Abtak Media Google News

રૂપિયો તૂટે છે ત્યારે નિકાસ સસ્તી અને આયાત મોંઘી બને છે: અવમૂલ્યનથી સિમિત વર્ગને ફાયદો અને નુકશાન થાય છે

પૈસા બોલતા હૈ…

રૂપિયાના સતત અવમૂલ્યન અંગે ચિંતા વ્યકત કરવામા આવી રહી છે. ડોલર સામે રૂપિયાની નબળાઈ કે મજબુતાઈ ભારતીય અર્થતંત્રને સીધી અસર પહોચાડે છે. ભારતીય રૂપિયો તૂટે છે. ત્યારે નિકાસ સસ્તી બની જાય છે. પરંતુ આયાત ખર્ચાળ એટલે મોંઘી બને છે.

નિષ્ણાંતના મત અનુસાર રૂપિયો આંતરરાષ્ટ્રીય પરિબળોના પ્રવાહમાં અથડાતો કૂટાતો પોતાનું સાચુ સ્થાન પ્રાપ્ત કરે તે વધુ ઈચ્છનીય છે.ભારતીય અર્થતંત્રની તંદુરસ્તી માટે રૂપિયાનું ‘લીમીટેડ ડીવેલ્યુએશન’ એટલે કે માપસરનું અવમૂલ્યન થવું જોઈએ તેવું ડો. આંબેડકર માનતા હતા રૂપિયાના અવમૂલ્યનથી સિમીત વર્ગને ફાયદો અને નુકશાન થઈ શકે.

વર્તમાન સમયમાં પણ રૂપિયાના અવમૂલ્યન બાબતે આવી જ અસર જોવા મળે છે. રૂપિયો વધારે મજબૂત હોય એટલે કે ૧ ડોલર બરાબર જેટલા ઓછા રૂપીયા હોય એટલો નિકાસમા ઓછો ફાયદો થાય. પણ રૂપીયાની ખરીદશકિત વધારે હોય, રૂપીયાનું મૂલ્ય ગબડે એટલે નિકાસકારોને ફાયદો થાય.

રૂપિયાની ખરીદશકિત ઘટે કિંમતો વધે અને ફૂગાવો પણ વધે તેવી પણ દહેશત છે.રૂપીયાનું સડસડાટ સતત અવમૂલ્યન થાય એટલે સૌથી પહેલો બોજ આયાતી ચિજોના ભાવ પર પડે છે. આયાતી ક્રુડ અને બીજી પેટ્રોલીયમ પેદાશો મોંઘી બને છે. ભારતનું આયાત બીલ વધે છે. એટલે વધેલુ બીલ ચૂકવવા બજેટમાં જોગવાઈ કરવી પડે છે. પરિણામે અર્થતંત્ર ઉપર ભારણ વધે છે.

રૂપીયાનું અવમૂલ્યન, મોંઘવારી અને ફૂગાવો એકબીજા પર આધારીત નહી હોવા છતાં પરસ્પર અસર કરે છે. અવમૂલ્યનના કારણે વિદેશ પ્રવાસો મોઘા બને છે. તો વિદેશમાંથી ભારત આવતા પ્રવાસીઓ કે, મેડિકલ ટુરીઝમ માટે આવતા લોકોનું પ્રમાણ વધી શકે છે. નિકાસમાં ઉજળી તકો રહે છે.પરંતુ રૂપિયાના આ હદના અવમૂલ્યનથી એકંદરે નુકશાન થઈ શકે છે.

ડોલર પાઉન્ડની સામે રૂપીયાનું મૂલ્ય વધવા માટે ઘણા કારણ જવાબદાર છે. તેમાં સરકારે ગેરવહીવટનું કારણ તો ખૂબજ પાછળના ક્રમે છે. ભારતની સાથે સાથે બ્રાઝીલ, નોનેશિયા જેવા વિકાસશીલ અર્થતંત્રના સ્થાનિક ચલણનું મૂલ્ય પણ ઘટયું જ છે.

ક્રુડના ભાવને અંકુશમાં રાખવા ઈરાનથી ઓઈલનો જથ્થો મળતો રહેશેBrent Crude Oil Drumઈંધણના ભાવને અંકુશમાં રાખવા માટે ભારત આગામી નવેમ્બર મહિનાથી ઈરાન પાસેથી ક્રુડનો જથ્થો ખરીદવાનું ચાલુ કરશે. ભારત સરકારની બે કંપનીઓ ઓઈલ ખરીદવાનું ચાલુ કરશે તેવું ઉર્જા મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું છે જેમાં ઈન્ડીયન ઓઈલનો પણ સમાવેશ થાય છે.

ઈરાન ઉપર અમેરિકાના પ્રતિબંધો ચાર નવેમ્બરથી લાગુ થશે. ત્યારે અમેરિકા ઈચ્છે છે કે, નવેમ્બર બાદ કોઈપણ દેશ ઈરાન પાસેથી ઓઈલ ખરીદે નહી, ઈરાન પાસેથી ઓઈલ ખરીદનાર ચીન અને ભારત મુખ્ય દેશ છે. જો ભારત ઈરાન પાસેથી ઓઈલ ખરીદવાનું બંધ કરી દે તો ઈરાનને ઘૂંટણીયે પાડી શકાય ભારત દર વર્ષે ખૂબજ મોટો જથ્થો ઈરાનીયન ઓઈલનો ખરીદે છે. ભારતનું હિત ઈરાનના ઓઈલ સાથે સંકળાયેલું છે. જેથી ભારતે અત્યારે અમેરિકાને પ્રતિબંધોને અવગણી આગામી નવેમ્બર મહિનાથી ઈરાનના ઓઈલની ખરીદી ચાલુ કરવાનો નિર્ણય લીધો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.