Abtak Media Google News

જાણો, બાબા વાંગાએ બીજી કઈ-કઈ ભવિષ્ય વાણી કરી દુનિયાને ચેતવી છે

ભવિષ્યવાણી તો કોઈ પણ કરી શકે છે પરંતુ એ ઘટના ભવિષ્યમાં ખૂબ ઓછા લોકોની સાચી પડે છે . આવા જ એક સ્ત્રી અમેરિકામાં હતી કે જેને ભવિષ્યમાં જે મોટી મોટી ઘટનાઓ ઘટવાની હતી તેની ભવિષ્યવાણી અગાવથી જ કરેલી છે. અમેરિકાનો 9/11 ના હુમલાથી લઈને સુનામી સુધીની બધી જ ભવિષ્યવાણી બાબા વાંગા નામની સ્ત્રીએ કરી હતી .આ બાબા 85 વર્ષની ઉમરમાં એટ્લે કે વર્ષ 1996માં મૃત્યુ પામી હતી. વેંગા બાબાની બધી જ ભવિષ્યવાણિઓથી લોકો અચંભમાં મુકાયા છે .

વાવાઝોડામાં રહસ્યમય રીતે આંખો ગુમાવનાર બાબા વાંગા માટે કહેવામા આવે છે કે તે ભવિષ્ય જોઈ શકે છે. તેમનું 1996 માં અવસાન થયું હતું. 2001 ના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલો, 2004 ની સુનામી અને 2010 માં આરબ સ્પ્રિંગ જેવા ઘણી આગાહીઓ બાબા વેંગાએ કરી હતી.

બાબા વાંગાએ એવી ભવિષ્યવાણી કરી છે કે 2021માં દુનિયાને અને મહાવિપતિઓનો સામનો કરવો પડશે આટલું જ નહિ ચીન સમગ્ર માનવતા પર પોતાનો કબજો કરશે. તેમણે ૨૦૨૧ માટે એક સારી ભવિષ્યવાણી પણ કરી છે કે કેન્સર જે અત્યારે ખૂબ મોટી સમસ્યા બની ગઈ છે તેનું નિરાકરણ ૨૦૨૧ માં મળી જશે.

તેણીએ કહ્યું છે કે 2021માં ત્રણ રાક્ષસો એક થઈ જશે અને એક મજબૂત ડ્રેગન દુનિયા પર કબ્જો કરશે . નવા વર્ષમાં દુનિયાને કષ્ટદાયક સમયનો સામનો કરવો પડશે . વિશ્વભરમાં લોકોના આસ્થાના નામ પર ભાગલા પડી જશે . તેમના ભક્તો દ્વારા કહેવામા આવ્યું છે કે અહી મજબૂત ડ્રેગનનો મતલબ અત્યારે વિશ્વમાં ચીનનો વધતો જતો પ્રભાવ છે. તેણીએ એમ પણ કહ્યું છે કે હું એવી ઘટના જોવ છું જે માનવના ભાગ્ય અને નિયતિને બદલી નાખશે .

તેમની ઘણી ભવિષ્યવાણી સાચી પડી છે તો ઘણી ભવિષ્યવાણી ખોટી પણ પડી છે .વર્ષ 1996માં પોતાના મૃત્યની આગાહી કરનાર બાબા વેંગાએ કહ્યું હતું આ વિશ્વનો અંત આવશે પરંતુ તેમની ભવિષ્યવાણી ખોટી સાબિત થઈ છે . તેમણે કહ્યું છે કે ” તે દિવસ આવશે જ્યારે કેન્સર લોખંડની સાંકળોમાં બંધાય જશે ”.વર્ષ 2021માં કેંસરની સારવાર મળશે .

બાબા વાંગા એમ એવો દાવો પણ કર્યો છે કે વર્ષ 2021 માં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બહેરા થઈ જશે. એટલું જ નહીં, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિનને જીવલેણ હુમલાથી પોતાનો બચાવ કરવો પડશે. આ ઉપરાંત, મુસ્લિમ કટ્ટરપંથીઓ કેમિકલ વડે યુરોપ પર હુમલો કરશે . અગાઉ બાબા વેંગાએ દાવો કર્યો હતો કે યુરોપમાં ‘ગ્રેટ મુસ્લિમ યુદ્ધ’ થશે પરંતુ તે બન્યું નહીં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.