Abtak Media Google News

વિપક્ષ પાસે સ્પષ્ટ બહુમતીનો અભાવ: અવિશ્વાસના પ્રસ્તાવની ચર્ચાના સમાપન બાદ મતદાન થશે

કેન્દ્રની ભાજપ સરકાર ૪ વર્ષના શાસનમાં પ્રથમ વખત અવિશ્વાસના પ્રસ્તાવ પર આવતીકાલે ચર્ચા હાથ ધરવા જઈ રહી છે. એનડીએ સરકાર સામે વિપક્ષના સાંસદો દ્વારા રજૂ કરાયેલા અવિશ્વાસના પ્રસ્તાવને ગઈકાલે લોકસભાના સ્પીકર સુમિત્રા મહાજને મંજૂરી આપી હતી. છેલ્લા ૧૫ વર્ષમાં પ્રથમ વખત કોઈ સરકાર અવિશ્વાસના પ્રસ્તાવનો સામનો કરી રહી છે. વર્ષ ૨૦૦૩માં તત્કાલીન એનડીએ સરકારની સામે અવિશ્વાસના પ્રસ્તાવ લવાયો હતો. મોદી સરકાર આવતીકાલે અવિશ્વાસની વેંતરણી પાર કરવા સક્ષમ છે તેવું માનવામાં આવે છે.

Advertisement

કોંગ્રેસ અને તેલગુદેશમ્ પાર્ટી સહિતના વિપક્ષો દ્વારા સંસદના ચોમાસુ સત્રના પ્રારંભી જ પાઠવાયેલી અવિશ્વાસના પ્રસ્તાવની અરજીને સ્વીકારવામાં આવી હતી. સરકાર સામે પીડીપીના સાંસદ શ્રીનિવાસનના નામે અવિશ્વાસનો પ્રસ્તાવ લવાશે. આવતીકાલે લોકસભામાં સરકાર સામેના પ્રસ્તાવ પર ચર્ચા હાથ ધરાશે. આખો દિવસ પ્રસ્તાવ પર ચર્ચા બાદ મતદાન થશે. પ્રશ્ન કલાક નહીં હોય, ગૃહમાં અન્ય કોઈ બીજી કામગીરી ચાલશે નહીં.

લોકસભામાં સંપૂર્ણ બહુમતી માટે ૨૭૨ બેઠકની જરૂર છે. માટે વિપક્ષને ખ્યાલ છે કે, અવિશ્વાસના પ્રસ્તાવી મોદી સરકારને ઉની આંચ પણ નહીં આવે જો કે સરકારના જૂઠાણા ઉજાગર કરવાની આ તક વિપક્ષ પાસે છે તેવું તેમનું માનવું છે. વિપક્ષ પાસે હાલ માંડ ૨૩૦ સાંસદોનું સર્મન છે. અલબત આ મામલે યુપીએના અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું છે કે, કોણ કહે છે કે વિપક્ષ પાસે સંખ્યાબળ નથી. પીડીપી દ્વારા રજૂ કરાયેલા અવિશ્વાસના પ્રસ્તાવ પર ૫૦થી વધુ સાંસદોએ હસ્તાક્ષર કર્યા છે.

વડાપ્રધાન મોદીએ તો સંસદના ચોમાસુ સત્રના પ્રારંભે જ કહ્યું હતું કે, સરકાર વિપક્ષ દ્વારા ઉઠાવાયેલા કોઈપણ મુદ્દે ચર્ચા કરવા તૈયાર છે. રાષ્ટ્રહિતમાં વિવિધ મુદ્દા પર ચર્ચા જરૂરી છે. દરમિયાન ભાજપે અવિશ્વાસની પ્રસ્તાવની ચર્ચામાં હાજર રહેવા માટે સાંસદોને ત્રણ લીટીનો વ્હીપ જારી કર્યો છે. ચર્ચાને મતદાનમાં ગેરહાજર રહેનાર પક્ષ સામે કડક હથે કાર્યવાહી કરવામાં આવશે.

વાહ… રાજ્યસભામાં વૈંક્યા નાયડુનું ૧૦ ભાષામાં સંબોધન!

1 58રાજયસભાના ચોમાસુ સત્રના પ્રારંભમાં ૧૦ ભાષામાં સંબોધન કરી ચેરમેન વૈંકેયા નાયડુએ ઈતિહાસ નોંધાવ્યો છે. હવેથી રાજયસભામાં ૨૨ ભાષામાં વાર્તાલાપ-ચર્ચા થઈ શકશે. અત્યાર સુધી રાજયસભામાં ગુજરાતી, અસામી, બંગાળી, હિન્દી, કન્નડ, મલીયાલમ, મરાઠી, ઓરીયા,પંજાબી, તામિલ, તેલગુ અને ઉર્દૂ સહિતની ૧૭ ભાષામાં વ્યવહારો થઈ શકતા હતા. જેમાં હવે ડોગરી, કાશ્મીરી, કોંકણી, સંથલી અને સિંધી ભાષાનો ઉમેરો કરવામાં આવ્યો છે. ગઈકાલે વૈંકેયા નાયડુએ ગુજરાતી, બાંગ્લા, કન્નડ, મલીયાલમ,મરાઠી,નેપાળી, ઓરીયા, પંજાબી,તામિલ અને તેલગુ ભાષામાં ઉદ્બોધન કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.