠીક ઠીક નીવડશે.  ખાનગી ક્ષેત્રનાં કર્મચારી માટે આ સપ્તાહ લાભદાયી જણાશે. વિદ્યાર્થી, નિવૃત્ત , મહિલા કર્મી, ગૃહિણી માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. 6 જૂન સામાન્ય નીવડશે.

વૃશ્ચિક  

મોટા ઈંડ્સ્ટ્રીયલ એકમ એવમ પોર્ટ ટ્રાન્સપોર્ટેશંસના  એકમના જાતકો માટે આ સપ્તાહે હળવી દોડધામ જણાશે. હેવી  હયુજ અને પરિશ્રમ વાળા દરેક એકમના જાતકો માટે આ સપ્તાહ બહુ લાભદાયક નીવડશે. આ સિવાયના અન્ય, ઔદ્યોગિક એકમના જાતકો તેમજ વ્યાપારી એકમના જાતકો માટે આ સપ્તાહ પણ સાનુકૂળ તથા ભાગદોડ વાળું નીવડશે. સરકારી ક્ષેત્રના કર્મચારીઓ તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ  હળવુ લાભદાયક નીવડશે.  કુટુંબ તથા સ્નેહીઓ તરફથી સાથ સહકાર મળે તેવી સંભાવના. મહિલા કર્મી, ગૃહિણી તથા વિદ્યાર્થી એવમ નિવૃત્ત માટે આ સપ્તાહ પણ લાભદાયક નીવડશે. 8 જૂનનો  દિવસ જ સાવ સાધારણ જણાશે.

ધન

ફેબ્રીક  ફર્નિશીંગ એકમનાં ઔદ્યોગિક એવમ વાણિજ્ય એકમના તમામ જાતકો માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે.  કુટિર તથા નાનાં ઔદ્યોગિક એકમના જાતકો તથા છૂટક વ્યાપારીઓ માટે આ સપ્તાહ  દોડધામ વાળું એવમ હળવું લાભકારી નીવડશે.  આ સિવાયના અન્ય તમામ ઔધોગિક એકમ તથા જથ્થાબંધ વ્યાપાર-વાણિજ્ય એકમના જાતકો માટે આ સપ્તાહ સાનુકૂળ  નીવડશે.  સરકારી ક્ષેત્રના કર્મચારીઓ તથા ખાનગી એકમના તમામ  કર્મચારીઓ માટે આ સપ્તાહ લાભદાયી નીવડશે. પ્રમોશનના સંયોગો. સગા સ્નેહીઓ સાથે મતભેદના સંયોગો. મહિલા કર્મી, ગૃહિણી, નિવૃત્ત તથા વિદ્યાર્થી માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે.  7, 10 જૂનના દિવસો મધ્યમ જણાશે.

મકર

નીચસ્થ ગુરુ તથા નીચસ્થ બુધ વાળા જાતકો માટે પ્રતિકૂળ સપ્તાહ. ઓટોમોબાઈલ એકમના જાતકો તથા ધાતુ સંબંધિત સ્પેરપાર્ટસ ના ઔદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ અર્ધ સાનુકૂળ નીવડશે. અન્ય, ઔદ્યોગિક એકમનાં જાતકો તથા વ્યાપાર વણિજના એકમનાં જાતકો માટે આ સપ્તાહ સંઘર્ષ પૂર્ણ નીવડશે.  નાનાં તથા પરિશ્રમ વાળા  વ્યાપારી એકમના જાતકો  માટે આ સપ્તાહ લાભકારક નીવડશે.  સરકારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ  સાનુકૂળ ત્થા આંશિક રીતે લાભદાયક પણ જણાશે. વિદ્યાર્થીઓ, નિવૃત્ત તથા મહિલા કર્મી, ગૃહિણી માટે સાનુકૂળ સપ્તાહ. 8 જૂન સાધારણ જણાશે. (પન્નોતિનો ઉપાય પરિશ્રમિકોને પૂરતું વળતર આપવું)

કુંભ

આ સપ્તાહે, જૂનાં કામકાજનો નિકાલ આવશે. સાથે નવા કામકાજ અને તકો મળવાની સંભાવનાઓ. ભારતના દક્ષિણી વિસ્તાર એવમ વિદેશ સાથે સંકળાયેલ ઔદ્યોગિક- વાણિજ્યક એકમનાં જાતકો માટે આ સપ્તાહ અતિ લાભદાયી નીવડશે, સાથે દોડધામ એવમ પ્રવાસનાં સંયોગો.  આ સિવાયના ઔધોગિક તથા વ્યાપાર-વાણિજ્ય એકમના જાતકો માટે દોડધામ વાળું સપ્તાહ. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ  માટે આ સપ્તાહ પ્રતિકૂળ નીવડશે.  કુટુંબ-પરિવાર દ્વારા સાથ સહકાર યથાવત રહેશે. મહિલા કર્મી, ગૃહિણી, નિવૃત્ત, વિદ્યાર્થી માટે આ સપ્તાહ  લાભદાયી નીવડશે.  7, 8 જૂન મધ્યમ નીવડશે. (પન્નોતિનો ઉપાય શ્રમદાન.)

મીન

બ્રાંડેડ એવમ  રેડીમેડ ગાર્મેંટ્સના આઉટલેટના જાતકો, તથા ફેશન એસેસરીઝ, કોસ્મેટિક્સ ના  ઉત્પાદક તથા વિક્રેતા તથા બ્યુટી પાર્લર ના જાતકો માટે આ સપ્તાહ ખૂબ લાભકારક નીવડશે. પ્રકાશકો, લેખકો, સાહિત્યકારો, પ્રોકલેમ સેલીબ્રીટી માટે આ સપ્તાહ હળવું પ્રતિકૂળ રહેશે.  ઔદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ અર્ધ-પ્રતિકૂળ જણાશે. વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તથા ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ સારું નીવડશે.  મિત્રો, સ્નેહીઓ તરફથી  સાથ સહકારનાં સંયોગો. વર્કીંગ વુમન, ગૃહિણી તથા વિદ્યાર્થી માટે આ સપ્તાહ આરામદાયી ને સુખદાયી નીવડશે. 6,9 જૂન સાધારણ રહેશે.(પન્નોતિનો ઉપાય દાન + અભ્યંગ સ્નાન)

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.