રાજકોટમાં ડ્રાઇવીંગ શિખતી વેળાએ મહિલાએ કાકી-ભત્રીજાને લીધા ઠોકરે

બ્રેકની જગ્યાએ લીવર દબાવી દેતા સર્જાયો અકસ્માત બન્નેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા

રાજકોટમાં રેસકોર્ષ ગ્રાઉન્ડમાં ડ્રાઇવીંગ શીખતી વેળાએ મહીલાએ કાર પર કાબુ ગુમાવતાં તેણીએ ફુગ્ગા વેચતા કાકી-ભત્રીજાને ઠોકરે લેતા બન્નેને ગંભીર ઇજા થતા તેને સારવાર અર્થે સિવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મહીલા કાર શીખતી હતી ત્યારે બ્રેકની બદલે લીવર દબાવી દેતા સજાર્યો અકસ્માત સજાર્યો હતો.

મળતી માહીતી મુજબ રેસકોર્સ ગ્રાઉન્ડ નજીક ફુટપાથ પર રહેતા અને રમકડા અને ફુગ્ગા વેચતાં કાજલબેન વિકીભાઇ ચારોલીયા (ઉ.વ.રર) અને તેનો ભત્રીજો કાર્તિક ભાવેશભાઇ ચારોલીયા (ઉ.વ.1) એ સાંજના સમયે ગ્રાઉન્ડમાં હતા ત્યારે પુરપાટ વેગે ધસી આવતી કારે બાળકોની ચકરડી અને બન્નેને ઠોકરે લેતા બન્નેને ઇજા પહોચતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

અકસ્મચત સર્જાતા ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થયા હતા અને બનાવની જાણ પ્ર.નગર પોલીસને જાણ થતા સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસમાં જાણવા મળ્યું હતું કે, મહીલા ગ્રાઉન્ડમાં કાર ડ્રાઇવીંગ શીખી રહી હતી ત્યારે બ્રેકની બદલે લીવર દબાવી દેતા અકસ્માત સજાર્યો હતો.