Abtak Media Google News

જે જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યના પરમ આદર્શ છે સૂર્ય અને ચંદ્ર જેમના ચક્ષુ છે. સ્વર્ગ શિર છે, આકાશ નાભિ છે. દિશાઓ કાન છે, જેમના મુખારવિંદમાંથી બ્રહ્મા અને બ્રહ્મદેવ ઉતપન્ન થયા, જેમની ભૂજાઓમાંથી વિષ્ણુ ઈનદ્ર અને ક્ષત્રીય ઉત્પન્ન થયા ૐ સંદેશથી વૈશ્ય, અને ચરણોથી શુદ્રની ઉત્તપતિ થઈ. જેઓ જ્ઞાન, તપ, ઐશ્ર્ચર્ય આદિ લીલાઓ દ્વારા જગતનું કલ્યાણ કરે છે, જેના સમાન ન હોઈ જ્ઞાની છે ન ધની, ન કોઈ ત્યાગી છે. ન દયાની, જે તપમાં જ હંમેશા રત રહે છે. એવા ઐશ્ર્ચર્ય અને કલ્યાણ કરનારા કૈલાસપતિ આપને કર જોડી કોટી કોટી વંદના.

ભગવાન આશુતોષના એમના ગુણોથી ગહેકતા અનંત નામો પૈકી અલ્પ નામોની ઝલક, શિવ,શંકર, મહેશ, મહાદેવ, મહેશ્ર્વર, આશુતોષ, ઉમા-મહેશ્ર્વર, અર્ધ-નારીશ્ર્વર, હરિહર, યોગીશ્ર્વર, નટરાજ, કૈલાસપતિ, પશુપતિ, મૃત્યુંજય, સદાશિવ, નીલકંઠ, રૂદ્ર વિશ્ર્વેશ્ર્વર, અમ્બિકાનાથ, શંભુ, શૂલપાણિ, રૂદ્રદેવ વિગેરેઆમ ભગવાનના અનંત નામની સાથોસાથ એના વિવિધ સ્વરૂપોની પક્ષ પૂજા કરવામાં આવે છે.

આમા પંચમુખી શિવની પૂજા આરાધનાનું સવિશેષ મહત્વ છે. આને પંચ વકત્ર પૂજા કહેવાય છે. આ પાંચ મૂખ છે. તત્પુરૂષ ઈશાન, વામદેવ, અધોર અને અદ્યોજાત, એમના ચાર મુખ ચારેય દિશાના અને પાંચમુ મધ્યમૂખ ઉર્ધ્વ દિશાનું પ્રતિક છે. ભગવાન ભોળાનાથના પૂર્વ વકત્રનું નામ તત્પુરૂષ છે, ઉર્ધ્વમુખનું નામ ઈશાન ઉતર મુખનું નામ વામદેવ પશ્ર્ચિમનું સદ્યોજાત અને દક્ષિણ મુખનું નામ અધોર છે. પશુપતિનાથી વિશિષ્ટ કહી શકાય એવી પંચવકત્ર પૂજનમાં આજ પાંચ નામોથી પંચાનન મહાદેવનું પૂજન કરાય છે.

આ સિવાય અષ્ટમૂર્તિ શિવપૂજનનો પણ મોંઘેરો મહિમા છે. આ અષ્ટમૂર્તિ વિશ્ર્વનાથના વિરાટ સ્વરૂપનું પ્રતિક છે. જેના નામ નવ, શર્વ, રૂદ્ર, પશુપતિ, ઉગ્ર સહમહાન, ભીમ અને ઈશાન છે.

  1. ૐ ભવાય જલમૂર્તયે નમ: જલમૂર્તિ એવા ભગવાન ભવને નમસ્કાર
  2. ૐ સર્વાય ક્ષિતિમૂર્તયે નમ: પૃથ્વી મૂર્તિ એવા ભગવાન શર્વને નમસ્કાર
  3. ૐ રૂદ્રાય અગ્નિમૂર્તયે નમ: અગ્નિમૂર્તિ એવા ભગવાન રૂદ્રને નમસ્કાર
  4. ૐ પશુપતયે યજમાનમૂર્તયે નમ: યજમાન મૂર્તિ એવા ભગવાન પશુપતિને નમસ્કાર
  5. ૐ ઉગ્રાય વાયુમૂર્તયે નમ: વાયુમૂર્તિ એવા ભગવાન ઉગ્રને નમસ્કાર
  6. ૐ મહાદેવાય સોમમૂર્તયે નમ: ઓમ મૂર્તિ એવા ભગવાન સહમહાન નમસ્કાર.
  7. ૐ ભીમાય આકાશ મૂર્તયે નમ: આકાશમૂર્તિ એવા ભગવાન ભીમને નમસ્કાર
  8. ઈશાનાય સૂર્યમૂર્તયે નમ: સૂર્યમૂર્તિ એવા ભગવાન ઈશાનને નમસ્કાર

આમ આઠેય મૂર્તિઓએ સમગ્ર બ્રહ્માંડને વ્યાપી લીધું છે. મતલબ તે સર્વ-વ્યાપી છે. તે સહજ પણે સિધ્ધ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.