કઈ જમીનમાં ક્યારે વાવેતર થઈ શકે ? ખેડૂતોના આ પ્રશ્નના જવાબમાં અંગે ડો. ગોહિલ અબતકના માધ્યમથી જણાવે છે. જે જમીન પિયતવાળી હોય ત્યાં 2.5 ઇંચ વરસાદ પડ્યે આગોતરૂ વાવેતર થઈ શકે છે. પાણીવાળી જમીનમાં ઓછા વરસાદે પણ વાવણી શક્ય છે. જ્યારે જે જમીન બારત એટલે કે સૂકી છે. ત્યાં પિયતની પૂરતી વ્યવસ્થા નથી. તેવી જમીનમાં આગોતરા વાવેતર માટે 3.5 ઇંચ વરસાદની જરૂર રહે છે.

ઉલ્લેખનીય છે કે, પુરતી પાણી વ્યવસ્થાના કારણે અનેક જમીનો પિયતવાળી છે. તેઓ માત્ર અઢી ઈંચ વરસાદ પડ્યે જ વાવણી કરી શકે છે પરંતુ આગાહી પ્રમાણે તો અઢી ઈંચથી ડબલ એટલે કે, 5 ઈંચ જેટલો વરસાદ પડવાનો છે એટલે વાવણી કરવી શકય બને છે. આ ઉપરાંત જ્યાં સુકી જમીન છે ત્યાં પણ સાડા ત્રણની બદલે પાંચ ઈંચ જ વરસાદ પડશે ત્યાં પણ વધુ વરસાદ પડવાનો હોય ત્યાં પણ વાવણી શકય બને છે. આમ જે જે જિલ્લામાં પાંચ ઈંચ જેટલો વરસાદ પડશે ત્યાં વાવણી થઈ શકવાની છે. આમ ખેડૂતો માટે ખુશીના સમાચાર છે. કુદરત આગોતરી વાવણી કરવાની તક આપવાનું છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.