Abtak Media Google News

૧૯૮૮માં સ્વ.રાજીવ ગાંધીએ માલદીવમાં ઓપરેશન કેકટન પાર પાડી છપ્પનની છાતીનો પરચો બતાવ્યો હતો

વૈશ્ર્વિક રાજકારણમાં મોદી અત્યાર સુધી સફળ રાજકારણ ખેલી રહ્યાં હતા. પરંતુ માલદીવ સહિતના મધ્ય એશિયન દેશોની કુટનીતિમાં મોદી સરકારી કાચુ કપાઈ જાય તેવી પરિસ્થિતી સર્જાઈ છે. રાજકીય અસ્રિતાનો સામનો કરી રહેલા માલદીવમાં ભારત મોટાભાઈનો રોલ ભજવવા કઈ રીતે તૈયારી કરે છે તેના પર સમગ્ર દુનિયાની નજર છે. માલદીવના ભૂતપૂર્વ પ્રમુખ મોહમદ નસીદે ભારતને માલદીવમાં ચાલી રહેલી રાજકીય કટોકટીમાં દરમિયાનગીરી કરવા વિનંતી કરી હતી. ત્યારબાદ આ મામલો ખૂબજ સંવેદનશીલ બની ગયો છે.

મોદી સરકાર માલદીવની રાજકીય પરિસ્થિતિમાં હા નાખી દાઝવા માગતી ની તેવું જણાય આવે છે. અલબત ૧૯૮૮માં રાજીવ ગાંધીએ માલદીવમાં લશ્કર મોકલીને છપ્પનની છાંતી હોવાનો પરચો આપી દીધો હતો. આજે આ મુદ્દે ભારત સરકાર શું વિચારી રહી છે તેનો અંદાજ લગાવવો ખૂબજ મુશ્કેલ છે.

૩૦ વર્ષ પહેલા રાજીવ ગાંધીએ માલદીવના રાષ્ટ્રપતિ દ્વારા કરાયેલી અપીલને સ્વીકારી તત્કાલ ભારતીય કમાન્ડોને માલદીવ મોકલ્યા હતા. તે સમયે માલદીવમાં અબ્દુલ ગયુમની સરકાર હતી. ત્યાં જઈ ભારતીય સૈન્યએ બધુ નિયંત્રણમાં લઈ તખ્તા પલટના ષડયંત્રની નિષ્ફળ બનાવ્યું હતું. આવી જ રીતે રાજીવ ગાંધીએ શ્રીલંકામાં લશ્કર ઉતારી છપ્પનની છાંતીનો પરચો આપ્યો હતો.

આજની તારીખે માલદીવમાં માત્ર ભારતને જ નહીં પણ ચીનને પણ રસ પડયો છે. આ મુદ્દે હાલ બેઈઝીંગ અને દિલ્હી બન્ને એકબીજાના સંપર્કમાં છે. માલદીવ સંકટનો ઉકેલ લાવવા ભારતની સ્પેશ્યલ ફોર્સ તૈયાર હોવાના અહેવાલો બાદ ચીને કોઈ બહારના પક્ષે હસ્તક્ષેપ ન કરવા તાકીદ કરી છે. ડોકલામ મુદ્દે ચીનને પછાડયા માલદીવમાં કઈ રીતે ભારત પોતાનો હા ઉપર રાખે છે તે જોવાનું રહ્યું. ચીને ભારત સો કોઈ ટકરાવ કરવાની ઈચ્છા ન હોવાના સંકેત આપી દીધા છે.

બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પે માલદીવ ઉપરાંત બર્મા, અફઘાનિસ્તાન અને અન્ય એશિયન દેશોમાં ભારતને બિગ બ્રધરની ભૂમિકા ભજવવા માટે પાનો ચડાવ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે મોદી સો ટેલીફોનિક વાતચીતમાં મ્યાનમાર અને માલદીવની સ્થિતિ બાબતે ચર્ચા કરી હતી. માલદીવમાં લોકશાહીનું હિત જળવાઈ રહે તે નિશ્ર્ચિત કરવા ટકોર પણ કરી હતી.

માલદીવમાં યુએનની ટીમની મુલાકાત કરાવવા ભારતે અપીલ કરી છે. માલદીવમાં બળવાની શકયતાને લઈને ઘણા સમયી ભારત-ચીન ઉપરાંત અમેરિકા ચિંતીત રહ્યાં છે. ત્રણેય દેશો માલદીવમાં પોતાના હિત જોઈ રહ્યાં છે. માલદીવ તેમજ મ્યાનમાર અને અફઘાનમાં ભારત દંડો પછાડે તેવું અમેરિકા ઈચ્છે છે. અલબત તેની ઈચ્છા ભારતને ચીન સો ભીડવવાની હોઈ શકે તેવું નિષ્ણાંતોનું માનવું છે.

પેલેસ્ટાઇનના પ્રવાસથી મોદીનો વૈશ્ર્વિક રાજકારણના પાસા પલટાવવાનો પ્રયાસ

વડાપ્રધાન મોદી ચાર દિવસની અખાતી દેશોની મુલાકાતે છે. આજે તેઓ જોર્ડનમાં છે. કિંગ અબ્દુલા દ્વિતીય બીન અલ હુશેન સો તેમની મુલાકાત ઈ છે. જોર્ડનના રસ્તેી તેઓ પ્રમવાર પેલેસ્ટાઈન જઈ રહ્યાં છે. આ ઉપરાંત સંયુકત આરબ અમીરાત તેમજ ઓમાનની મુલાકાત પણ તેઓ લેવાના છે. મોદીના આ પેલેસ્ટાઈનને ધ્યાનમાં રાખી યેલા પ્રવાસી વૈશ્ર્વિક રાજકારણમાં ભારતની ભૂમિકા મોટી રાખવાનો પ્રયાસ યો છે. તાજેતરમાં ઈઝરાયલના વડાપ્રધાન ભારતની મુલાકાતે આવી ચુકયા બાદ હવે સંબંધોમાં સંતુલન જાળવવા મોદી પેલેસ્ટાઈનની મુલાકાતે પહોંચ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.