તમે જોયું કે નહીં વરુણ ધવનની ‘ભેડિયા’નું ટીઝર, જોવા અહીં કરો ક્લિક

બોલીવુડના ફેમસ કલાકાર વરુણ ધવન જે કોઈ પણ ભૂમિકા શ્રેષ્ઠ રીતે ભજવી શકે છે. બદલાપુર, જુડવા-2, ઢીશુમ જેવી સુપરહિટ ફિલ્મો કર્યા બાદ વરુણ આગામી દિવસોમાં ‘હોરર ફિલ્મ’ કરવા જઈ રહ્યા છે.આ ફિલ્મનું નામ ‘ભેડિયા’ છે જેમાં ક્રિતિ સેનન પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.વરુણ અને ક્રિતિની જોડી આ પેહલા દિલવાલે ફિલ્મમાં જોવા મળી હતી.ત્યાર પછી લાંબા સમય બાદ આ બંને રૂપેરી પડદે સાથે જોવા મળશે .

આ ફિલ્મનું પ્રોડક્શન દિનેશ વિજાન દ્વારા કરવામાં આવ્યું છે. ‘સ્ત્રી’ અને ‘રૂહી’ પછી ‘ભેડિયા’ દિનેશ વિજનનાની ત્રીજી હોરર ફિલ્મ હશે.ફિલ્મની રિલીઝ ડેટની ઘોષણા કરવા ઉપરાંત તેનું ટીઝર પણ રિલીઝ કરવામાં આવ્યું છે. ટીઝરમાં એક માણસ ગાઢ જંગલમાં અચાનક વરુ બનતો જોવા મળે છે સૂત્રો દ્વારા એવું કહેવામાં આવે છે કે વરુણ ધવન આ વરુનું એટેલ કે ભેડિયાનું પાત્ર હશે. ક્રિતી સેનનના પાત્ર વિશે હજી કંઇ કહેવામાં આવ્યું નથી.

ટીઝરમાં જણાવવામાં આવ્યું છે કે આ ફિલ્મ 14 એપ્રિલ 2022 ના રોજ રિલીઝ થશે. આ ફિલ્મમાં વરુણ ધવન અને ક્રિતી સેનન ઉપરાંત અભિષેક બેનર્જી અને દિપક ડોબરિયલ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન દિગ્દર્શક અમર કૌશિક કરશે, જેમણે ‘સ્ત્રી’ જેવી સુપરહિટ હોરર-કોમેડી ફિલ્મો બનાવી છે.