Abtak Media Google News

મેષ :  પરિવાર, પત્ની- સંતાનના કામમાં, નોકરી-ધંધાના કામમાં આપને સાનુકુળતા- આનંદ- હળવાશ રાહત રહે. ધંધો-આવક થાય.

વૃષભ :  નોકરી-ધંધાના કામથી દોડધામ- ચિંતા રહે પરંતુ મહેનત- દોડધામના પ્રમાણમાં ધાર્યું કામ થાય નહીં. કામમાં વિલંબ થાય.

મિથુન :  વાણીની મીઠાસ- વ્યવહારની નમ્રતા તમારા રોજીંદા કામમાં, નોકરી-ધંધામાં લાભ આપી જાય. ફાયદો થાય. તમારા કામની કદર થાય.

કર્ક :  હરો ફરો- કામકાજ કરો પરંતુ કામમાં એકાગ્રતા જળવાય નહીં. નોકરી-ધંધામાં માણસોના કારણે, અન્ય મુશ્કેલીના કારણે તકલીફ પડે.

સિંહ :  નોકરી-ધંધાના કામમાં પોતાના અંગત કામ કરતા અન્યના કામથી તમે મુંઝવણ અનુભવો. સમય- શ્રમ- નાણાનો વ્યય થાય.

કન્યા :  કામના ઉકેલથી આનંદમાં રહો. નોકરી-ધંધાનું કામ થાય. બહાર જવાનું થાય. ખર્ચ ખરીદી થાય. ધંધો-આવક થઇ શકે.

તુલા :  વિચારોની સ્થિરતા- એકાગ્રતા રાખીને નોકરી-ધંધાનું તેમજ સંસ્થાકીય કામકાજ કરવું. સાંસારિક જીવનમાં મિત્રવર્ગમાં ચિંતા રહ્યા કરે.

વૃશ્ચિક :  અગત્યના કામની ચિંતા રહે. વધારાનો ખર્ચ થાય. રસ્તામાં આવતા જતા આંખમાં-ગળામાં ઇજાથી સંભાળવું. વાહન ધીમેથી ચલાવવું.

ધન :  વિલંબમાં પડેલ કામનો ઉકેલ લાવવા માટે દોડધામ રહે. મહેનત કરવી પડે, ખર્ચ થાય તેમ છતાં કામના ઉકેલથી હળવાશ રહે.

મકર :  નોકરી-ધંધાના સંબંધ- વ્યવહાર સચવાય. તમે જેમને યાદ કરતા હોવ, જેમનું કામ હોય તેમને મળવાનું થાય. આનંદ રહે.

કુંભ :  નોકરી-ધંધાના કામમાં વ્યસ્તતા રહે. સીઝનલ ધંધો આવક થાય. દેશ- પરદેશના સંબંધ-વ્યવહારમાં સાનુકુળતા- આનંદ રહે.

મીન :  આજનો દિવસ આપે તન મન ધનથી વાહનથી સંભાળવો પડે. નોકરી-ધંધાના કામમાં આકસ્મિક ચિંતા ઉપાધિથી મુશ્કેલી પડે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.