વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારતને હવે આર્થિક મહાસત્તાનું ગૌરવ મળવાનું છે આમ પણ ભારતને આઝાદી પ્રાપ્ત થયાના 75 માં વર્ષની ઉજવણી થઈ રહી છે,લોકતાંત્રિક વિશ્વમાં અત્યારે ભારત વિશ્વ ગુરુ ની ભૂમિકામાં ગોઠવાતું જઈ રહ્યું છે, ત્યારે વારંવાર એવો સવાલ ઊભો થાય છે કે ખરેખર લોકતંત્રની પરિપક્વતાનું માપદંડ શું હોઈ શકે?

લોકતંત્રમાં પ્રત્યેક નાગરિક ને મતદાનનું મહત્વ સમજાય અને યોગ્ય દિશામાં મતદાન થાય તેને લોકતંત્ર ની પરિપક્વતા કહી શકાય ,કે ચૂંટાયેલા ગ્રામ પંચાયતના સરપંચ થી લઈ જિલ્લા પંચાયત પ્રમુખ ,ધારાસભ્ય, મુખ્યમંત્રી ,સાંસદ થી લઈને વડાપ્રધાન સુધીના પ્રત્યેક જન પ્રતિનિધિને લોકતંત્રના જતન ના મૂલ્યની સાથે સાથે પોતાને મળેલી ફરજો અને જનતાના વિશ્વાસ નું પાંચ વર્ષ દરમિયાન પ્રત્યેક દિવસે પૂરેપૂરું વળતર આપવાની ધગશ નિ ખેવના ને લોકતંત્રની પરિપક્વતા ના માપદંડ ગણવાની વાત કરીએ તો હજુ આપણે પરિપક્વ થયા નથી… કારણ  જુજ જન પ્રતિનિધિઓને બાદ કરતા મોટાભાગના જન્ પ્રતિનિધિઓ ચૂંટાયા પછી પોતાના વિસ્તારને મતદારોની  ખેવના ના બદલે પોતાના રાજકીય પક્ષ વિચારધારા નેતા અને આર્થિક લાભ માં વધુ રસ દાખવતા હોય છે.

ચૂંટણીમાં મતદાનની ટકાવારી જોવાય છે..લોકોની ઉત્સાહ અને ઓછા વધારે ઉત્સાહ ના ગણિત મંડાઈ છે, પણ ક્યારે ચૂંટાયેલા જન પ્રતિનિધિઓની દાનતના કે પાંચ વર્ષ સુધી પંચાયતી લઈ લોકસભા સુધીમાં પ્રજાનું કેટલું હિત કર્યું? તેના માપદંડો લોકશાહીની પરિપક્વતા મપાવવી જોઈએ લોકશાહીમાં સો ટકા મતદાન આદર્શ ગણાશે પણ ખરેખર લોકોના ચૂંટાયેલા પ્રતિનિધિઓની નિષ્ઠા સો ટકા થાય ત્યારે જ લોકતંત્રની પરિપકવતા ગણાય ..એ માપદંડ ખરું અને આદર્શ ગણાશે પરંતુ એ માટે હજુ ઘણી રાહ જોવી પડે તેવું દેખાઈ રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.