Abtak Media Google News

કમિશન એજન્ટ અને ખેડૂતોના નાણા ફસાઈ જતા છેલ્લા પાંચ દિવસથી યાર્ડમાં ધંધા બંધ 

હળવદ માર્કેટિંગ યાર્ડના બે વેપારીઓએ કમિશન એજન્ટ અને ખેડૂતોના  કરોડો રૂપિયા ફસાવી દઈ ઉઠમણા કરતા છેલ્લા પાંચ દિવસથી માર્કેટિંગ યાર્ડની કાર્યવાહી ઠપ્પ થઈ જવા પામી છે.
હળવદ માર્કેટિંગ યાર્ડને હચમચાવી નાખતી આ ચોકવનારી ઘટનાની વિગતો જોઈએ તો યાર્ડમાં પેઢી ધરાવતી બે પેઢીઓ કે જે વરિયાળી, કપાસ, ઘઉં સહિતની તમામ પેદાશોની લે વેચ વર્ષોથી કરતી હતી જેમાં કમિશન એજન્ટો અને ખેડૂતોના કરોડો રૂપિયા ડૂબાડી દઈ બે પેઢીઓએ હાથ ઊંચા કરી નાખતા હળવદ યાર્ડમાં ખળભળાટ મચી ગયો છે.
વધુમાં એક ધરતીપુત્ર અને એક લોહાણા વેપારી દ્વારા કરોડો રૂપિયાનો માલ ખરીદ કર્યા બાદ કમિશન એજન્ટ અને ખેડૂતોના નાણાં ચુકવવામાં હાથ ઊંચા કરી દેતા આ મામલે યાર્ડ સતાવાળાઓને ફરિયાદ કરવામાં આવી હતી પરંતુ યાર્ડ સતાવાળાઓનું પણ વેપારીઓએ માન ન રાખતા હાલમાં છેલ્લા પાંચ દિવસથી યાર્ડમાં હરરાજી સહીતની તમામ કાર્યવાહી ઠપ્પ થઈ જવા પામી છે અને યાર્ડ સતાવાળાઓ પણ આબરૂ જવાની બીકે મૌન ધારણ કરીને બેસી જતા ખેડૂતો અને કમિશન એજન્ટની હાલત દયનિય બની છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.