Abtak Media Google News

1994 માં ISROના ભૂતપૂર્વ વૈજ્ઞાનિક નંબી નારાયણ સાથે સંકળાયેલા જાસૂસી કેસમાં પોલીસ અધિકારીઓની ભૂમિકા અંગે ઉચ્ચ સ્તરીય સમિતિ દ્વારા દાખલ કરેલા તાપસ અંગેના અહેવાલની સુપ્રીમ કોર્ટમાં ગુરુવારે સુનાવણી થઈ હતી.

જસ્ટિસ એ.એમ.ખાનવિલકરની અધ્યક્ષતાવાળી બેઠકમાં કેન્દ્રની અરજી અને સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ ડી.કે.જૈનની અધ્યક્ષતા વારી ત્રણ સભ્યોની પેનલના અહેવાલને ધ્યાનમાં રાખી CBI તપાસના આદેશ આપ્યા છે. કેન્દ્રએ 5 એપ્રિલના રોજ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી, અને આ બાબતને રાષ્ટ્રીય મુદ્દો બતાવી તત્કાલીન સુનવાય કરવાની અપીલ કરી હતી.

કોર્ટે નંબી નારાયણને 50 લાખ આપવાનો નિર્દેશ કર્યો

કોર્ટે 14 સપ્ટેમ્બર, 2018ના રોજ પેનલની રચના કરતી વખતે કેરળ સરકારને વૈજ્ઞાનિકોને વળતર રૂપે 50 લાખ ચૂકવવાનો નિર્દેશ આપ્યો હતો. કારણ કે નંબી નારાયણએ ઘણા અપમાન સહન કર્યા હતા. પેનલની રચના કરતી વખતે કોર્ટે નિર્દોષ અધિકારીઓને નારાયણનને હેરાન અને અપમાન કરવા બાબતે આ રકમ ચુકવામાં આવશે.

શું હતો આ કેસ?

આ મામલો 1994માં ISROમાં થયેલો જાસૂસી કેસ ગણાય છે, જે એ સમયે સમાચારોની હેડલાઇન્સમાં હતો. આરોપ એવો મૂકવામાં આવ્યો હતો કે ભારતના અંતરિક્ષ કાર્યક્રમને સંબંધિત કેટલાક ગુપ્ત દસ્તાવેજોને બે વૈજ્ઞાનિકો અને માલદીવની બે મહિલાઓ સહિત ચાર લોકોએ અન્ય દેશોમાં મોકલ્યા છે. આ કેસમાં નારાયણનની ધરપકડ કરવામાં આવી હતી. તે સમયે તાપસ થયેલો અહેવાલ ત્રણ સભ્યોની પેનલે સીલબંધ પરબિડીયામાં તાજેતરમાં સર્વોચ્ચ અદાલતમાં સુપરત કર્યો છે. CBIએ તેની તપાસમાં કહ્યું હતું કે 1994 માં, નારાયણનની ગેરકાયદેસર ધરપકડ કરવા માટે કેરળ પોલીસના ઉચ્ચ અધિકારીઓ જવાબદાર હતા.

નવેમ્બર 1994 માં નંબી નારાયણની ધરપકડ થઈ હતી.
આ કેસની તપાસ ડિસેમ્બરમાં CBIને સોંપવામાં આવી હતી.
પોલીસ અને CBI આ કેસની તપાસમાં પુરાવા શોધવામાં નિષ્ફળ ગઈ.
50 દિવસની કેદ પછી નારાયણનને જાન્યુઆરી 1995માં જામીન મળી ગયા.
એપ્રિલ 1996 માં, CBIએ આ કેસ બંધ કરવાની અરજી કરી.
મે 1996 માં મેજિસ્ટ્રેટ કોર્ટે આ કેસને રદ કરીને બધાને નિર્દોષ જાહેર કર્યા.
1996 માં, માકપા સરકારે આ કેસ પર ફરીથી તપાસ શરૂ કરવા પહેલ કરી હતી.
સુપ્રીમ કોર્ટે 1998 માં કેસ રદ કર્યો અને તમામ આરોપોને રજા આપી દીધા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.