Abtak Media Google News

કોરોના મહામારી વચ્ચે બજેટમાં તરલતા, ફુગાવો અને રાજકોષીય ખાધ કેન્દ્રસ્થાને રહેશે: એક તબક્કા સુધી ફુગાવો સંતુલિત રાખવા પ્રયાસ

કોરોના મહામારી બાદ તરલતા, ફુગાવો અને રાજકોષીય ખાધનો મુદ્દો લોકજીભે ચડી ગયો છે. ચાલુ વર્ષે બજેટ પણ આ ત્રણેય મુદ્દાઓ ઉપર કેન્દ્રિત રહેશે. આવી સ્થિતિમાં વૈશ્વિક સમીકરણોના કારણે ભારતમાં ફુગાવો વધે તેવી દહેશત છે જોકે, અમુક હદ સુધી અર્થતંત્રમાં ફુગાવો રહેવો જોઈએ. ફુગાવો એકદમ ઓછો કે એકદમ વધુ સારો નહીં. ચાલુ વર્ષે જથ્થાબંધ માલ સામાન માટેનો ફુગાવો તળિયે પહોંચ્યો હતો પરંતુ હવે ફુગાવો વધે તેવી ભીતિ છે ત્યારે ફુગાવાની લહેર ભારતના અર્થતંત્રને કિનારે લાંગરી દેશે? તેવો પ્રશ્ન ઉભો થયો છે.

અત્યારે અર્થતંત્રને કોરોનાની મહામારીમાંથી કળ વળી રહી છે. કોમોડિટીના વધેલા ભાવ ફુગાવો લાવશે, ઉપરાંત બજારને તરલ રાખવા માટે લીધેલા પગલાં પણ ફુગાવાને આમંત્રણ આપશે તેવી ભીતિ છે. વિશ્વભરમાં અલગ-અલગ દેશોએ કુલ ૧૨ ટ્રિલિયન કરતા વધુ ડોલરનું રાહત પેકેજ આપ્યું હતું જેનાથી બજારમાં તરલતા ઊભી થઈ હતી. અલબત્ત, તરલતાના કારણે વ્યાજ દરો તળિયે પહોંચી ગયા હતા અને મિલકતોના ભાવ આકાશે પહોંચ્યા હતા આવી સ્થિતિમાં ફુગાવો સંતુલિત રહે તે મોટો પડકાર બન્યો હતો પરંતુ હવે સ્થિતિ જુદી છે.  આત્મનિર્ભર ભારત યોજનાની અમલવારી કરાવવાથી નિકાસને વેગ મળ્યો છે. ભારત વિશ્વનું મેન્યુફેક્ચરિંગ હબ બનવા જઇ રહ્યું છે. અમેરિકાની ફેડ ચાલુ વર્ષે ફુગાવો ૨ ટકા સીમિત રાખવા માટે કવાયત કરશે. જો ફુગાવો વધશે તો ફેડ દર વધારવામાં નહીં આવે. અમેરિકમાં તરલતા જળવાઈ રહે તેવા પ્રયત્નો થશે. આવી જ અગ્નિપરીક્ષા ભારતમાં થશે. ભારતીય અર્થતંત્રમાં ફુગાવાનો દર ૪ ટકા રહે તેવી ધારણા બંધાઈ હતી. પરંતુ વૈશ્વિક સમીકરણો પણ અલગ સુર અલાપી રહ્યા છે. આર્થિક ગતિવિધિ થાળે પડી રહી છે જોકે કોમોડિટીના ભાવ વધ્યા છે કોમોડિટીના વધતા ફુગાવા તરફ સંકેતો આપે છે. અર્થતંત્રમાં ક્રેડિટનો ફ્લો જળવાઇ રહે તે ખુબ જ જરૂરી છે. પ્રોડક્શન વધશે, માંગ પણ વધશે પરંતુ ભાવ સંતુલિત રહે, એક તબક્કાથી વધુ વધે નહીં તે પણ જરૂરી છે. બીજી તરફ ભાવ વધારો થશે તેવી ભીતિને ટાળવા માટે લોકોની આવક પણ વધારવી પડશે. આવક વધારવા માટે સરકારે લીધેલા પગલાં ઘણા અંશે કારગત નીવડ્યા છે.

વર્તમાન સમયે કેન્દ્ર સરકારનું ધ્યાન આત્મનિર્ભર ભારત બનાવવા તરફ કેન્દ્રિત છે. નિકાસ ને વધુને વધુ પ્રોત્સાહન મળે અને વૈશ્વિક કંપનીઓ ભારતમાં ઉત્પાદન વધારે તે સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે. ઈમ્પોર્ટ ડ્યુટી ઘટાડાઈ છે અત્યારે ઈમ્પોર્ટ ડ્યુટી સરેરાશ ૧૪ ટકા જેટલી છે. કોરોના મહામારી બાદ તરલતા, ફુગાવો અને રાજકોષીય ખાધ નો મુદ્દો લોકજીભે ચડી ગયો છે. ચાલુ વર્ષે બજેટ પણ આ ત્રણેય મુદ્દાઓ ઉપર કેન્દ્રિત રહેશે. આવી સ્થિતિમાં વૈશ્વિક સમીકરણોના કારણે ભારતમાં ફુગાવો વધે તેવી દહેશત છે જોકે, અમુક હદ સુધી અર્થતંત્રમાં ફુગાવો રહેવો જોઈએ. ફુગાવો એકદમ ઓછો કે એકદમ વધુ સારો નહીં. ચાલુ વર્ષે જથ્થાબંધ માલ સામાન માટેનો ફુગાવો તળિયે પહોંચ્યો હતો પરંતુ હવે ફુગાવો વધે તેવી ભીતિ છે ત્યારે ફુગાવાની લહેર ભારતના અર્થતંત્રને કિનારે લાંગરી દેશે? તેવો પ્રશ્ન ઉભો થયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.