Abtak Media Google News

કોરોના વાયરસના બદલતા કલર અને તેના સંક્રમણથી બચવા હાલ રસી જ એકમાત્ર રામબાણ ઇલાજ સમાન ગણાઇ રહી છે. કોરોનાની વૈશ્વિક મહામારી માંથી મુક્ત થવા ભારત સહિત વિશ્વના મોટાભાગના દેશોમાં રસીકરણ ઝુંબેશ જોરશોરમાં શરૂ થઈ ગઈ છે. પરંતુ આ રસીના ડોઝ કેટલા દેવા જોઈએ ? કેટલા સમયના અંતરે દેવા જોઈએ ? તે અંગે હજુ મૂંઝવણ રહેલી છે ત્યારે આ અંગે બ્રિટન દ્વારા કરાયેલા એક અભ્યાસમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે રસીના બે ડોઝ વચ્ચેનું ઓછામાં ઓછું અંતર 12 અઠવાડિયાનું હોવું જોઈએ. જો આ અંતર જળવાઈ રહે તો પહેલો ડોઝ અપાયા બાદ જે બીજો ડોઝ આપવામાં આવે છે તે 3.5 ઘણો અસરકારક નીવડે છે.

એક ડોઝ લીધા પછી 12 અઠવાડિયા બાદનો બીજો ડોઝ 3.5 ગણો અસરકારક-બ્રિટીશ અભ્યાસમાં દાવો

બ્રિટિશ નિષ્ણાંતો દ્વારા ફાઈઝર રસી પર પ્રયોગ કરવામાં આવ્યો હતો. અને આ અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે ક્લિનિકલ ટ્રાયલ્સમાં પરીક્ષણ કરાયેલા ત્રણ અઠવાડિયાના ડોઝ કરતા 12 અઠવાડિયાનું અંતર હોવું જોઈએ. ફાઈઝર રસીના ઉત્પાદનમાં ભાગીદાર બાયોએનટેક એ કહ્યું કે આ અભ્યાસમાં સૂચવવામાં આવેલા પગલાને ટેકો આપવા હજુ કોઈ ડેટા નથી. જો કે, કંપનીએ કહ્યું છે કે ક્લિનિકલ ટ્રાયલ્સ ઉપરાંત લોકોની આરોગ્ય બાબતોને ધ્યાનમાં લઈ નિર્ણય લેવામાં આવશે. બ્રિટિશ નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે જો ફાઈઝર રસીનો  એક ડોઝ અપાયા બાદ બીજો ડોઝ 84 દિવસ પછી આપવામાં આવે તો એન્ટીબોડી 3.5 ગણા વધુ વિકસિત થાય છે. અને કોરોના સામે લડવામાં રોગપ્રતિકારક શક્તિ પણ વધુ મજબૂત બની જાય છે. આ અભ્યાસ 80 થી 99 વર્ષની વય જૂથના વર્ગના 175 લોકો પર કરવામાં આવ્યો હતો.

કોરોના સામેની લડાઈમાં રસી જ જાદુઈ છડી સમાન મનાય રહી છે. બીજી લહેરની સાથે આવનારી તમામ લહેર સામે બચવા વિશ્ર્વના મોટા ભાગના દેશોમાં રસીકરણની પ્રક્રિયા શરૂ છે. હાલ ભારતમાં 18 વર્ષથી વધુ વયના લોકો માટે પણ રસીકરણ શરૂ થઈ ગયું છે. આગામી ટુંકસમયમાં 12 વર્ષથી 18 વર્ષની વયજૂથના લોકો માટે રસી ઉપલબ્ધ બનાવવા કો-વેક્સિન અને કોવિશિલ્ડ સહિતની રસીઓના પરિક્ષણ થઈ રહ્યા છે. જેથી કરીને આગામી સપ્ટેમ્બર ઓક્ટોમબર માસમાં આવનારી કોરોનાની ત્રીજી લહેર સામે બાળકોને બચાવી શકાય. રસી ઉપરાંત હાલ નિયમોનું કડક પાલન જ કોરોનાની સામેની વૈશ્ર્વિક મહામારીમાંથી ઉગારશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.