Abtak Media Google News

જામનગર સમાચાર

જામનગર શહેરના રોઝી પેટ્રોલ પંપની સામે આવેલા એલ.આઈ.જી. આવાસના એક ફલેટમાં ચાલતી મહિલા સંચાલિત જુગારની કલબ પર સ્થાનિક ગુન્હા શોધક શાખાએ દરોડો પાડી આઠ મહિલાઓને રોકડ રકમ રૂા. ૪૦,૨૦૦ સાથે રંગે હાથ ઝડપી લીધી હતી.

Advertisement

સ્થાનિક ગુન્હાશોધક શાખાના કર્મચરીઓને હકીકત મળેલી કે એલ.આઈ.જી. આવાસના બી-૧ ના રૂમ નં. ૧૦૦૩ માં સંગીતાબેન કેતનભાઈ ગુઢકા નામની મહિલા નાલ ઉઘરાવી બહારથી અન્ય મહિલાઓને જુગાર રમાડી રહી છે. જેને પગલે ગઈકાલે બપોરના અરસામાં એલ.સી.બી. પોલીસે છાપો માર્યો હતો.

જુગાર રમતી સંગીતાબેન કેતનભાઈ ગુઢકા, સુશીલાબેન રાજેશભાઈ જોષી , રીનાબેન રમેશભાઈ પટેલ,  મનિષાબેન મહેશભાઈ ખેતિયા,  નયનાબેન બાબુલાલ રાઠોડ, , હંસાબેન મનસુખભાઈ ગઢીયાને રંગેહાથ ઝડપી લઈ તેમની પાસેથી જુગારનું સાહિત્ય ઉપરાંત રોકડ રકમ રૂા. ૪૦,૨૦૦ કબ્જે કરી તમામ વિરૂદ્ધ એલ.સી.બી. ના પી.એસ.આઈ. આર.કે. કરમટાએ સીટી સી. ડીવીઝન પોલીસ મથકે જુગારધારા કલમ ૪-૫ હેઠળ ગુનો નોંધાવ્યો હતો.

જિલ્લા પોલીસ વડાની પરવાનગી મળ્યા પછી દરોડો

જુગાર રમાતો હોવાની બે દિવસ પૂર્વે જ સ્થાનિક ગુન્હા શોધક શાખાને માહિતી મળી ગઈ હતી, પરંતુ નિયમ મુજબ ઘરમાં દરોડો પાડવા જિલ્લા પોલીસ વડાની પૂર્વ પરવાનગી મેળવવી પડે છે . જેથી પોલીસે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ પાસે મંજુરી માંગતા તેઓએ મંજુરીની મ્હોર મારી દેતા,જેના પગલે ગઈકાલે મહિલા પોલીસ અને બે પંચોને સાથે રાખી કાર્યવાહી કરવામાં આવી હતી.

 સાગર સંઘાણી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.