Abtak Media Google News

બિટકોઇન ક્રેઝ: બીગ-બી ૬૫૦ કરોડ કમાયાને પછી ઘોવાયા

વર્ષ ૨૦૧૭માં કદાચ સૌથી વધુ ચર્ચાયેલો મુદો કોઇ છે તો તે બિટકોઇન છે. અંદાજે ર૦ ટકા થી ૩૦ ટકા સુધીના ઉતાર-ચઢાવને કારણે તે વધુ ચર્ચાસ્પદ રહ્યો છે. ઉ૫રાંત આ ચઢાવ-ઉતાર પણ કયારેક ફકત ર૪ કલાકના ગાળામાં  થઇ જાય છે.

માટે ખુબ ઓછુ રોકાણ કર્યુ હોય તે લોકો પણ એક દિવસમાં જ લાખોપતિ કે કરોડપતિ થઇ જાય છે બિટકોઇનની આ પ્રવાહીતાને કારણે નોબેલ વિજેતા અર્થશાસ્ત્ર રોબર્ટ શેલરએ બિટકોઇનને સટ્ટાકીય પરપોટા નું ઉત્તમ ઉદાહરણ કહ્યું છે. બિટકોઇનમાં જેમ આર્થીક ઉન્નતી દેખાય છે.

તેમ વ્યકિતની કંગાળ થઇ જવાની શકયતા પણ એટલે જ રહેલી છે. ટુંકા ગાળામાં લાખોપતિ- કરોડપતિ થઇ જવાના સપના જોનાર કયારેય રસ્તા પર પણ આવી જાય છે. બીટકોઇનમાં રોકાણ કરનારાઓમાં સામાન્ય નાગરીકથી માંડીને બોલીવુડના ફિલ્મ કલાકારો પણ સામેલ છે. હજુ થોડા સમય પહેલા જ સદીના મહાન કલાકાર અમીતાભ બચ્ચને પણ બિટકોઇનમાં અઢળક કમાણી કરી હોવાના સમાચાર આવ્યા હતા. પરંતુ છેલ્લા સમાચાર પ્રમાણે ક્રિપ્ટો કરંસીમાં વેપાર કરતી કંપનીઓમાં અમીતાભ બચ્ચને રોકાણ કર્યુ હતું. હવે આ કંપનીની પોલીસીમાં ફેરફાર થતા બિટકોઇનના ભાવોમાં ગગડયા હતા જેના પરીણામે અમિતાભ બચ્ચનને પણ આ ઉતાર ચઢાવની અસર થઇ છે.

ઉલ્લેખનીય છે કે બિટકોઇન જેવી કિપ્ટોકરંસીના આવા મોટા ઉતાર- ચઢાવને કારણે નેપાળ, ઇકવાડોર, બાંગ્લાદેશ જેવા દેશોએ તેને ગેરકાનુની જાહેર કરી છે. જયારે જાપાન અને બેલારુસ જેવા દેશોએ સંભાળનાને. ઘ્યાને રાખી કાયદાકીય બનાવી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.