Abtak Media Google News

૨૮ ટકા જીએસટીના દાયરામાં લાવી પેટ્રોલ-ડિઝલ ઉપર રાજયોને વેટ ઉઘરાવવાની પરવાનગી અપાશે તો પરિસ્થિતિ જૈસે થે

પેટ્રોલ-ડિઝલને જીએસટીના દાયરામા લાવવા કેન્દ્ર સરકાર કવાયત કરી રહી હોવાની ચર્ચા થઈ રહી છે. પરંતુ શું પેટ્રોલ-ડિઝલનો જીએસટીના દાયરામાં સમાવવાની તે સસ્તુ થશે ? તે સૌથી મોટો પ્રશ્ન છે.

૨૦૧૯ની લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્ર સરકાર પેટ્રોલ-ડિઝલને જીએસટીમાં સમાવવા પગલુ લે તેવી શકયતા છે જો બન્ને ઈંધણને જીએસટીના દાયરામાં લવાશે તો તેના પર ૨૮ ટકા જીએસટી અને રાજયો દ્વારા લાગુ થતો સ્થાનિક વેરો અમલમાં મુકાશે હવે અહીં ઉલ્લેખનીય છે કે, અત્યારે જીએસટીનો મહત્તમ દર ૨૮ ટકા છે. ૨૮ ટકા જીએસટી વધતા વેટ હાલના પેટ્રોલ-ડિઝલ પરના કર માળખા જેવો જ રહેશે. પરિણામે પેટ્રોલ-ડિઝલના ભાવમાં કોઈ ફર્ક પડશે નહીં.

હાલ પેટ્રોલ-ડિઝલ પર કેન્દ્ર સરકાર દ્વારા એકસાઈઝ ડયૂટી અને રાજયો દ્વારા વેટની વસુલાત થાય છે. કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ પર ૧૯.૪૮ અને ડિઝલ પર ૧૫.૩૩ રૂપિયા પ્રતિ લીટર એકસાઈઝ ડયૂટી વસુલવામાં આવે છે તે ઉપરાંત રાજય દ્વારા ઈંધણો પર વેટની વસુલાત પણ થાય છે. પેટ્રો-ઉત્પાદકોને જીએસટીના દાયરામાં લાવતા પહેલા સરકારે પેટ્રોલ-ડિઝલ-કુદરતી ગેસ, જેટ ફયુઅલ અને ક્રુડ ઓઈલને જીએસટીમાં લાવવાથી રૂ.૨૦ હજાર કરોડનો ટેકસ સરકારને ગુમાવવો પડશે. જીએસટીમાં પેટ્રોલ-ડિઝલનને લાવવાનો નિર્ણય રાજકીય હશે અને કેન્દ્ર તથા સરકારે સામૂહિક રીતે લેવો પડશે.

તાજેતરમાં પેટ્રોલ-ડિઝલ સહિતના ઈંધણના ભાવમાં સતત વધારાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. અસહ્ય ભાવ વધારા બાદ સરકાર પેટ્રોલ ડિઝલના ભાવમાં ઘટાડો થાય તે માટે કર વેરો ઓછો કરે તેવી માંગ ઉઠી હતી. ત્યારે જીએસટીના દાયરામાં પેટ્રોલ-ડિઝલ લાવવાનો વિચાર પણ મુકાયો હતો. હાલ સરકાર આ મુદ્દે વિચારાધીન હોવાનું જાણવા મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.